Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી ટોડરમલ ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૫] બાલબોધ પાઠમાળા ભાગ ૧
(શ્રી વીતરાગ વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારિત)
અનાજ
લેખક-સમ્પાદક :
પં. હુકમચન્દ ભારિલ્લા શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ., સાહિત્યરત્ન સંયુક્ત મંત્રી, શ્રી ટોડરમલ સ્મારક ભવન, જયપુર.
ગુજરાતી અનુવાદક :
બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી., રાષ્ટ્રભાષા રત્ન.
પ્રકાશક : મંત્રી, શ્રી ટોડરમલ સ્મારક ભવન એ-૪, બાપૂનગર, જયપુર-૪ (રાજ.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been donated to mark the 15th svargvaas anniversary (28 September 2004) of our mother, Laxmiben Premchand Shah, by Rajesh and Jyoti Shah, London, who have paid for it to be "electronised" and made available on the Internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of BalbodhPathmala - Part 1 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Changes
Version Date Number
OO1 | 22 Sept 2004
First electronic version. Error corrections made: Errors in Original Physical Electronic Version Version
Corrections Page 2, Line 3: els
હોઈ Page 5, Line 1: ouşorul
બાહુબલી Page 7,Line 5: વિમળ
વિમળ Page 7, last line: cesta તીર્થકરો Page 7, Line 5: ણમો અરિહંતાણું | મો અરહંતાણે Page 9,Line 12: નડમોસ્તુ નમોડસ્તુ | Page 10, Line 1O: જનશ
જિનશ Page 10, Line 12: જાઈએ
જોઈએ Page 12, Line 4: 3474$
અનુભવ | Page 13, Line 1O: ક્ષાનચંદ
જ્ઞાનચંદ Page 18, Line 1: 421 Page 21, Line 8: $
પુત્રી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વાધિકાર સુર “ર્મ જ્ઞાનાનંદ સ્વભાવી હૂ”
પ્રથમ બાર આવૃત્તિ (હિન્દી) ૧,૨૫,000 તેરમી આવૃત્તિ (હિન્દી) ૧૦,૦૦૦ (૧૯૮૪) પ્રથમવૃત્તિ (ગુજરાતી) ૫,૦૦૦ (૧૯૭૧) દ્વિતીયાવૃત્તિ (ગુજરાતી) ૫,૦૦૦ (૧૯૭૪) તૃતીયાવૃત્તિ (ગુજરાતી) ૩,૦૦૦ (૧૯૮૫)
મુદ્રક : મનીષ કલ્યાણ ભાઇ શ્રોફ એન. કે. પ્રિન્ટર્સ, મીરઝાપુર, દીનબાઇ ટાવર પાસે, અમદાવાદ. ફોન : ૩૯૩૧૦૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય-સુચી
| પૃષ્ઠક
પાઠનું નામ સમો કાર મંત્ર ચાર મંગળ તીર્થકર ભગવાન દેવ દર્શન
જીવ-અજીવ
દિનચર્યા ભગવાન આદિનાથ || મેરા ધામ
૮.
|
૨૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પહેલો
સમોકાર મંત્ર
ણમો અરહંતાણં, સમો સિદ્ધાણં, સમો આઇરિયાણું, ણમો ઉવક્ઝાયાણં, સમો લોએ સવ્વ સાહૂણં
લોકમાં સર્વ અરહંતોને નમસ્કાર હો, સર્વ સિદ્ધોને નમસ્કાર હો, સર્વ આચાર્યોને નમસ્કાર હો, સર્વ ઉપાધ્યાયોને નમસ્કાર હો અને સર્વ સાધુઓને નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમોકાર મંત્રનો મહિમા એસો પંચણમો યારો, સવ્વપાવપણાસણો; મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હોઈ મંગલમ્.
આ પંચ નમસ્કાર મંત્ર સર્વ પાપોનો નાશ કરનાર છે, અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. આ મંત્ર મોહ-રાગ-દ્વેષનો અભાવ કરનાર અને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવનાર
અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે “પરમેષ્ઠી” કહેવાય છે. જે જીવ આ પાંચ પરમેષ્ઠીઓને ઓળખીને, તેમના બતાવેલા માર્ગે ચાલે છે તેને સાચું સુખ મળે છે.
