Book Title: Buddhiprabha 1911 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪૦ વિચારશુન્ય છીએ, આપણે બુદ્ધિ જે સ્મરણશક્તિ મંદ ને અસ્થિર છે તેનું કારણ શું? એ સર્વનું કારણ આપણુ લગ્નની વિષમતા એ જ. કયાં મરણની ભેટ ઈછતે ૮૦ વર્ષનો બુટ્ટો ખોખલો ? જે કયાં વિનાભિલાષા રાખતી ૧૦-૧૨ વર્ષની મુગ્ધ બાલિકા? મિત્રો! આશું ઓછું અયોગ્ય કર્ત વ્ય છે. શક્તિ-વીર્ય –હિન, બુદ્ધિશુન્ય, વિર્ય શુન્ય, ને સોટી જેવા પાતળા શરીરવાળા બુટ્ટાને કન્યા આપી ધનવાન થઈ માલ મલીદા ઉડાવવા એ કયાંને ન્યાય ? સહસ્ત્રવાર ધિક્કાર છે એવાં દુષ્ટ માબાપોને ? તેમનું માત્ર આ એકજ કર્મ તેમને નરકાધિકારી બનાવવા ને માટે બસ છે. સજ્જને ! આપણે હવે આંખ ઉઘાડવાની છે. કન્યાવિક્યના ને કજોડાના રિવાજે આપછે ને આપણું પવિત્ર ધર્મને ક્ષય કરી લાંછન લગાવ્યું છે. આમ છતાંય જો આપણે તે રિવાજને વળગી રહીએ તો તે ઓછી મૂઈ ન કહેવાય? ખરૂં પૂછાવો તે આપણું રાજ્ય, આપણી સ્મૃદ્ધિ, આપણી સત્તા આપણું સુખ જે આપણે જાહોજલાલી ગઈ એ સોએ દુષ્ટ રિવાજને પ્રતાપેજ. દિકરી તે બિચારી ગાય જેવી છે તેને તે ક્યાં લઈ જશે ત્યાં જશે પરંતુ માબાપ ને વડીલાએ વિચારવાની જરૂર છે. આપણું સુખ જે વાસ્ત. વિક મેક્ષ એ આપણું પુત્રીઓને સંતુષ્ટ કરવામાં છે. આપણે જે તેમને આશીર્વાદ પ્રાપ્ત કરીશું તે આપણે સંપત્તિ આદિ લભ્ય છે. સમયનું વાતાવરણ બહુ વિચિત્ર છે, પૂર્વકાળમાં કન્યાઓ ગૃહસ્તનું એક અંગ ગણુતું એટલું જ નહિ પરંતુ તેના કહેવા પ્રમાણેજ ગૃહનું અમુક કાર્ય થતું. જ્યારે અત્યારે બિચારી કન્યાઓને કમઅક્કલ ગણ હસી કહાવામાં આવે છે. ખયર ! પણ આમાં બીજાને દેવ દે. કાળ એવો વિપરીત છે. પૂર્વ જમાને ધમને અધીન હતો. જમાનાઉપર ધર્મ ને ધર્માચાર્યો મુવીમહારાજાઓની સતા ચાલતી ત્યારે અત્યારના જમાને દ્રવ્યને અધીન છે ને જમાના ઉપર દ્રવ્ય ને દ્રવ્યાધિકારીઓની સત્તા વને છે. અત્યારના માનવીનું ને પૂર્વના માનવીનું અંગ એક સરખું છે પરંતુ વિચારમાં બહુ વિષમતા છે. પૂર્વે કીર્તિની ખાતર માનવી દ્રવ્યને તુચ્છ ગણતું ત્યારે અત્યારે માનવી દ્રવ્યની ખાતર કાતિ વેગળી મૂકી નીચમાં નીચ કામ કરવા પાછું પડતું નથી. પૂર્વે ધર્મની ખાતર માનવી પિતાની અને ગળ દોલતને જીવની પણ અવગણના કરી પોતાનો પ્રાણ આપતું ત્યારે અત્યારનું માનવી દ્રવ્યની ખાતર પિતાને વંશપરંપરાને પવિત્ર ધર્મ ત્યજી દે છે. પ્રથમનું માનવી માતૃસેવા પિતૃસેવા ને આચાર્યસેવામાં જ ખરે ધર્મ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36