________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
માંથી રાગ નાશ થવા તેને વૈરાગ્ય કહે છે. ઐારિક શરીર, વૈક્રિય શરીર, આહાર શરીર, તેજમ શરીર, અને કામણુ શરીર, એ પાંચ શરીરમાં આત્મા રહે છે પણ પાંચ શરીરથી આત્મા ભિન્ન છે. પાંચ શરીરનાં લક્ષણુ ભિન્ન છે અને આત્માનું લક્ષણ તેથી ભિન્ન છે. પાંચ શરીર જડ છે પણ આત્મા તે! જ્ઞાન દર્શન ચારિત્ર વીયદિ અનંત ગુણા વડે સહિત છે. પાંચ ઇન્દ્રિયે મનવાણી અને કા યાથી આત્મા ભિન્ન છે. અન્નમય કાષ, પ્રાણમય કાય, અને મનેાયમ કાષથી આત્મા ભિન્ન છે તેથી શરીરાદિમાં રાગ ન થવા તેને વૈરાગ્ય કહેવામાં આવે છે. આત્માપર પૂર્ણ પ્રેમ પ્રગટે છે ત્યારે વિષયાપરથી રાગ ટળે છે. જ્યારે શુભાશુભ વિષયે પરથી રાગ દ્વેષ ટળે છે ત્યારે આત્માપર પરમાત્માપર શુદ્ધ પ્રેમ પ્રગટે છે. વિશ્વવતિ સર્વ આત્માએપર આત્મભાવ સ્વરૂપ પ્રેમ પ્રગટવાથી વિષય વાસનાના રાગ સ્વયમેવ જ્ઞાનદશા ચેોગે ટળી જાય છે. વૈરાગ્ય પ્રગટયાવિના અશુભ સ્વાર્થીના નાશ થતો નથી. વૈરાગ્ય પ્રગટયાવિના નિહપણે ધર્મનાં કાર્યો કરી શકાતાં નથી. સર્વ પ્રકારની શુભ સેવાના અધિકારી વૈરાગી અને આત્માના શુદ્ધ પ્રેમી મનુષ્ય છે. વૈરાગી મનુષ્ય વિષયેાના વનમાં મુંઝાતા નથી અને તે ધર્માર્થ સ ધનાદિક વસ્તુઓને ત્યાગ કરી શકે છે. ભર્તૃહરિને જ્યારે રાગ પ્રગટયા હતા ત્યારે તેણે રાજ્યના ત્યાગ કર્યો હતે. અશુભેચ્છાઓના ત્યાગ કર્યો વિના સત્ય શાન્તિની પ્રાપ્તિ થતી નથી. વૈરાગ્યવિના કામ, ક્રોધ, સૂર્છા, મમતા વગેરેની ઉપશાન્તિ થતી નથી. વૈરાગ્ય પ્રગટયાવિના અનાદિ કાલની મુંઝવણુ ટળતી નથી. સર્વ તી કરાએ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરીને ચારિત્ર અ ગીકાર કર્યું હતું. મધ્યે એક વર્ઝને માટે લડી મરીજાય છે. દેશ માટે યુદ્ધ કરીને લખેા કરાડા મનુષ્યો યુરોપીય મહા યુદ્ધમાં મરે છે. માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટે તા . એવાં કરાડે! મનુષ્યનાં યુદ્ધો ટળી જાય અને વિશ્વમાં નૈસગિક વિતથી મનુષ્યો આત્મ શાંતિ મેળવી શકે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જડ પદાર્થોંમાં બંધાઇને જેણે પરમાત્માની પ્રાપ્તિ ન કરી તે જીવતે છતે ન જીવ્યા ખરાખર છે. સંસારમાં શુક પદાર્થોમાં રાગ દ્વેષમય બનવું એ આત્માના ધર્મ નથી એમ જ્યારે આત્મા સમજે છે ત્યારે તેને સત્ય શાન્તિની પ્રાપ્તિ થાય છે.
આ વિશ્વમાં કાઇ શરીર વડે અમર રહેતુ નથી. રામ રાવણ જેવા કૈારવ પાંડવ જેવા પણ આયુષ્ય પૂર્ણ થએ શરીર ત્યાગી ચાલ્યા ગયા તે અન્યના રો! ભાર એમ જ્યારે આવશેાધાય છે ત્યારે પાપ ક્રમાંથી પાછા હડવાનું થાય છે, વૈરાગ્ય વિના પાપ કર્મોથી પાછા ડાતુ નથી. રામના નીરા બાદશાહને વૈરાગ્ય ન હેાતે તેથી તેણે મનુષ્યેાનાં સંહારમાં પ્રવૃત્તિ કરી હતી. દુનિયામાં જ્યારે જ્યારે અત્યંત
For Private And Personal Use Only