પ્રશ્ન
૧. ણમો કાર મંત્ર શુદ્ધ બોલો અને લખો. ૨. આ મંત્રમાં કોને નમસ્કાર કરવામાં આવ્યા? ૩. આ મંત્રના સ્મરણથી શું લાભ છે? ૪. પાંચ પરમેષ્ઠીનાં નામ બતાવો. ૫. સાચું સુખ કેવી રીતે મળે છે ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ બીજો
ચાર મંગળ
ચત્તારિ મંગલ-અરહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલિપષ્ણત્તો ધમ્મો મંગલ.
ચત્તારિ લોગુત્તમા-અરહંતા લાગુત્તમાં, સિદ્ધા લોગત્તમા, સાહૂ લાગુત્તમાં, કેવલિપષ્ણત્તો ધમ્મો લાગુત્તમા.
ચત્તારિ સરણે પધ્વજ્જામિ-અરહંતે સરણે પધ્વજ્જામિ, સિદ્ધ સરણે પધ્વજ્જામિ, સાહૂ સરણે પધ્વજામિ, કેવલિપણાં ધર્મો સરણ પધ્વજ્જામિ.
લોકમાં ચાર મંગળ છે. અરહંત ભગવાન મંગળ છે, સિદ્ધ ભગવાન મંગળ છે, સાધુ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) મંગળ છે તથા કેવળી ભગવાને બતાવેલ વીતરાગ ધર્મ મંગળ છે.
જે રાગ-દ્વેષ-મોહરૂપી પાપને ગાળે અને સાચું સુખ ઉત્પન્ન કરે, તેને મંગળ કહે છે. અરહંતાદિક સ્વયંમંગળમય છે. અને તેમના પ્રત્યે ભક્તિભાવ થવાથી પરમ મંગળ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકમાં ચાર ઉત્તમ છે. અરહંત ભગવાન ઉત્તમ છે, સિદ્ધ ભગવાન ઉત્તમ છે, સાધુ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ) ઉત્તમ છે તથા કેવળી ભગવાને બતાવેલ વીતરાગ ધર્મ ઉત્તમ છે.
લોકમાં જે સૌથી મહાન હોય તેને ઉત્તમ કહે છે. લોકમાં આ ચારેય સૌથી મહાન છે, તેથી ઉત્તમ છે.
હું ચારેયના શરણે જાઉ છું. અરહંત ભગવાનના શરણે જાઉ છું, સિદ્ધ ભગવાનના શરણે જાઉ છું, સાધુ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ) ના શરણે જાઉ છું અને કેવળી ભગવાને બતાવેલ વીતરાગ ધર્મના શરણે જાઉ છું.
શરણ આધારને કહેવામાં આવે છે. પંચ પરમેષ્ઠીએ બતાવેલ માર્ગે ચાલીને પોતાના આત્માનું શરણ લેવું તે જ પંચ પરમેષ્ઠીનું શરણ છે.
જે વ્યક્તિ પંચ પરમેષ્ઠીનું શરણ લે છે તેનું કલ્યાણ થાય છે. અર્થાત્ દુઃખ (ભવભ્રમણ) મટી જાય છે.
પ્રશ્ન
૧. મંગળ, ઉત્તમ અને શરણ શબ્દનો અર્થ સમજાવો. ૨. આપણે કોનું શરણ લેવું જોઈએ? ૩. આત્માનું હિત કઈ વાતમાં છે? ૪. ચત્તારિ મંગલ આદિ પાઠ શુદ્ધરૂપે લખો અથવા બોલો. ૫. “પંચ પરમેષ્ઠીનું શરણ” નો શું અર્થ છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ત્રીજો
તીર્થકર ભગવાન
વિધાર્થી– ગુરુજી ! શું બાહુબલી ભગવાન નથી ? શિક્ષક- કેમ નથી ? વિદ્યાર્થી- ચોવીસ ભગવાનમાં તો તેમનું નામ આવતું જ નથી. શિક્ષક- ચોવીસ તો તીર્થકર હોય છે. જે વીતરાગ અને સર્વજ્ઞ છે તે બધા
ભગવાન છે. અરહંત પરમેષ્ઠી અને સિદ્ધ પરમેષ્ઠી ભગવાન જ છે ને.
વિદ્યાર્થી- શું તીર્થકર ભગવાન નથી હોતા?
