Book Title: Bhakti Margnu Rahasya Author(s): Bhogilal G Sheth Publisher: Shreyas Pracharak Sabha View full book textPage 9
________________ શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે-“સપુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે પ્રીતિ-ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા એગ્ય નથી.” (પત્રાંક પર૨); માટે જિજ્ઞાસુ જીવે જ્ઞાની પુરુષની પ્રીતિભક્તિપૂર્વક તેમની આજ્ઞાભક્તિનું યથાર્થ આરાધન કરવું કે જેથી તે દ્વારા કેઈ ધન્ય પળે પરાભક્તિની–પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. મુમુક્ષુ જીવનું લક્ષ તે જ હોવું જોઈએ, મતલબ કે પ્રથમ ભેદભક્તિનાં આરાધનથી અભેદભક્તિ કે જેમાં આત્મા ને પરમાત્માની એક્તાને અનુભવ છે તેની સિદ્ધિ થાય છે. ભક્તિમાર્ગ સહેલે છે, સરળ છે, સુગમ છે. કેઈ પણ ભવ્ય તેનું આનંદથી આરાધના કરી શકે છે. તેમાં ખાસ કઈ મુશ્કેલી નથી, કઠિનતા નથી, દોષે ઉત્પન્ન થવાની સંભવિ. તતા નથી. ભક્તિમાર્ગને યથાર્થ સાધક આત્મિક વિકાસ ઝડપી ગતિથી સાધી શકે છે અને પિતાની આત્મદશા જલદી ઊંચી લાવી શકે છે. તેનામાં સ્વચ્છેદાદિ દે શીવ્ર તાએ ટળી જઈ, નમ્રતા, લઘુતા, સરળતા, સમતા આદિ ગુણે પ્રગટ થાય છે. આત્મા કમળ, નિર્મળ ને પવિત્ર થતું જાય છે. માત્ર ભક્તિનું રહસ્ય સમજાવું જોઈએ. એ ભક્તિ ઉત્તરોત્તર વર્ધમાન થતી થતી પરાભક્તિની છેવટની હદ સુધી પહોંચે છે અને ત્યારે આત્મા પરમાત્મરૂપ થાય છે. આમાં અને પરમાત્માને ભેદ મટે છે. પવિત્ર જૈનદર્શન અનુસાર આ ચોથા ગુણસ્થાનથી માંડી સાતમા ગુણસ્થાનની ભૂમિકા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 280