Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ ' ૧૨ ૫ वचनामृत. (લેખક મુનિ બુદ્ધિસાગર. ) ધર્મના ફેલાવા કરનારા વિદ્વાના છે. મૂખ્ય ધર્મના એંધ દેવાને અને તેને ફેલાવા ફરવા શક્તિમાન થતા નથી. જે ધમાં ધર્મના નેતાઓનું પદ મુખો ભાગવે છે તે ધર્મની પડતી થયાવિના રહેતી નથી. જ્ઞાનવિના ધર્મનું સ્વરૂપ સમજાતુ નથી. જ્ઞાનવિના ક્રિયાનાં રહસ્ય સમજાતાં નથી. જે ધર્મમાં જ્ઞાવિના મૂલાચારે ધર્મની ક્રિયા કરવામાં આવે છે તે ધર્મના મનુષ્યા કુવાના દેડકા સમાન છે. પેાતાના ધર્મની પ્રશંસા તો દરેક ધર્મવાળા કરે છે અને પ્રત્યેક ધર્મવાળા પાતાતાના ધર્મને સત્ય કહેછે પણ સત્યને અપેક્ષાએ સમજ્યાવિના પ્રત્યેક ધર્મવાળાએ ભૂલ કરે છે. જૈન ધર્મેશાસન અપેક્ષાએ સર્વવ તુએના ધર્મને ગ્રહણુ કરે છે. માટે સર્વદા સર્વથા જૈનશાસન સર્વાં ધર્માંના સત્યાંશને ગ્રહણુ કરે છે તેથી તે મહાન ધમ કહેવાય છે. 3 કાઈના ધર્મની નિન્દા કરવામાત્રથી પેાતાના ધર્મના ઉદય થતા નથી. અન્ય ધર્મ પાળનારાઓ ઉપર દ્વેષ ન પ્રગટવા જોઇએ. કિન્તુ કરૂણાભાવ પ્રગટવા જોઇએ. જૈનધર્મની ઉન્નતિ કરવી હાય તે જૈનધર્મનાં તત્ત્વના પ્રસાર કરેા. જૈનતત્ત્વ જગતને સમજાવે અને સજીવને શુદ્ધ પ્રેમથી ધર્મનું સ્વરૂપ સમજાવા પણ કાઇના ઉપર ટેપ કરેા નહિ. અન્ય ધમ પાળનારાના ઠેકાણે તમે પણ કાઈ વખત હતા પણ તેમનું મુરૂં ન ચિતવતાં અન્યાનું ભલુ કરવા પ્રયત્ન કરેા. આખી દુનિયામાં કયે ધર્માં વિશેષ ફેલાય અને તે શાથી તે તેના ઉત્તરમાં કહેવુ પડશે કે તેનામાં સત્ય યા અને શુદ્ધપ્રેમ હશે તે ધમ જગતમાં ફેલાશે-વિશાલ દષ્ટિથી ધર્મના ફેલાવા થાય છે અને સંકુ. ચિત દૃષ્ટિથી ધર્મના વાડે વાળી શકાય છે. મધ્યસ્થ દૃષ્ટિથી જગતના સર્વધર્મોનાં તત્ત્વા વિચારે અને પક્ષપાત ત્યાગીને જે જે ધર્મોમાં જે જે અંશે સત્ય રહ્યું હોય તેને સ્વીકાર કરે.. સમજવાથી સત્ય ધર્મ પ્રાપ્ત થાય છે. રાગ અને દ્વેષની મલીન દષ્ટિથી સત્યધર્મનું રહસ્ય સમજી શકાતું નથી. સત્યતત્ત્વ સમજવાને માટે જ્ઞાનિયેાની સંગતિ કરેા-સત્યની સિદ્ધિ અને અસત્યને જુદું પાડવાની શક્તિ પ્રાપ્ત કરેા,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36