Book Title: Buddhiprabha 1916 03 SrNo 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૪૬૮ બુદ્ધિપ્રભા. આ જોઈ તે દ્રવ્યવાન-ગૃહસ્થ કંધના આવેશમાં આવી ગયો અને અનુચરોને પૂછયું કે તમે શા માટે આગળ ચાલતા નથી? તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે હે પ્રભુ! આ માર્ગ થઇને નૃપની તારી પધારવાની છે અને તેમના આગમન માટે માર્ગ ખુલ્લે કરવામાં આવ્યું છે. આ પ્રમાણે વાતચીત ચાલતી હતી તે દરમ્યાનમાં રણશિંગાને તાદ તેમના કાને પડ્યો અને નૃપની સ્વારી ત્યાંથી પસાર થઈ તે જારૂઢ થયેલા હતા. સુંદર અને મૂલ્યવાન-વસ્ત્રાભૂષણથી અલંકૃત અનેક અમીર ઉમરાવો તેમની સેવામાં હાજર હતા. આ સર્વે દેખાવ જોઈને તે ધનિકનું હૃદય Uર્ધા પૂર્ણ થયું. તેણે વિચાર્યું કે, અરે ! આ નૃપની તુલનામાં મારી સત્તા અને સમૃદ્ધિ શા લેખામાં છે ! તેણે વિચાર્યું કે હું આ નૃપતિ હૈ તો કેવું સારું ! આ પછી તેનું હૃદય ચિંતાગ્રસ્ત રહેવા લાગ્યું, તેની શ્રીમંતાઈ અને સંપત્તિ તેને અતિવી થઈ પડ્યાં. તે નૃપતિ બનવાની ચિન્તા ધરતે હતે. એવામાં પુનઃ પિલે દેવી પુરપને તેને સાક્ષાત્કાર થશે. તેણે પુનઃ વરદાન આપ્યું કે તારી દશા સફળ થાઓ ! પશ્ચાત તે નિમિષ માત્રમાં ધનિક મટીને નૃપતિ બન્યો ! તે ગુજારૂઢ થઈ શહેરમાં ફરતા ત્યારે સર્વે કે તેને સાષ્ટાંગ પ્રણામ કરતા આ પરથી તેને ભાસતું કે આખા શહેરમાં તેજ મહાન પુરુષ હતિ. સર્વ મનુષ્યો તેની ઈચ્છા પ્રમાણે ચાલતા અને અને પરિપાલન કરતા. એક સમયે ઉષ્ણ કાળમાં તે ગજરૂઢ થઇને શહેરમાં કરતે તેવામાં સૂર્ય તેને ઘણે ગરમ લાગે. તેણે તેને મસ્ત પર છવ ધરવાને આજ્ઞા કરી પરંતુ રત રેશમી વસ્ત્રના છત્રમાંથી પણ તેને સૂર્યનાં કિરણે ગરમ લાગવા માંડયા. ગરમી ન સહન થવાથી તે ક્રોધાયમાન થે ! તેણે વિચાર્યું કે અરે ! રાજા હેવું એ પણ શા કામનું છે. રાજા કરતાં પણ આ સૂર્ય વિશેષ બળવાન છે. હું મૂર્ણ લેવું તે સારું એક ક્ષણમાં તેની ઇચ્છા વત થઈ અને તે સુર્ય બને. હવે પિતે કેવા બળવાન છે એવું દર્શાવવાને તેણે પિતાના પ્રચડ કિરણેને પ્રસરાવી ભૂતલને બાળી ભસ્મ કરવા લાગે. નદી, નાળી, ઝાડપાન સર્વ સુકાઈ જવા લાગ્યાં. પાનખરી ઝાડ હુડાં જેવાં થઈ ગયાં. દ્વારા પણ સુધા તુષાદિથી દુઃખી થવા લાગ્યાં. આ સર્વ જોઈ તે મજુર પિતાના સમર્થને પ્રતાપ જાણ મનમાં ખુશી થવા લાગે ! એવામાં એક દિવસ આકાશમાં એકાએક વાદળ ઘેરાવા લાગ્યું તે સર્વત્ર ફેલાયું, તેણે સર્વત્ર ફેલાઈ, સૂર્યને આછાદિત કરી આકાશ અંધકારમય કર્યું. આથી ગુસ્સે થઈ સૂર્યો વાદળને આજ્ઞા કરી કે તું મારા મામાંથી દૂર જ ! શા માટે તું મારા કિરણને રોધ કરે છે ! પરંતુ મે તેની કાંઈ દરકાર કરી નહિ. આ પસ્થી સૂરે વિચાર્યું કે શું મારા કરતાં મેવ વિશેપ સામર્થ્યવાન છે, જે એમ છે તે હું મેઘ હેલું તે કેવું સારું થાય ! પુનઃ એકવાર તેનું સ્વરૂપ બદલાઈ ગયું અને તે કોમેઘ બની રહેશે. તે મુર્ય સામે પ્રસરા અને પૃથ્વીતલપર વૃષ્ટિ કરવા લાગે. પ્રથમ અલ્પ મેધ વકે તેણે ઝાડપાનને પુનર્જીવન આપ્યું પણ સમય જતાં પુષ્કળ દિવડે ઝાપાનને તેને નિર્મળ કયો. નદીનાળા રેલછેલ થઈ ગયાં નાનાં ગામે તણાઈ જવા લાગ્યાં. જમીન ધોવાઈ જવા લાગી. પિત કરેલું આ સર્વે નુકશાન અને વપરાક્રમ જોઈને તે પોતાના સામર્થના બાનથી અત્યંત આલાદિત બન્યો. તેણે નીચે દષ્ટિ કરી તે એક પર્વત તેની દષ્ટિએ પડ્યો. મે પૂરજોસથી તેના પર વૃષ્ટિ કરી, પરંતુ પ્રબળ ઝંઝાવાત અને મુશળધાર પ્રષ્ટિથી પણ તે પર્વતને કાં! અસર થઈ નહિ. તે તેફાની પવન અને રષ્ટિ દરમ્યાનમાં પણ તે પર્વત નિશ્ચળ અને અડગ રો. આ જોઈ મેઘે વિચાર્યું કે આ પૃથ્વીતળ પર માત્ર એક જ ચીજ છે કે જે મારી સામે થઈ શકે છે ! અરે ! હું આ પર્વત તો કેવું સારું! ને એમ થાય તો આખી પૃથ્વી

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36