શિક્ષક- તીર્થકર તો ભગવાન હોય જ છે, પણ સાથો સાથ જે તીર્થકર ન હોય
પણ વીતરાગ અને પૂર્ણજ્ઞાની હોય, તે અરહંત અને સિદ્ધ પણ ભગવાન
વિધાર્થી- તો તીર્થકર કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શિક્ષક- જે ધર્મતીર્થ (મુક્તિના માર્ગ) નો ઉપદેશ આપે છે, સમવસરણ આદિ
વૈભવથી યુક્ત હોય છે અને જેમને તીર્થકર નામકર્મ નામના મહાપુણ્યનો
ઉદય હોય છે. તેમને તીર્થકર કહે છે. તે ચોવીસ હોય છે. વિધાર્થી- કૃપા કરીને ચોવીસેયનાં નામ બતાવો. શિક્ષક૧. ઋષભદેવ (આદિનાથ) ૧૩. વિમળનાથ ૨. અજિતનાથ
૧૪. અનંતનાથ ૩. સંભવનાથ
૧૫. ધર્મનાથ ૪. અભિનંદન
૧૬. શાન્તિનાથ ૫. સુમતિનાથ
૧૭. કુન્થનાથ પદ્મપ્રભ
૧૮. અરનાથ ૭. સુપાર્શ્વનાથ
૧૯. મલ્લિનાથ ચન્દ્રપ્રભ
૨૦. મુનિસુવ્રત ૯. પુષ્પદંત (સુવિધિનાથ) ૨૧. નમિનાથ શીતળનાથ
૨૨. નેમિનાથ ૧૧. શ્રેયાંસનાથ
૨૩. પાર્શ્વનાથ ૧૨. વાસુપૂજય
૨૪. મહાવીર વદ્ધમાન, વીર,
અતિવીર, સન્મતિ) વિદ્યાર્થી- એમને તો યાદ રાખવા કઠણ છે. શિક્ષક – કઠણ નથી. હું તમને એક કાવ્ય સંભળાવું છું, તે યાદ કરી લેજો, પછી
યાદ રાખવામાં સરળતા પડશે.
wi o j jo ģ
5
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
છંદ
૧
૨
૩
૪
ઋષભ અજિત સંભવ અભિનંદન,
પ્રશ્ન
૫
૬
૭
સુમતિ પદમ સુપાર્શ્વ જિનરાય;
८
૯
૧૦
૧૧
ચન્દ્ર પુહુપ શીતળ શ્રેયાંસ જિન,
૧૨
વાસુપૂજ્ય પૂજિત સુરરાય.
૧૩ ૧૪
૧૫
વિમળ અનંત ધર્મ જસ ઉજ્જવલ,
૧૬ ૧૭ ૧૮ ૧૯
શાન્તિ કુંથુ અર મલ્લિ મનાય;
૨૦
૨૧
૨૨ ૨૩
મુનિસુવ્રત ન િમ નેમિ પાર્શ્વ પ્રભુ,
૨૪
વર્ધમાન પદ પુષ્પ ચઢાય.
વિદ્યાર્થી- એમને જાણવાથી શું લાભ થાય ?
શિક્ષક– એમનો ઉપદેશ સમજીને તે પ્રમાણે ચાલવાથી આપણે બધાય ભગવાન
બની શકીએ છીએ.
ભગવાન કોને કહે છે?
તીર્થંકર કોને કહે છે?
૧.
૨.
૩.
તીર્થંકર અને ભગવાનમાં શો તફાવત છે? શું દરેક ભગવાન તીર્થંકર હોય છે?
૪. તીર્થંકર કેટલા હોય છે? નામ સહિત બતાવો.
૫. શું ભગવાન પણ ચોવીસ જ હોય છે?
૬. પહેલા, પાંચમા, આઠમા, તેરમા, સોળમા, વીસમા, બાવીસમા અને ચોવીસમા તીર્થંકરના નામ બતાવો.
૭. એકથી વધારે નામ કયા કયા તીર્થંકરોનાં છે? નામ સહિત બતાવો.
૧-૨૪ ચોવીસ તીર્થંકરોનાં નામ.
