Book Title: Buddhiprabha 1960 12 SrNo 14
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 4
________________ બુદ્ધિપ્રભા તા. ૨૯-૧૨-૬s કોઈ એને ભાઈ કહી એને હૃદય સાથે ચાંપે અને એના કરેલા ખરાબ કામને ભૂલી જઈ પિતાને ગણે એવી એ શીળી છૂક માંગે છે અને હું તે ડંખતા જિગરને યાચક છું. ખરાબ કામ થઈ ગયા પછી જો એનું હૈયું રડી ઉઠે, એને જીવવું અકારું લાગે અને કહે, “ના, દેવ! તે હવે નહિ, કદી એવું નહિ કરું....” એવી તીવ્ર લાગણી અનુભવે એવા બળતા દિલને હું તે ચાહક છું. અને સંગમ એવું ચીરાયેલું-સંતપ્ત હૈયું છે. એ ન હતા તે મારી સાધના સફળ કેમ બનત? આટલું બેલી એ ચૂપ થઈ ગયા. અને મારાથી બોલાઇ ગયું: “સાચે જ દેવ! તું તે કરૂણાલય છે. દાને માસાગર છે. પ્રેમને ધૂધવતે તું તે નિર્મળ સમ દર છે. એણે એની વરસગાંઠ ઉજવી. મેં કહ્યું માનવ જનમત નથી : એનું મોત જનમે છે. જિંદગી ટુંકી નથી. એને સફળ બનાવવાને તારો પ્રયત્ન ટુંકે છે... ભાઈ! તારી એ હિમાલયન ભૂલ છે. તું એને અનુરાગ સમજે છે નહિ? ના હૈ, એમ નથી. જીવનને ધીમે ધીમે કુકી નાંખતી એ તે કંઈ આગ છે. દેહનું પડી જવું એ મૃત્યુ નથી, નિષ્કામ પ્રવૃત્તિ કરતાં અટકી જવું અને નિરાશ થઈ અમે તેમ જીવવું એ જ મૃત્યુ છે. પ્ર ! મારે દુનિયાની સતત નથી જોઇતી. તારા કુબેરભંડારની પણ મને જરાય પૃહા નથી. તારા સેને સ્વર્ગને ય મને તે મેહ નથી, તારે જે મને આપવું છે તે બસ, મને આટલું જ આપ. એક સંતેવી હૃદય આ૫ : બીનું નિર્મળ મગજ આપ, આ વણઝાર જ્યારે અટકશે? એણે કદી કહ્યું નથી તું મારી પૂજા કરજે. એના જેવા બનવા અપણે તેની પૂજા શરૂ કરી અને આપણે તેને આપણે જે બનાવ્યો. એને વાલા પહેરાવ્યા. એને ઘરેણાં કરાવ્યાં. એના માટે અલગ ખંડ બનાવ્યું. તેને વાસવા તાળાકુંચી કરાવી આપ્યાં. એની ઘરવખરી સાચવવા ગોદરેજના કબાટે રેડવી આપ્યાં. તેની ચાકરી માટે નકર રાખે. એને મંદિરમાં બેસાડ્યા અને આપણે, આમ પુજાની સમાપ્તિ થઈ માની ઘરમાં બેઠા. આમાં સાચે ભગવાન કયાં પ્રભુત્વની પુજા કયાં?

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30