Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ ૩૧૨ જાય, તે તે પોતાના જીવનના વિચારમાંથી ઉત્પન્ન થતા વિષાદ અને ખિન્ન વૃત્તિથી દુર રહી શકે. તેના જીવનની દષ્ટિમર્યાદા વધારે બહેની વિસ્તૃત થાય; તેની નૈતિક અને પરોપકારશીલ પ્રવૃત્તિનો વિકાસ થવાથી સ્વાર્થ. નિક ચિંતા દુર થાય, અને આખરે બીજાના સુખનું ચિંતન કરવા થી પિતાના સુખની અભિવૃદ્ધિ કરી શકે. જેમ જેમ મનુષ્ય સ્વાર્થ ઓછો શોધે છે તેમ તેનું વર્તન નિયમસરનું થાય છે અને તે વિશેષ સુખી થાય છે કેમકે નિવાથી જીવન દુર્ગણોનો નાશ કરે છે. લાલસાઓને નાબુદ કરે છે. આત્માને દ્રઢ કરે છે, અને તેના મનને ઉન્નતિમાં આણી તેમાં ઉચ્ચ વિચારોનો સંચાર કરે છે. ” અને સુખ જોઈ તમે તૃપ્ત થાઓ ! રે દયા ધર્મને માનનારા સાધન સંપન્ન મનુષ્યો તમે તમારી દયા વૃત્તિને અમૂર્તિમાન નહિ પણ મૂર્તિમાન રૂપે દર્શાવે ! દુઃખથી પીડાતા નિરૂદ્યમી ધંધાહિન તમારા જ્ઞાતિબંધુઓ પ્રતિ દયાર્દ હદયે નિહાળી તેમને તમારી દેખરેખ નીચેના હુનર ઉદ્યોગમાં પ્રવૃત્ત કરો ! રે સહદય જનો ! સર્વે પ્રાણીઓનાં દુઃખ તરફ દયાની અમી દૃષ્ટિ કરે ! અને બને તેટલા પરિશ્રમે નિરૂઘમીનાં દુઃખો ઓછાં કરા ! નિરાશ્રીત ને આધાર આપી કાર્ય પ્રવતિમાં જોડે છે તેમને પગ મૂકવાનું અને આશ્રયનું સ્થાન આપો ! રે માનવ બંધુઓ ! જેમ મહાત્માઓએ દયા આદિ સત્ય (ધર્મ ) ના અનાદિ પણે માટે પ્રાર્પણ કર્યો તેમ કર્તવ્યની ધુનમાં એકતાન બની રહે ! કર્તવ્ય ભ્રષ્ટ થવાથી જે હાલની સ્થિતિ ઉદ્ભવી છે, તેમાંથી પાર પામવાને અડગ હૃદય બળથી પુરૂષાર્થ કરે ! પુરૂષાર્થથીજ ઐહિક અને આમુમ્બિક સુખો મળે છે. પુરૂષાર્થ વિનાના નિઃસવ મનુષ્ય પશુની માફક અન્યને બોજા રૂપ થઈ પડે છે. આપણું શરીર તેમજ મને મહેનતથી કસાય છે, અને મજબુત થાય છે માટે કમર કસીને વિદેશીઓની માફક તમે સદુઘમમાં મચ્યા રહે. મહેનત વિના કોઈ પણ પદાર્થ મળી શકતું નથી No gains no pains, No sweet without sweat, ચાકરી કરે તે ભાખરી પામે. પરિશ્રમ વિના ફળ નહિ. ઇત્યાદિ શબ્દ શું સૂચવે છે. અર્થ શાસ્ત્રીની દષ્ટિ એ દ્રવ્ય એ મહેનતનો સંગ્રહ ગણાય છે, અને દ્રવ્યના ઉત્પાદનમાં મહેનત એક અગત્યનું તત્વ ગણુાય છે, મહેનત વિના કોઇ પણ પદાર્થ પ્રાપ્ત કરી શકાતો નથી. ઉદ્યામ સુભાગ્યની માતા છે. જે મનુષ્યને

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36