Book Title: Bhajanpad Sangraha Part 08 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તાત્મક અને સર્વદેશીય જૈન ધર્મમાં જોઇએ તેવા ઉન્નત્તિના તથા અધ્યાત્મવિદ્યા પ્રચારનાં સાધનો પુરા પાડી શિકએ તેમ છીએ, અને આપણે આપણા ધર્મની તથા દેશની ઉન્નતિ ખરા રૂપમાં કરવા ધારીએ તેા વગર વિલ એ કરી શકીએ તેમ છીએ, અને જૈન કામને અધ્યાત્મ વિદ્યામય બનાવી શકીએ તેમ છીએ પરંતુ આપણામાં જોઇએ તેટલું ખરૂં સ્વધર્માભિમાન છેજ નહિ તેથીજ આપણે પાછળ ને પાછળજ પડતા જઇએ છીએ અને તેની સાથે આપણી કામમાં અરસપરસના ઝઘડાઓના પ્રવેશ થવા પામ્યા છે કે જેથી સાચી વસ્તુને અથવા સાચા ગુણાને અવગુણુ રૂપે પ્રકટ કરવામાંજ આપણા બુદ્ધિબળના ઉપયોગ કરીએ છીએ,જ્યારે આપણી કામમાંથી આવા ઝેરી પવનના સર્વથા લેપ થાશે ત્યારેજ આપણે આપણી સત્ય અધ્યાત્મ વિદ્યાના પ્રચાર કરી શકીશું અને સત્ય ધર્મના પ્રચાર કરી શકીશુ. ધર્મની ઉન્નતિ તથા વિદ્યાની ઉન્નતિ વાસ્તે જ્યારે આપણે આપણા સ્વાર્થને એક બાજુ મુકી એકય વૃત્તિથી કાર્ય કરીશુ તેાજ આપણી કામ વ્યાપાર, હુન્નર,-વિદ્યા તથા ધર્મમાં જલ્દી આગળ વધશે. આપણા કેટલાક ધનાઢય ગ્રહસ્થા પેાતાના નાણાના ઉપયાગ મેાજશેાખમાં કરે છે, પરંતુ આપણી જૈન કામ કેટલી દુઃખી અને અજ્ઞાન છે તેના વિચાર કરતાજ નથી, જો તે ગ્રહસ્થા વિચાર કરીને તે અમુક સંખ્યામાં નાણાની રકમને એકત્ર કરે અને તેનાથી અધ્યાત્મ વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને વ્યાવહારિક જ્ઞાન માટે તેવા ઉચ્ચાશયવાળા ગુરૂકુળા, બેડિંગે!, વગેરે ખાલવાના પ્રયત્નવાળા થાય તે જૈન કામના મનુષ્યે સ્વયં આગળ વધીને કેામના ઉદય કરવામાં ઉદ્યમશીલ થાય અને તેની અંદરથી સાચા અધ્યાત્મ જ્ઞાનીએ પણ પ્રકટ થાય. ખરી વાત તે એ છે કે આપણે આપણી ઉન્નતિ કરવા માટે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 979