Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ ૨૯૧ गाथा दय सम समत्तमिती-संवेय विवेय तिब्बनिघेया एएय गूढ अप्पा ववोह बीयस्स अंकूरा-१ દમ-સમ-સમત્વ-મૈત્રી-સંગ–વિવેક અને તિવનિર્વેદ આદિ ગુણે ખરેખર અધ્યાત્મજ્ઞાન બીજના અંકુરાઓ છે. આ ગાથાથી પણ સિદ્ધ થાય છે કે અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. કેટલાક મનુષ્યો કે જે અયાત્મજ્ઞાનનું ખંડન કરે છે તેમ છતાં તેનામાં દયા-ભક્તિ આદિ ગુણે હૈય છે તેનું કારણ એ છે કે તેમાં આત્માની શ્રદ્ધા હોય છે પણ અધ્યા ત્ય શબ્દના કેટલાક કારણોથી અરૂચિ થઈ હોય છે તેથી અધ્યાત્મ શાસ્ત્ર કથિત ગુણેને સેવે છે છતાં અધ્યાત્મશાસ્ત્રનું ખંડન કરે છે. જૈન દર્શનરૂપ પુરૂષનું પ્રાણ અધ્યાત્મજ્ઞાન છે તેથી વાચકે સહેજે સમજી શકશે કે અધા તેમ શાસ્ત્રનું વા અધ્યાત્મજ્ઞાનનું કોઈપણ રીતે ખંડન કરી શકાય જ નહિ. ચિલાતી પુત્ર ઉપશમ સંવર અને વિવેક એ ત્રણનું મનન કરીને મુક્તિ પામ્યા તેમાં પણ અધ્યામશાનજ વિચારતાં માલુમ પડશે. આષાઢાચાર્ય નાટક કરતાં કેવલજ્ઞાન પામ્યા તેમાં પણ અધ્યાત્મ ભાવવાનીજ મુખતા હતી. ભરતરાજા આરીસા ભુવનમાં ભાવના ભાવતાં કેવલજ્ઞાન પામ્યા તેમાં પણ આત્મવિચારણુજ મુખ્ય હતી. ઈલાચીપુને વાસ પર નાચતાં આત્માની વિચારણાથીજ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સ્થાવસ્થામાં શ્રીમન્મહાવીર પ્રભુએ આત્માની પુર્ણ શ્રદ્ધાથી અને અધ્યાત્મજ્ઞાનના કાબલ્યથીજ અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા હતા. શ્રી ગૌતમ સ્વામી આમવિચારણુમાં લીન થયા ત્યારે રાગના બંધનથી મુક્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. ગજ સુકમાલે આત્માની શ્રદ્ધાથી અને આત્માના સદ્ગણોના વિચારોથી શારીરિક દુ:ખ સહન કર્યું હતું. આમાના જ્ઞાન વિના સમ્યની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ સમ્મતિ તર્કમાં સમ્યકત્વનાં છ સ્થાનક અને મિયાત્વનાં છ સ્થાનક બતાવ્યાં છે. તેમાં આત્માને ઉદ્દેશીને જ છ થાનકે બતાવવાથી તેને અધ્યાત્મ શાસ્ત્રમાં સમાવેશ થાય છે અને તે જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન કહી શકાય છે. કર્મગ્રન્થમાં ચઉદ ગુણ સ્થાનક દર્શાવ્યાં છે તે સંબંધી વિચાર કરીએ તો માલુમ પડશે કે ચઉદ ગુણ સ્થાનક પણ આભામાંજ રહ્યાં છે તેથી તે પણ અધાત્મજ્ઞાન કહેવાય છે. દઢપ્રહારી મુક્તિપદ પામ્યો તેમાં પણ આત્મસ્વભાવમાં રમતારૂપ અધ્યાત્મજ્ઞાનની જ મુખ્યતા સંભવે છે. આચારાંગ સૂત્રના લોક વિજપ અધય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36