Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ ૩૧૩ વિનિ અને તેથી કરે છે, અને જે સંકટથી કંટાળે છે, તેનાથી કાંઈ મહત્વનું કાર્ડ સાધી શકાતું નથી, એથી ઉલટું જે મનુષ્ય વિન પર જય મેળવે છે તે કદીપણ નિ. ફળ થતું નથી. भारभ्यते विघ्न भयेन नीचे प्रारभ्य विघ्न विहता विरमन्ति मध्याः विनैः पुनः पुनरपि प्रतिहन्ययाना प्रारभ्य चोत्तम जना न परि त्यजन्ति નીચ પુરૂ વિનના ભયથી કઈ પણ કાર્ય આરંભતા નથી અને આરંભે તો વિન આવતાં પડતું મુકે છે, પરંતુ ઉત્તમ પુરૂષે વારંવાર વિ. દત નડતાં છતાં પણ પ્રારંભેલું કાર્ય તજી દેતા નથી. કોઈ પણ કાર્ય કરવામાં જેટલી–સારા નરસાની પસંદગીની, તેટલી જ કઢતાની આવશ્યકતા છે. પોતાના માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ નડે તેપણુ આગ્રહથી આરંભેલા કાર્યને પાર મુકવાનો દ્રઢતાનો ગુણ ખાસ ઉપયોગી છે. હું જાતજામ ઘા ચર્થ સાધવામિ ! દેહ પડે તો ભલે પરંતુ ધારેલું કામ પાર મુકવાને કઢ સંકલ્પ મનુષ્યમાં હોવો જોઈએ. કાર્યની પસંદગી કરવાની નિપુણતા અને તેને ગમે તેટલા શ્રેમે પણ પાર મુકવાના કદ્ધ આહ રૂપ—ઉત્કટ ઇચ્છા મ. નુષ્યની ઉત્ક્રાંતિમાં અગયને ભાગ બજાવે છે. ફક્ત દ્રઢ સંક૯પના લીધેજ મનુષ્ય સારા કે નરસા કોઈ પણ કાર્યથી, દુનિઓમાં પિતાની સારી નરસી નામના મુકી ગયા હોય છે. નેપોલીઅન ઠાગ્રહને ખાસ ગુણને લીધે જ પ્રસિદ્ધિ પામ્યા હતા, અને યુરોપના સઘળા રાજ્યની સાથે હામ ભીડવાને વિજયી થયો હતે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36