Book Title: Bandhashataka Prakaranam Author(s): Vairagyarativijay, Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 3
________________ बन्धशतक प्रकरणम् પ્રકાશકીય અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલું કર્મશાસ્ત્ર અતિ વિસ્તૃત અને ગહન છે. કર્મ આપણા સુખદુઃખનું કારણ છે. કર્મ જ આપણા સંસારનું મૂળ છે. કર્મ આપણા આત્માને કેવી રીતે હેરાન કરે છે અને કેટલી રીતે પરેશાન કરે છે તેની સમજણ આપતા અનેક કર્મગ્રંથો પૂર્વાચાર્ય મહર્ષિઓએ રચ્યા છે. આચાર્યદેવ શ્રી શિવશર્મસૂરીશ્વરજી મહારાજાએ કર્મના બંધને આશ્રયીને પ્રકૃતિસ્થિતિ-રસ-પ્રદેશસ્વરૂપ કર્મનું નિરુપણ કરતો ‘શતક પ્રકરણ' નામનો ગ્રંથ રચ્યો છે. તે ‘બંધશતક’ના નામે પણ પ્રચલિત છે. મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મ. કૃત ટીકા, શ્રી ચક્રેશ્વરસૂરિષ્કૃત પ્રાકૃત પદ્ય ભાષ્ય સાથે આ ગ્રંથ, વર્ષો પૂર્વે પૂજ્યપાદ ગીતાર્થ સૂરિદેવ આચાર્યભગવંત શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. દ્વારા સંપાદિત થયો હતો. તેની પ્રસ્તાવના સંસ્કૃતમાં પૂજ્ય તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આલેખી હતી. (તે વખતે મુનિરાજ શ્રી રામવિજયજી મ.) આજે વરસો બાદ આ ગ્રંથ અને આ પ્રસ્તાવના નવમુદ્રણ પામી રહ્યા છે. આ યશભાગી કાર્યનો સંપૂર્ણ લાભ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મહારાજ જૈન શ્વે. મૂ. સંઘ, પારસનાથ લેન, નાસિક પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી લીધો છે તેની અમે અનુમોદના કરીએ છીએ. प्रकाशकीय ३Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 376