________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાવરણીયાદિ કર્મની પરંપરા વધારીને સંસારમાં અનેક અવતારે રહે છે એમાં આશ્ચર્ય નથી. અધ્યાત્મજ્ઞાન પારા જેવું છે, પરંતુ તેની માત્રા કરવામાં આવે અને તેના અધિકારીઓ વિધિ પ્રમાણે વાપરે છે તો તેથી તેઓની આત્મશક્તિમાં વૃદ્ધિ થાય છે, પરંતુ અનધિકારીઓને તે તે અનુપયોગી છે. જે મનુ
ગો આસનભવ્ય છે અને ગુરૂના પૂર્ણ શ્રદ્ધાલુ, ગુરૂના વિચારોના અને આચારેની મૂર્તિયોરૂપ છે. ગુરૂના ઉપદેશના આશયોને પરિપૂર્ણ ભણનારા છે તેઓ ગુરૂના આધ્યાત્મિક જ્ઞાનના આશયોને ગ્રહણ કરીને આત્માને સભ્યપણે દેખી શકે છે. પરંતુ નાસ્તિક નગરા તો તેની ગંધ પણ પ્રાપ્ત કરવા શકિતમાન થતા નથી.
શ્રી આનંદઘન પદભાવાર્થ સંગ્રહમાં અમોએ અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા સંબંધી ઘણું લખ્યું છે તેથી તેનું અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રીમદ્ આનંદઘનની શૈલીને અનુસરીને આત્માને પુરૂષનું રૂપક આપીને તથા જ્ઞાનપારણુતિ-દર્શન પરિણતિ-સુમતિ અનુભવ દષ્ટિ ચેતના દૃષ્ટિ વગેરેને સ્ત્રીનાં રૂપકે આપીને પરસ્પર પાત્રોને વાર્તાલાપ વગેરે દર્શાવ્યો છે તે વાચકેના ખ્યાલમાં આવશે. આત્માને કૃષ્ણ, મહાદેવ, વિષ્ણુ, બ્રહ્મા, રામ વગેરે નામ આપવામાં આવ્યાં છે અને આત્માની જ્ઞાનપરિણતિ-આનંરમણતા પરિણતિ વગેરેને રાધા-સીતા-પાર્વતિ-સરસ્વતી વગેરે રૂપકે આપીને આ ગ્રંથમાં અનેક ઠેકાણે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આધ્યાત્મદષ્ટિએ અમોએ ભજનસંગ્રહના પહેલા ભાગથી તે આઠ ભાગ પર્યત અધ્યાત્મ વિષયમાં તેવાં પાત્રોનાં રૂપકાથી અધ્યાત્મ વિષયને વર્ણવે છે. અધ્યાત્મ પાત્રમાં આત્મા અને તેની સ્ત્રી શુદ્ધ ચેતના શુદ્ધ પરિણતિ-સુમતિ વગેરેમાં જે પ્રેમ વર્ણવ્યો છે તે શુદ્ધ પ્રેમ જાણવો. બાહ્ય વિષયમાં ભટક્તી વૃત્તિને આત્મામાં સ્થિર કરવા માટે અને વિષયની વાસનારૂપ વિષનો નાશ કરવા માટે આ ત્માપર અને જ્ઞાન, દર્શન ચારિત્ર પરિણતિ પર પ્રેમ કરવાનું બતાવ્યું છે તે શુદ્ધ પ્રેમ જાણે. પરમાત્માની ભક્તિમાં શુદ્ધ પ્રેમની જરૂર છે. અશુદ્ધ પ્રેમથી અનેક કર્મો બંધાય છે અને તેથી રાશી લાખ યોનિમાં વારંવાર ભટકવું પડે છે માટે પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયોમાંથી તથા નામમાંથી તથા શરીરમાંથી રાગભાવ ટળે, દેહાધ્યાસ ટળે અને સ્વયં આત્મા બ્રહ્મ છે એમ અનુભવ થાય તે માટે આધ્યાત્મિક પાત્રોઠારા શુદ્ધ પ્રેમનું વર્ણન કરી ઉપયોગિત્વ જણાવ્યું છે. આત્માર પરિપૂર્ણ પ્રેમરૂચિ પ્રગટતાં રેચક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. દેવ,
For Private And Personal Use Only