________________
રહે છે અને તે ચિંતામાં શાતિનું નિરામય સુખ ગુમાવે છે. આશાનો અંત કઈ દિવસ આવતો નથી. આથી જ કબીર કવિ કહે છે કે –
માયા મરે ન મન મરે, મરમર ગયે શરીર;
આશા તૃષ્ણ ના મરી, કહે ગયે દાસ કબીર '.
દુનીઓના સર્વે પદાર્થો નાશ પામે છે તો પણ ચિત્તવૃત્તિને અવરોધ થતું નથી. કબીર કવિ કહે છે કે “આશા તૃષ્ણાનો અંત કઈ દિવસ આવતો નથી.' શરીરની સર્વ શક્તિઓ ઘટે છે; પણ આશા ઘટવાને બદલે વધે છે. તે એક નદીના પ્રવાહર છે. જેમ નદીનો પ્રવાહ મૂળમાં નાનો હોય છે પણ આગળ વધતાં તેને અનેક પ્રવાહો મળે છે એટલે મોટો થાય છે, તેમ આશા-ઇચ્છાના વિષયો નિશદિન વધતા જાય છે. મનુષ્યનું શરીર, અવયવ, સામર્થ સર્વ ઘટે છે પણ તેની તૃષ્ણાને અંત કાદ દિન આવતો નથી.
अझं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् वृद्धो याति गृहीत्वा दण्ड
तदपि न मुञ्चत्याशा पिण्डम् ।। આને મળતા ભાવાર્થમાં શામળભદ કવિ નીચે પ્રમાણે કહે છે:
ગળે અરઢ અંગ, ગળે નાસા ને નેણાં, * પળે મું. ને તું, વદાયે વિપરિત વેણાં; અસ્થિ રૂધીર ને માંસ, સુકાય ચલાય ન ચરણે, ધાતુ સરવને વંસ, કશું સંભળાય ન કરણ; ઈદિ બધી અડવડે, આહાર નિકા પણ ઘટે;
કવિ શામળ કહે શત ગુણી, તૃષ્ણા વધે નહિ મટે.’ શરીરના બધા અવયવો નિર્બળ થાય, નાક અને આંખમાંથી પાણી ટપકે, માયું અને ડાચાં મળી જાય. બોલવાનું પણ ભાન ન રહે, હાડકાં લોહી અને શરીરમાંનું માંસ સર્વ સુકાઈ જાય; પગે ચાલવાની શક્તિ પણ રહે નહિ, શરીરમાંની સમ ધાતુ (હાડ, માંસ, રૂધીર, ત્વચા) આદિ નાશ પામે અર્થાત્ ઓછી થાય; કાનથી કાંઈ પણ સંભળાય નહિ; શરીરની સર્વે ઈદિઓ નબળી પડે અને ઉંધ તથા આહાર પણ એ થાય. પરંતુ સામળ કવિ કહે છે કે “તૃણું તે ઉલટી ગણી વધે પણ ઘટે નહિ.' આશા અનેક વિષયની હોય છે. માયિક વસ્તુઓ જેવી કે ધન, વિભવ, પદવી, કીર્તિ,