Book Title: Buddhiprabha 1912 01 SrNo 10 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ ૨૯૫ શુદ્ધિ ન થાય ત્યારે બાહ્ય ક્રિયાઓ નિમિત્ત કારણુતાને પામે નહિ એમ પણ કહી શકાય. ઉપર પ્રમાણે વિચાર કરતાં અધ્યા જ્ઞાન અને અધ્યાત્મ ચારિત્રની અત્યંત આવશ્યકતા છે એમ સહેજે સમજાય તેમ છે. અધ્યાત્મ જ્ઞાનથી અન્યના આત્માઓ પિતાના આત્મા સમાન ભાસે છે અને તેથી પિતાના આત્માની પેઠે અન્ય આત્માઓ ઉપર પ્રેમ અને દયા કરી શકાય છે. તેમજ અન્ય નું ભલું કરવા આભામાં પ્રેરણું થાય છે. અન્યના આત્માઓની નિન્દા હેળા કરવાથી તેઓના આત્માઓમાં દુઃખ પ્રગટે છે તેથી તે આની હિંસા થાય છે એમ અધ્યાત્મ જ્ઞાનથી માલુમ પડે છે. આખી દુનિયાના પિતાના સમાન છે એમ જણાવનાર અધ્યાત્મ જ્ઞાન છે. આ મહારે છે અને આ હારે છે ઈત્યાદિ ભેદ ભાવને ટાળી અભેદ ભાવના માર્ગમાં પ્રવાસ કરાવનાર અધ્યાત્મ જ્ઞાન છે. અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનાર અને અહં નમાવ ભાવરૂપ બરફના ડુંગરોને ઓગળાવનાર અને મનુષ્યોના હૃદયમાં સ્વચ્છ પ્રકાશ કરનાર અધ્યાત્મ જ્ઞાનરૂપ સૂર્યની જગને ઘણું જરૂર છે. પ્રાચીન સમયના મનુષ્યો અધ્યાત્મજ્ઞાનમાં પ્રવીણ હતા તેથી તેઓ ઘણું સદ્ગણે મેળવી શકતા હતા. પ્રાચીન સમયના મુનિયોએ અધ્યાત્મ જ્ઞાનવડે આત્માની શક્તિ ખીલવી હતી અને તેઓએ ચમત્કારિ કર્યો કર્યા હતાં. પુર્વની આર્ય પ્રજામાં ઘણું સગુણ હતા એમ આપણે પ્રાચીન પુસ્તકના આધારથી જાણી શકીએ છીએ. અધ્યાત્મજ્ઞાનમાં એવી શક્તિ છે કે તેથી અનેક ઉપસર્ગો સહન કરીને પણ ધાર્મિક કાર્યો કરવા ગ શક્તિ પ્રગટ થાય છે. આધ્યાત્મિક શક્તિ પ્રગટાવવાથી આત્મા ઉપર ઉપરના ગુણ સ્થાનકમાં પ્રવેશ કરે છે અને દુર્ગાને ત્યાગ કરી જાય છે કેટલાક લોકો એમ કહે છે કે અધ્યાત્મ જ્ઞાનનો અભ્યાસ કરવાથી મનુષ્યોની વ્યવહાર ધર્મ ઉપર શ્રદ્ધા રહેતી નથી અને બાહ્યધાર્મિક ક્રિયાઓ ઉપરથી પ્રેમ ઉતરી જાય છે. આમ કહેનારાઓ સર્વ બાબતનો તપાસ કર્યો વિના એક દષ્ટિથી દેખે છે અને વદે છે. શ્રી હેમચન્દ્રસૂરિજી અધ્યાત્મજ્ઞાનમાં નિપુણ હતા અને તેમણે તે કાલ અને અધિકાર પ્રમાણે પોતાની શક્તિ ને નૃપધ-ઉપદેશ-ધર્મોદ્ધાર પુસ્તક રચના વગેરે કાર્યોમાં વ્યય કર્યો છે. પરિપુર્ણ જ્ઞાનને પામેલા એવા શ્રી મહાવીર પ્રભુએ તે શેલ પ્રહર દેશનાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36