________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયા વિના રહેતી નથી. યુરોપના અને એશિયા ખંડના પૂર્વના ઐતિહાસિક ગ્રન્થો વાંચો અને તેમાં જે જે રાજાઓએ અનીતિ કરી તેનું સ્વરૂપ વિચારે એટલે અનીતિથી કેવી પડતી થાય છે તેને ખ્યાલ આવશે. અનીતિથી રાજાઓના રાજય ઉખડી ગયાં. અનીતિથી મિયાં ચોરે મુઠે અને અહલા ચોરે ઉટે એવું બન્યા વિના રહેતું નથી. રૂશિયાના હાલના ઝારે લેકેપર અનીતિ ગુજારી તેથી તે રાજયપદભ્રષ્ટ છે. આ ઉપરથી મનુષ્યએ સમજવું કે અનીતિથી કેઇનું શ્રેય થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. આર્યાવર્તન ઘણું રાજ અનીતિથી નષ્ટ થઈ ગયાં. સત્તા, વિદ્યા, લક્ષ્મી, રાજય કાર્યબળને અનીતિમાં વાપરવાથી અન્ય જીવોનું અશુભ થાય છે, માટે મનુષ્યએ કઈ વખત અનીતિ તરફ લક્ષ્ય પણ ન દેવું જોઈએ. રાજાઓએ પક્ષપાત કરીને અનીતિથી મનુષ્યોને દુઃખી ન કરવા જોઈએ નીતિના કાયદાઓથી વિરૂદ્ધ અનીતિથી વ્યાપાર રાજ્યઆદિ કરવામાં મહાપા૫ સમાયેલું છે અને તેનું પરભવમાં પાપકલ દુઃખરૂપ મળ્યા વિના રહેવાનું નથી. મનુષ્યોએ કાઈ પણ જીવને અનીતિથી સતાવે ન જોઈએ. મેટા રાવણ સરખા રાજાઓ પણ અનીતિથી દુઃખી થઈ મરણ પામ્યા. પાસિફીક સમુદ્રમાં પૂર્વે આર્યલેને એક મેટે દેશ હતો, પણ તે દેશમાં મનુબ્બાએ ઘણું અનીતિ સેવી, તેથી તે દેશ સમુદ્રમાં ડુબી ગયે. દુષ્કાલ, મહામારી, ધરતીકંપ, જવાલામુખી પર્વત ફાટવા વગેરે અનીતિમય પાપ કર્મોનું ફલ છે. મનુષ્યોએ સાત્વિગુણુ બનવું જોઈએ. સર્વ દેશના મનુષ્યએ પરસ્પર ભિન્ન દેશપર અનીતિ ન ગુજારવી જોઈએ, નીતિમાં પ્રભુને વાસ છે. અને અનીતિમાં શયતાનને વાસ છે, માટે મનુષ્યોએ પ્રમાદી બની અનીતિ કરી શયતાન મુખમાં કાળના કાળીયા ન બનવું જોઈએ. આ જમાનામાં સુધરેલા તરીકે ગણાતા મનુષ્યોમાં અનીતિને વિશેષ પ્રચાર છે. બાહ્ય વિદ્યાની સાથે કામ, ક્રોધ, ઈર્ષા, લોભ, વિશ્વાસઘાત, પ્રપંચ, દગાબાજી, અપ્રમાણ્ય, પ્રતિજ્ઞાભ્રષ્ટતા, વગેરે દુર્ગણે વધે છે. માટે ધાર્મિક જ્ઞાનની સદગુરૂ પાસે કેળવણી લેઈ અનીતિને ત્યાગ કરવું જોઈએ એમ અમોએ ભજનના પદોમાં ઘણે સ્થાને જણાવ્યું છે. ઉપર પ્રમાણે નીતિ અને અનીતિ સંબંધે ભજન દ્વારા ઉદ્દગાર કાઢીને વિશ્વજનોને શિક્ષણ આપ્યું છે. એમ અવબોધાવીને જણાવવાનું કે નીતિદ્વારા પ્રામાણ્ય પ્રાપ્ત કરીને ગુરૂશિષ્ય વ્યવહારની શુદ્ધતા પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવું જોઈએ, પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મ જ્ઞાન, ભકિત, સેવા, ઉપાસના, ગુરૂશ્રદ્ધા, નીતિ વગેરેની ભજનમાં, પદોમાં આવસક્તા પ્રદર્શાવી છે. પ્રસંગોપાત ગૃહીઓને યેગ્ય દેશસેવામાં પડ્યો પણ રચાય
For Private And Personal Use Only