Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ કામ થાય છે, આપણે તે તે વાત બાજુ ઉપર મુકી વ્યાપારમાંથી ધન પ્રાપ્ત થાય તેવી બાબતનો વિચાર કરવાને છે. વ્યાપારમાં પુષ્કળ ધન પ્રાપ્ત થાય છે એવાં તે ઘણુંજ ઉદાહરણ પ્રસિદ્ધ છે. આજે જે ગોલ્ડ હેરીમેન, શેક છેલર ડયુક ઓફ રટન વગેરે અનેક વ્યાપારીઓ અપાર સંપતિ વાળા તરીકે વિશ્વપ્રસિદ્ધ છે, તેઓએ દ્રવ્યનેજ દ્રવ્યપ્રાણીમજી અપાર સંપત્તિ મેળવેલ છે. આથી એટલું તે સિદ્ધ થાય છે કે મનુષ્યમાં ગમે તેટલી બુદ્ધી હેય અને તે ગમે તેટલી સખત મહેનત કરે તો પણ કદી શ્રીમાન થઈ શકતું નથી. દ્રવ્યને યોગ્ય સમયે એગ્ય કામમાં એટલે કે વ્યાપ ૨માં રોકવા વિના ઘણું ધનની પ્રાપ્ત થતી નથી. આ બાબત પર પાછળજ જે ગોલ્ડ નામના પ્રસિદ્ધ કેદીપતીને હું અભિપ્રાય ટાંકી ગયેલ છું. આથી કદાચ કોઈને પ્રશ્ન ઉઠી શકે કે યોગ્ય કામમાં નાંખવા ત્રણસેં કે પાંચસે રૂપીયા પ્રથમ લાવવા કયાંથી. પિતાની પાસે જે તે રૂપીયા ન હોમ તે તેવા મનુષ્ય પ્રથમ નોકરી કરવાની જરૂર છે અને એકાદ વર્ષમાં ત્રણ કે પાંચસે રૂપીયા બુદ્ધિમાન તે સહજ મેળવી શકે તેમ છે. આવી રીતે રૂપીયા મેળવ્યા પછી ગ્ય સમયે ય કામમાં નાખવા થી અધીકાધીક ધન પ્રાપ્ત થઈ શકે તેમ છે, વળી આથી મનુષ્યમાં કરેકસરતા અને ધર્મને ગુણ પ્રાપ્ત થાય તેમ છે. જાતે વ્યાપાર કરે કે પૈસાનું વ્યાજ ઉપજાવી બેસી રહેવું એ સ્થીતિના આધાર ઉપર રહે છે, જે તમારામાં આત્મશ્રદ્ધા, હિરાત, નવાં કાર્યો ખેડવાનું સાહસ, ઉત્સાહ અને દ્રઢતા હે તે જાતે વ્યાપારમાં પડવું એ અધિક શ્રેષ્ઠ છે પણ જો તમારામાં આ ગુગે બરાબર ન ખીલ્યા હોય તે જાતે વ્યાપારમાં ઝંપલાવતા પહેલાં પૂર્ણ વિચાર કરવાની આવશ્યકતા છે. જાતે વ્યાપારમાં પડતા પહેલાં વડીલાદિ અનુભવી પુરૂની સલાહ લેવાની જરૂર રહે છે કારણ કે અનુભવે એ મોટામાં મોટું જ્ઞાન છે. અને તેથી જ દરેક ચીજનો અનુભવ મેળવવાની જરૂર છે. વડીલે આદીએ અનુભવથી જાણ્યું હોય છે એટલે કે દુનીયા નિ તાપ તડકે સહન કરવાથી માલુમ પડયું હોય છે કે અમુક વખતે અમુક કરવું એ લાભપ્રદ છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે વડિલાદિની સંમતિ પ્રથમ મેળવીને કાર્યમાં ઝંપલાવું જોઈએ અને એ અધીક લાભપ્રદ છે. ત્યાં પણ વિચારવાનું છે કે જે વડીલ બુદ્ધિમાન હોય છે તે તેની શીખામણ લાભપ્રદ નીવડે છે બાકી મૂખ મનુષ્યની શીખામણ લેવી વા ન લેવી તે સઘળું સરખું જ છે. સર્વત્ર બુદ્ધિશાળી પુરૂને જય છે. આ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36