Book Title: Buddhiprabha 1910 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ નહિ. એક બળને લદાઈ થાય એવી સમજ આપવી નહિ. સરકાર અથવા મ્યુનીસીપાલીટીની દાણચોરી કરવી નહિ, આ કળીકાળના પ્રભાવથી દાણચોરી વિષે કાંઈ પણ દેવ લોકોના મનમાં આવતા નથી. માટે તે વિય બે બેલ વિશેપ લખવા ઉચીત છે. દાણચોરી કરવી એ માહટામાં મોટું પાપ છે. કેટલાક લાકે એમ સમજે છે કે દાણચોરી કરવી તે બહાદુરીનું કામ છે. રસીપાઈની નજર ચુકાવી આવવું તે નાની ની વાત નથી” એવું કેટલાક લોકોનું બાલવું થાય છે. જે કાઇ કાંઈ ચીજ હાંસલ ચારીને લાવ્યો તો તે પાનાની બહાદુરીના વખાણું બીજા લોકોની પાસે કરે છે. અને કહે છે કે હું કેવી ઠગીને આવ્યા પણ ન ભાળો સમજતો નથી કે તેથી તે પાતેજ ગાય છે. સામાને તે ફક્ત એ પિતા અગર ચાર પસાનું એકજ વખતનું નુકશાન થયું. પણ તારો આતમા તેથી જન્માંતરમાં દુઃખી થવાનો. ઉપર પ્રમાણે પોતાની બડાઈ હાંકી તે વિપ ગ્રહણ કરે છે એટલું જ નહી પણ તેને વધારી આસપાસના માણસને તેના છાંટા ઉડાડી તેમને અની. તિના રસ્તે ચઢતાં શીખવી તેમને પાપને ભાગદાર પિતે થાય છે. આવા માણસો શીરીતે ધર્મને યોગ્ય થઈ શકે. તેમજ સ્ટેપની ચોરી કરવી નહીં. ખરી પેદાશ છુપાવી થોડી પેદાશ ઉપર સરકારને કર આપવો તે પણ અન્યાય છે. ખાતર પાડવું, કુંચી લાગુ પાડવી, તથા લુંટ પાડવી તે પણ અન્યાય છે. કન્યાના પૈસા લેવા નહિ. કન્યાના પિસા લઈ પોતાના વિવાહ કર નહીં. આ શિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે તે સર્વનો ત્યાગ કરવાની જરૂર છે. ચાલને આવેલો અનિંદ્ય વ્યાપાર કરવો તે ન્યાય સંપન્ન વિભવ કહેવાય છે. સાધુજનોને અત્યંત અનાદરપણે કરીને દુશંકા કરવી તે નિંદ્ય વ્યાપાર કહેવાય છે. દાખલા તરીકે મદીરા એક કરી વેચવી તે નિંદ્ય કર્મ છે. આવી જ રીતે આર્યભુમીના જનોએ કદી પણ નહી સ્વીકારેલો અને ઉત્તમ પુરને અત્યંત નિંદ્ય એવા મોટા આરંભાના વ્યાપાર કે જેમાં ઘ જ હીંસા રહેલી છે તે વ્યાપાર પણ નિંદ્ય કહેવાઈ શકે. આ ટુંડાવસર. પણીના પંચમ કાળમાં આવા નિંઘ વ્યાપારા ઘણા થાય છે તે મોક્ષાથી છવાને ત્યાગવા યોગ્ય છે. કેટલાક વ્યાપારીઓ કે જેઓ અનાજના, માદીખાનાને તેમજ કાપડ વીગેરેને ધંધા કરે છે, તેઓ તોલમાં તથા માપમાં અધીક ઓછું કરે છે. તેમજ વળી માલમાં પણ ભેળસેળ કરી પિતાના રવાપી ભાઈઓને તેમજ ખીઓને કપટ કરી છેતરતા આ વિસરપીણી કાળમાં જોવામાં આવે છે. આ કરવું તેમને યોગ્ય નથી. આથી કરી તેવા માણસો ધર્મને યોગ્ય

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32