Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ૨૪ સત્યધર્મ આત્મામાં છે તેને પ્રકાશ કરે. સત્ય સુખ આત્મામાં છે. ક્ષણિક સુખમાં વ્યર્થ જીવન હો નહિ. મન વાણી અને કાયાને સ્વસ્થ કરે. આમાના પ્રકાશથી સર્વને પ્રકાશે. તમારા આત્માની બરબરી કરનાર કોઈ જ વરતુ નથી. જડ વસ્તુઓના તમે દાસ નથી માટે જડ વસ્તુઓનું મમત્વ દૂર કરો. જ્ઞાનવિના તમારો આત્મા અને દાસ છે. તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરી. ૨૫ દુનિયા તમારાથી વિરૂદ્ધ પડે તેથી તમે ગભરાતા નહિ. તમારા આત્માને પવિત્ર બનાવે. તમે પવિત્ર છે તે જગતના ટેશબ્દોથી તમારું કાંઈ બુરું થવાનું નથી. ૨૬ આધિ નષ્ટ થતાં વ્યાધિ નષ્ટ થશે. માનસિક નિર્મલતાથી શરીર તંદુરસ્ત રહે છે. મનુષ્ય મનથી ઘણું રોગોની ઉત્પત્તિ કરે છે. ભય, શેક, ચિત્તા, દીનતા વગેરે ના વિચારોને મનમાંથી કાઢી નાખે. અનેક પ્રકારના હેમને દૂર કરો. પશ્ચાત રોગને આવતા તમે અટકાવી શકશે. ૨૭ સ્વાર્થ બુદ્ધિ ત્યાગીને પરોપકાર કરો. પ્રતિબદલે લેવાની બુદ્ધિ ત્યાગીને તમે દાન વગેરે કરશે તે તેથી તમારું ઉચ્ચ જીવન થશે. અન્યને કંઈ પણ આપવાથી ઉચ્ચ શિ. કંજુસાઈ અને દીનતાના વિચારને દૂર કરે. ૨૮ તમારા માર્ગમાં તમે હાથે કાંટા ન વેરે. તમારા માર્ગ ખુલે કરે. સર્વના ભલા માટે તમારું હૃદય ખુલ્લું કરો. તમારા હૃદયથી સર્વ જીવોને ભેટો અને અન્યનાં અશ્રુઓ ફુવો. તમારા સરલ સત્ય માર્ગમાં આ ગળ વધો. દુનિયા શું કહેશે ? તેપર લય ન આપે. કલેશના કાંટાઓને પગતળે દબાવીને તે ઉપર ચાલો. તમે સહનથી સંકટ વેઠીને તમારું કાર્ય સાધશે તે અને દુનિયા તમારા કાર્યને પ્રશંસશે. જાહેર હિમ્મત ધારણ કરે. તમારા સત્યને જગતમાં બહાર લાવે. સત્યની પ્રરૂપણ કરો. સત્યને પ્રકાશ અને રહેશે નહિ સત્યથી તમારે ઉદ્ધાર થવાનો છે. ૩૦ જગતના ભલા માટે કંઈક ભલું કાર્ય કરો. ભવિષ્યની ચિન્તા ન કરો. તમારી પાસે જે કંઇ સારૂ છે તે સર્વના માટે છે એમ માની તેનું દાન કરે. ૩૧ સર્વ જીવોની સાથે બંધુભાવ ધારણ કરે. તમારા થ7એનું પણ ભલું ચિંત. ૩૨ દુનિયામાં કોઈ પણ બાબત માટે બે અભિપ્રાય પડે છે. દુનિયાના બેલ વાપર એકદમ વિશ્વાસ ન મૂકે. જાતે તપાસ કરો અને તેની પરીક્ષા કરે. વિચાર કર્યા વિના કોઈ પણ જાતને અભિપ્રાય બાંધવો નહિ. તેમજ એકદમ કઈ બાબતને અભિપ્રાય બદલ નહિ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36