Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ ૧૩૭ कषायचतुष्टय. માયા, (લેખક. ભીખાભાઈ છગનલાલ શાહ. ) (બીજા વરસના અંક બારમાના પાને 9 થી અનુસંધાન.) મનનું મલીનપણું તેજ માયા છે. દંભ, છાનું પાપ, ગુણ બાજી, ઠગ વિવા, રૂડ કપટ, સર્વત્ર અવિશ્વાસ, પરન્યાસાપહાર, છળ, મંત્રભેદ, કુટિલપણ, ગૂઢીમારિપણું વિશ્વાસઘાત, વિગેરે વિગેરે માયાના પર્યાયો પ્રાણુને કોડા ગમે ભવભયમાં નાખે છે. માયા તે મનની વિશુદ્ધિને આવરણ કરનારી મળીને છાયા છે. રાત્રીની છાયા ( અંધકાર ) જેમ સુષ્ટિને શુન્ય કરે છે કાશરહિત કરે છે તેમ આ છાયા મનની શુદ્ધિને રોકી, અર્થાત્ હૃદયમાં અંધકાર ફેલાવી આત્માને અથડાવે છે. “જુઠું બોલવું, કોઈનો વિશ્વાસ ન રાખ, પિતા ઉપર કોઈ પણ વિશ્વાસ ન રાખે તેવું પિતે આચરણ રાખવું, “અબી બેલ્યા અબી ફોક” એ પ્રમાણે વર્તવું, “ચક્રને ફરતાં જેટલીવાર તેટલી પાતાને પિતાની બેલીમાં ફરી જતાં વાર ” તે પ્રમાણે ચાલવું, દરેક માણસ સાથે સ્વાર્થપુર જ સ્નેહ રાખો પછી તેને તરછોડી મેલ, પિતાનો સ્વાર્થ સાધવા માટે પારકાનું ગમે તેટલું નુકશાન થતું હોય તે તે થવા દેવું, વિગેરે વિગેરે તમામ અન એ માયાનાજ પરિણામ છે. જગતમાં ચેરી, છીનાળી વિગેરે માયા માટેજ-માયાથી જ થાય છે અને આખું જગત માયામજ લુબ્ધ છે. માયા સ્વાર્થનીજ માતા છે અને તેથી આખું જગત સ્વાર્થી કહેવાય છે. મેહરાજાનું પ્રાણીઓને ફસાવવાનું અમોઘ-બાણ હોય તો તે માયાજ છે. માયા જીતી તેણે સઘળું કર્યું. માયા કહે કે અશુદ્ધ મન કહે તે એકનું એકજ છે. આખું જગત માથામાં ફસાયેલું છે અને તેથી જ તેવી દુર્જય માયાને જીતનાર મહાત્માઓ લેકયપૂજનીય પદ પામે છે. મલ્લીનાથ પ્રભુ તપશ્ચર્યાને અંગે પણ હેજ માત્ર માયાને વશ પૂર્વભવમાં થવાથી સ્ત્રીપણું પામ્યા તે ડગલે ને ડગલે અને પળે ને પ્રતિપળે માયા માંજ રમી રહેલા આપણું શી દશા થશે તેને કોઈ વખત વિચાર કર્યો છે કે ! કિપાકફળ જેવું મીઠું અને મધુરું છે તે માયાજ છે કે જેના પ્રતાપે આપણે હજી આ ભવાટવીમાં ભટકતા ને લટકતા રહ્યા છીએ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36