Book Title: Buddhiprabha 1910 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ આદિ અનેક વિષયોની આશામાં બધા મનુષ્ય અહંવૃતિ વર સ્વપિન વસ્તુઓમાં મનુષ્ય સુખ માને છે. તેનાં વિકરાઓ બંધ થઈ જાય છે. આશા કોઈદિન પરિપૂર્ણ થતી નથી. એક ઈસિતાર્થ–ઇલો પદાર્થ મળે એટ લે અન્યની વાંછા રહે છે. તે મળ્યો એટલે તેમાંથી પ્રાપ્ત થતું સ્વકલ્પિત સુખ તેને અપૂર્ણ લાગે છે; વળી તે અન્યની વાંછા કરે છે. આ પ્રમાણે ઉત્તરોત્તર તેની આશા હિંગત થાય છે. વિવેકના અભાવે તે તૃણની જાળમાંથી છૂટી શકતું નથી. મનુષ્ય પોતાના મનનો અભ્યાસ કરવાનો મહાવરો પાડી વિચાર કરે તો તેને સ્વતઃ માલુમ પડે કે તેણે પિતાના જીવનક્રમમાં કેટલી કેટલીવાર આશાઓ ઉવી, કેટલી કેટલીવાર તેમને પૂર્ણ કરવાનો યત્ન કર્યો અને તેમાં કેટલે કેટલે પ્રસંગે તે નિફળ થયો ! આશાની તૃપ્તિ દિન થવાની નથી. એક આશા પૂર્ણ થયે બીજી, તે પૂર્ણ થયે ત્રીજી; એમ ઉત્તરત્તર અન્ય વિષયની ઇચ્છાઓ પ્રકટ થશે, પરંતુ આશાને પાર આવશે નહિ. આથીજ આપણું જૈન મહાત્માઓએ સંસારના સુખને મધુબિન્દુની ઉપમા આપાં છે, પડ્યા નાના વિધ ભવકપમાં સતત દુઃખ, મગન ભયે હૈ મધુબુંદ લવ લેશમાં. આતપત્ર છાયા તાહુ મન ત ભયે અબ, ચિદાનંદ સુખ પાયો સાધુ કે સુવેશ” અનેક મનુષ્યો આ ભવરૂપી કુવામાં પડયા પડ્યા મધના ટીપા જેટલા કિંચિત સુખમાં આનંદ માનીને નાના પ્રકારનાં દુઃખ સહન કરે છે. છત્રની છાયા મસ્તકે થતી હોવા છતાં પણ મન તો ચિંતાગ્નિમાં બળ્યા કરે છે. ચિદાનંદજી કહે છે કે (ખરું સુખ ક્ષણિક વાસનાની વૃદ્ધિમાં નહિ પણું ) સપુરૂષો-સાધુ પુરૂના સમાગમમાં જ રહેલું છે.” જેમ કઈ ઉંડા કુવામાં પડેલા મનુય કુવાઉપરના કાના મધપૂડામાંથી ટપકતા મધના ટીંપાની ઈરછા કરે તે જેમ નિરર્થક છે તેમ ભયંકર ઉંડા કુવારૂપી આ ક્ષણિક સં. સારમાં મધના ટીંપારૂપી માયિક આશાના ક્ષણિક સુખની અપેક્ષા રાખવી અને કાળપ્રવાહને લેશ પણ વિચાર ન કરવો એ નિરર્થક છે. “હાર શ્રેહ પામરના નેહપૂંછ એ યવન રંગરોલ ધન સંપદ પણ દીસે કારમી જેવા જલ કલેલ.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32