૭
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ચોથો
દેવદર્શન
દિનેશ- જિનેશ ! એ જિનેશ !! કયાં જાવ છો? જિનેશ- મન્દિરજી. દિનેશ- કેમ? જિનેશ- જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા. દિનેશ- સારું, હું પણ આવું છું. જિનેશ- તમારે આવવું હોય તો આવો, પણ પહેલાં આ ચામડાનો પટ્ટો ઘેર
મૂકીને આવો. તમને ખબર નથી કે મંદિરમાં ચામડાની બનેલી વસ્તુઓ
લઈને ન જવું જોઈએ. દિનેશ- સારું, ભાઈ, હું હમણાં મૂકીને આવું છું.
(બન્ને મંદિર પહોંચે છે) જિનેશ- અરે ભાઈ ! કયાં ચાલ્યા જાવ છો? જોડા તો અહીં કાઢી નાખો. મંદિરમાં
ચંપલ કે જોડા પહેરીને ન જવાય. લાગે છે કે પહેલાં તમે કદી મંદિર
આવ્યા જ નથી. તેથી જ દર્શન કરવાની રીત પણ જાણતા નથી. દિનેશ- હા ભાઈ, નથી જાણતો, હવે તમે બતાવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિનેશ- સાંભળો, મંદિરના દરવાજા પર પાણી રાખવામાં આવે છે. આપણે સૌથી
પહેલાં ચંપલ, જડા કાઢીને, પાણીથી હાથ-પગ ધોઈને પછી ભગવાનનો જયજયકાર કરતા અને ત્રણ વાર નિ:સહિ, નિઃસહિ, નિઃસહિ બોલતાં
મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. દિનેશ- નિઃસહિનો શું અર્થ થાય છે? જિનેશ- નિઃસહિનો અર્થ છે સર્વ સાંસારિક કાર્યોનો નિષેધ. સારાંશ એ છે કે
સંસારના સર્વ કાર્યોની ચિંતા છોડીને મંદિરમાં પ્રવેશ કરવો. દિનેશ- ત્યાર પછી ? જિનેશ- ત્યાર પછી ભગવાનની વેદી સામે ૩ૐ જય, જય, જય, નમોડસ્તુ,
નમોડસ્તુ, નમોડસ્તુ, ણમો અરહંતાણે આદિ ણમોકારમંત્ર અને ચત્તારિ મંગલ આદિ મંગળપાઠ બોલીને જિનેન્દ્ર ભગવાનને અષ્ટાંગ નમસ્કાર
/
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કરવા, ત્યાર પછી મન એકાગ્ર કરી ભગવાનની સ્તુતિ બોલીને ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યાર પછી ફરીથી ભગવાનને નમસ્કાર કરી
નવ વાર મોકાર મંત્ર બોલી કાયોત્સર્ગ કરવો જોઈએ. દિનેશ- સારું, તો શાન્તિથી આ રીતે મન એકાગ્ર કરીને ભગવાનના દર્શન કરવા
જોઈએ. વળી..? જિનેશ- વળી શું? ત્યાર પછી શાન્તિથી બેસીને ઓછામાં ઓછો અર્ધા કલાક
શાસ્ત્ર વાંચવું જોઈએ. જો મંદિરજીમાં તે વખતે પ્રવચન થતું હોય તો તે
સાંભળવું જોઈએ. દિનેશ- બસ... જિનેશ- બસ શું? શાસ્ત્રમાં જે વાંચ્યું હોય અથવા પ્રવચનમાં સાંભળ્યું હોય, તેનું
થોડી વાર બેસીને મનન કરવું જોઈએ તથા વિચારવું જોઈએ કે હું કોણ છું? ભગવાન કોણ છે? હું પોતે ભગવાન કેવી રીતે બની શકું? વગેરે,
વગેરે.. દિનેશ- આ બધાથી શો લાભ થાય? જિનેશ- એનાથી આત્મામાં શાન્તિ મળે છે, પરિણામોમાં નિર્મળતા આવે છે.
મંદિરમાં આત્માની ચર્ચા થાય છે. તેથી જો આપણે આત્માને સમજીને
તેમાં લીન થઈ જઈએ તો પરમાત્મા બની શકીએ. પ્રશ્ન
૧. દેવદર્શનની વિધિ તમારા શબ્દોમાં લખો. ૨. મંદિરમાં કેવી રીતે અને શા માટે જવું જોઈએ? ૩. મંદિરમાં કઈ કઈ વસ્તુ ન લઈ જવી જોઈએ? ૪. દેવદર્શન કરતી વખતે શું બોલવું જોઈએ? ૫. મંદિરમાં શું શું કરવું જોઈએ?
