________________
તેને વિષે પરિણામે જેમ દારૂણપણું રહ્યું છે તેમ અપાયથી ઉત્પન્ન કરેલું ધન પણ વિપાકે દારૂણ છે. એટલે કે દુર્ગતિને આપનાર છે. માટે આભાથી પુરૂષોએ અન્યાયથી ધન ઉપાર્જન કરવાનો ઉત્તમજ ન કરો. અહીં કઈ એવી આશંકા કરે કે જે અન્યાય કરીને ધન ઉપાર્જન ન કરીએ તો ગૃહસ્થને ધનની પ્રાપ્તિ શીરીતે થાય અને જે પ્રાપ્તિ ન થાય તે નિર્વાહ ચાલી શકે નહી—-જેથી કરી ધર્મના હેતુ મૃત એવી ચીત્તની સમાધિને લાભ કયાંથી થઈ શકે તેનો ઉત્તર એ છે કે વૈભવના લાભનો અત્યંત રહસ્યબુન ઉપાય ન્યાયજ છે, પણ અન્યાય નથી. લક્ષ્મી ઉપાર્જન કરવામાં તેમજ તેને વાપરવામાં સંયમ રાખવો. અસંયમ એટલે અન્યાયથી લક્ષ્મીનું ઉપાર્જન કરવું, અને અન્યાયમાં વાપરવું. હાલમાં કેટલાક લોકો અન્યાયથી પુષ્કળ લક્ષ્મી ઉપાર્જન કરીને તેને અન્યાયના માર્ગમાં વાપરી પતે ધર્મ કરે છે એવું મનાવતા દેખવામાં આવે છે. યાદ રાખવું કે અન્યાયથી ઉપાર્જન કરેલી લમી પાપ માગે વાપરવાથી તેમ કરનારા પુરૂષ એવં પાપનો ભાગી થાય છે. શાસ્ત્રમાં જેને હિંસા પ્રધાન અગર પંદર કર્માદાન કહી બોલાવવામાં આવેલા છે તેવા કામો કરવાથી નીશ્ચય પાપ બંધાય છે. હાલ પંચમકાળમાં તેવા કામથી નીવર્ત પામવું તે દુર રહ્યું પરંતુ તેથી ઉલટું એવું થાય છે કે ધર્મ માની તેવા કામમાં લોકોને જોડી તેમને પાપ માર્ગમાં પ્રવર્તાવી તેમાં પિતે ધાર્મીક પરોપકાર કર્યો એમ માને છે. આથી કરી શુભ કર્મના બંધ થતા નથી પણ અશુભ કર્મનો બંધ થાય છે-વળી ઘણો પરિગ્રહનો રાખનાર અને ઘણો આરંભનો કરનાર ની નકે ગતીને ભાજન થાય છે. તાત્પર્ય એ છે જે હીંસાથી પિસ પેદા કરી ઈસાને ઉત્તેજન આપી ધમ માનવો તે એક મોટો અનર્થ છે હવે ન્યાયથી ધન ઉપર્જન કરવાથી શાશા લાભ થાય છેતે કહીએ છીએ. એક તો ન્યાયવંત પુરૂષને સર્વ સંપત્તિ મળે છે જેમ સમુદ્ર જળની યાચના કરતો નથી તોપણ તે જળવડે નથી પુરા એમ નથી. આત્મા પાત્ર પણને પામે છે તેને વિષે સર્વ સંપતીઓ આવી મળે છે. એટલે કે જે આમા શાંતિ પામવાનું પાત્ર થશે તો સંપત્તિએ એની મેળે આવી મળશે. અડી કોઈ એમ આશંકા કરે કે ન્યાય એ સર્વ સંપત્તિઓને ઉ પાર્જન કરવાનો ખરો ઉપાય શાથી કહે છે, તેનો ઉતર એ છે કે ન્યાયથી ધનની પ્રાપ્તીના અંતરાય બુત કર્મનો નાશ નીયમાઓ થાય છે.
(અપૂર્ણ. )