________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પાંચમો
જીવ-અજીવ
હીરાલાલ- મારું નામ કેટલું સારું છે? જ્ઞાનચંદ- ઓહ! બહુ સારું છે! અરે ભાઈ ! હીરો કીમતી જરૂર હોય છે, પણ છે
તો તે અજીવ જ ને? છેવટે શું તમે જીવ (ચેતન) માંથી અજીવ
બનવાનું પસંદ કરો છો? હીરાલાલ- અરે ભાઈ ! આ જીવ-અજીવ શું છે? જ્ઞાનચંદ- જીવ! જીવને નથી જાણતા? તમે જીવ તો છો. જે જ્ઞાતા દ્રષ્ટા છે, તે જ
જીવ છે, જે જાણે છે, જેમાં જ્ઞાન છે તે જ જીવ છે. હીરાલાલ અને અજીવ? જ્ઞાનચંદ- જેમાં જ્ઞાન નથી, જે જાણી નથી શક્યું તે જ અજીવ છે. જેવી રીતે તમે
અને હું જાણીએ છીએ તેથી આપણે જીવ છીએ. હીરો, સોનું, ચાંદી,
ટેબલ, ખુરશી એ બધાં જાણતા નથી તેથી તે અજીવ છે. હીરાલાલ- જીવ-અજીવની બીજી ઓળખાણ શું છે?
૧૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com