૧૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પાંચમો
જીવ-અજીવ
હીરાલાલ- મારું નામ કેટલું સારું છે? જ્ઞાનચંદ- ઓહ! બહુ સારું છે! અરે ભાઈ ! હીરો કીમતી જરૂર હોય છે, પણ છે
તો તે અજીવ જ ને? છેવટે શું તમે જીવ (ચેતન) માંથી અજીવ
બનવાનું પસંદ કરો છો? હીરાલાલ- અરે ભાઈ ! આ જીવ-અજીવ શું છે? જ્ઞાનચંદ- જીવ! જીવને નથી જાણતા? તમે જીવ તો છો. જે જ્ઞાતા દ્રષ્ટા છે, તે જ
જીવ છે, જે જાણે છે, જેમાં જ્ઞાન છે તે જ જીવ છે. હીરાલાલ અને અજીવ? જ્ઞાનચંદ- જેમાં જ્ઞાન નથી, જે જાણી નથી શક્યું તે જ અજીવ છે. જેવી રીતે તમે
અને હું જાણીએ છીએ તેથી આપણે જીવ છીએ. હીરો, સોનું, ચાંદી,
ટેબલ, ખુરશી એ બધાં જાણતા નથી તેથી તે અજીવ છે. હીરાલાલ- જીવ-અજીવની બીજી ઓળખાણ શું છે?
૧૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનચંદ- જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, અજીવમાં સુખ દુઃખ
હોતાં નથી. હું અને તમે સુખ-દુ:ખનો અનુભવ કરીએ છીએ તેથી આપણે જીવ છીએ. ટેબલ, ખુરશી સુખદુઃખનો અનુભવ કરતાં નથી તેથી તે અજીવ છે.
આ (ટેબલ અને શરીર) અજીવ છે. હીરાલાલ- આંખો જુએ છે, કાન સાંભળે છે, શરીરમાં સુખ-દુઃખ થાય છે. તો
આપણું શરીર તો જીવ છે ને? જ્ઞાનચંદ- ના, ભાઈ ! આંખો ઓછી જ જુએ છે? કાન ઓછા જ સાંભળે છે?
જોનાર અને સાંભળનાર એમનાથી જુદો કોઈ જીવ (આત્મા) છે. જો આંખ દેખતી હોય અને કાન સાંભળતા હોય તો મડદા (મરેલ શરીર) ને પણ દેખાવું-સંભળાવું જોઈએ. માટે તો કહ્યું છે કે શરીર અજીવ છે
અને આંખ, કાન આદિ શરીરના જ ભાગ છે, તેથી તે પણ અજીવ છે. હીરાલાલ- ઠીક, ભાઈ જ્ઞાનચંદ,
હવે હું સમજી ગયો કે :હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી.
હું જીવ છું,
૧૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હું જાણું છું,
શરીર કાંઈ જાણતું નથી. જ્ઞાનચંદન સમજી ગયા હોય તો બતાવો કે હાથી જીવ છે કે અજીવ ? હીરાલાલ- જેમ આપણું શરીર અજીવ છે, તેમ જ હાથી આદિ બધા જીવોનું શરીર
પણ અજીવ છે, પણ તેમનો આત્મા તો જીવ જ છે.
એ સમજી તો લીધું, પણ એ જાણવાથી લાભ શું છે? એ પણ
બતાવો ને? જ્ઞાનચંદ- એ જાણ્યા વિના આત્માની સાચી ઓળખાણ થઈ શકતી નથી અને
આત્માની ઓળખાણ વિના સાચું સુખ મળી શકતું નથી, તથા આપણે સુખી થવું છે તેથી એનું જ્ઞાન કરવું પણ આવશ્યક છે.
જીવ-અજીવનું જ્ઞાન કરીને આપણે પોતે ભગવાન બની શકીએ છીએ.
પ્રશ્ન
૧. જીવ કોને કહે છે? ૨. અજીવ કોને કહે છે? ૩. નીચે લખેલી વસ્તુઓમાં જીવ-અજીવની ઓળખાણ કરો :-હાથી, તમે,
ખુરશી, મકાન, રેલ, કાન, આંખ, રોટલી, એરોપ્લેન, હવા, આગ. ૪. જીવ-અજીવની ઓળખાણથી શું લાભ છે?
૧૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ છઠ્ઠો
દિનચર્યા
શિક્ષક- બાળકો! આજે હું તમારા નખ અને દાંત જોઈશ. ઠીક, બોલો રમેશ, તમે
કેટલા દિવસથી ન્હાયા નથી ? રમેશ- જી, હું તો રોજ ન્હાઉ છું. શિક્ષક- દરરોજ ન્હાનારના હાથ-પગ આટલા ગંદા હોય નહિ. તમે રોજ ન્હાતા
હશો એ ખરું, પણ માથા ઉપર બે કળશા પાણી રેડી દેવું એ જ સ્નાન નથી. આપણે સારી રીતે ચોળીને ન્હાવું જોઈએ.
એવી જ રીતે આપણે આપણા દાંત સાફ કરવા માટે દરરોજ સવારે દાતણ અથવા મંજન કરવું જોઈએ. જે બાળકો મંજન કરતા નથી તેમના મોઢામાંથી ખરાબ વાસ આવે છે, તેમનાં દાંત નબળા પડી જાય છે.
સુરેશ- ગુરુજી! હું તો સાંજે ન્હાઉ છું. શિક્ષક- ના, આપણે દરેક કામ વખતસર કરવું જોઈએ તો જ ઠીક કહેવાય.
આપણે દરરોજનો કાર્યક્રમ બનાવી લેવો જોઈએ અને પછી તે પ્રમાણે પોતાનું દૈનિક કાર્ય પૂરું કરવું જોઈએ.
૧૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રમેશ- ગુરુજી! અમારો રોજનો કાર્યક્રમ આપ જ બનાવી આપો. અમે આજથી
તે પ્રમાણે જ કાર્ય કરશું. શિક્ષક- પ્રત્યેક બાળકે સૂર્ય ઊગ્યા પહેલાં ઊઠી જવું જોઈએ. સૌથી પહેલાં નવ
વાર ણમોકાર મંત્રનો જાપ કરવો, પછી થોડીવાર આત્માના સ્વરૂપનો
વિચાર કરીને મનને શુદ્ધ કરવું. સુરેશ- શું મન પણ અશુદ્ધ થાય છે? શિક્ષક- હા, ભાઈ ! જેવી રીતે બાહ્ય અશુદ્ધિ આપણું શરીર અશુદ્ધ કરે છે, તેવી
જ રીતે રાગ-દ્વેષ-મોટું આદિ વિકારી ભાવોથી આપણું મન (આત્મા) અશુદ્ધ થાય છે. જેવી રીતે સ્નાન મંજન આદિથી આપણું શરીર સાફ થાય છે. તેવી જ રીતે આત્મા અને પરમાત્માના ચિંતનથી આપણું મન (આત્મા) પવિત્ર થાય છે.
રમેશ- શિક્ષક
આપણે અંદરની અને બહારની બંનેની પવિત્રતા તરફ ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી ! ત્યાર પછી શૌચ, દાતણ આદિથી નિવૃત્ત થઈને સ્નાન કરવું તથા શુદ્ધ ધોયેલાં કપડાં પહેરીને મંદિરજીમાં દેવદર્શન કરવા જવું જોઈએ.
૧૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવદર્શનની વિધી તો તમને તે દિવસે સમજાવી હતી. ત્યાર પછી અલ્પાહાર (દૂધ, નાસ્તો) લઈને જો નિશાળનો કે પાઠશાળાનો સમય હોય તો ત્યાં જવું જોઈએ, નહીં તો ઘેર જ પોતે અભ્યાસ કરવો જોઈએ.
એવી જ રીતે ભોજન પણ દરરોજ સમય પ્રમાણે ૧૦-૧૧ વાગ્યે શાંતિપૂર્વક કરવું જોઈએ. સાંજે દિવસ આથમ્યા પહેલાં જ ભોજનથી નિવૃત્ત થઈ જવું એ પ્રત્યેક બાળકનું કર્તવ્ય છે. રાત્રે ભોજન કદી નહિ કરવું જોઈએ, એવી જ રીતે રાત્રે પણ જ્યાં સુધી તમારું મન ચોંટે ત્યાં સુધી ૮-૯ વાગ્યા સુધી પોતાના પાઠ યાદ કરવા જોઈએ. ત્યાર પછી આત્મા અને પરમાત્માનું સ્મરણ કરીને સ્વચ્છ પથારીમાં શાંતિથી સૂઈ જવું જોઈએ.
બધાં બાળકો-આજથી અમે આપે બતાવેલી દિનચર્યા પ્રમાણે જ ચાલશું અને શરીરની સ્વચ્છતા સાથે જ આત્માની પવિત્રતાનું પણ ધ્યાન રાખશું.
પ્રશ્ન
૧. એક સારા બાળકની દિનચર્યા કેવી હોવી જોઈએ? ૨. સવારમાં સૌથી પ્રથમ ઊઠીને આપણે શું કરવું જોઈએ? ૩. શારીરિક સ્વચ્છતા અને મનની પવિત્રતા બાબત શું સમજ્યા? ૪. શારીરિક સ્વચ્છતા માટે શું કરવું જોઈએ? ૫. મનની (આત્માની) પવિત્રતા માટે શું કરવું જોઈએ?
૧૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ સાતમો
ભગવાન આદિનાથ
પુત્રી- બા, ઘેર ચાલોને ! બા- આવું તો છું, જરા ભક્તામરનો પાઠ કરી લઉ. પુત્રી- ભક્તામર શું છે? બા- ભક્તામર સ્તોત્ર એક સ્તુતિનું નામ છે, એમાં ભગવાન આદિનાથની
સ્તુતિ (ભક્તિ) કરવામાં આવી છે. પુત્રી- બા, જેમની સ્તુતિ હજારો માણસો દરરોજ કરે છે તે આદિનાથ કોણ હતા? બા- તેઓ ભગવાન હતા. તેઓ દુનિયાની બધી વાતો જાણતા હતા અને
તેમના રાગ-દ્વેષ-મોહ નષ્ટ થઈ ગયા હતા તેથી તેઓ પરમ સુખી હતા.
૧૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુત્રી- શું તેઓ જન્મથી જ વીતરાગ સર્વજ્ઞ હતા? તેમનો જન્મ કયાં થયો હતો?
બા-
ના, બેટી, તેમણે વીતરાગતા અને સર્વશતા પુરુષાર્થથી પ્રાપ્ત કરી હતી. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં ત્યાંના રાજા નાભિરાયની રાણી મરુદેવીની કુખે થયો હતો.
પુત્રી- તેઓ રાજકુમાર હતા, શું તેમણે રાજ્ય ન કર્યું?
બા- રાજ્ય કર્યું અને લગ્ન પણ કર્યા હતા. તેમના લગ્ન બે વાર થયા હતા.
પહેલી પત્નીનું નામ નંદા હતું, તેનાથી ભરત ચક્રવર્તી વગેરે સો પુત્રો અને બ્રાહ્મી નામની એક પુત્રી જન્મી હતી. બીજી પત્નીનું નામ સુનંદા હતું, તેનાથી બાહુબલી નામના પુત્ર અને સુન્દરી નામની પુત્રી જન્મી હતી.
પુત્રી- તો શું ભરત ચક્રવર્તી અને બાહુબલી આદિનાથ ભગવાનના જ પુત્રો
હતા ?
બા- ભગવાન તો તેઓ પાછળથી થયા. તે વખતે તેમનું નામ રાજા ઋષભદેવ
હતું. તેઓ પ્રથમ તીર્થંકર ભગવાન હોવાથી લોકો તેમને આદિનાથ પણ કહેવા લાગ્યા.
એક દિવસ રાજા ઋષભદેવ પોતાની સભામાં બેસીને નીલાંજનાનું નૃત્ય જોઈ રહ્યા હતા. નૃત્યની વચમાં જ નીલાંજનાનું મૃત્યુ થઈ ગયું. એ જોઈને તેમને સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો અને રાજપાટ વગેરે બધાનો રાગ છોડીને દિગંબર મુનિ થઈ ગયા. છ મહિના સુધી તો આત્મધ્યાનમાં લીન રહ્યા. ત્યાર પછી છ મહિના સુધી વિધિ પૂર્વક આહાર મળ્યો નહિ.
૧૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એક વર્ષ પછી અક્ષય ત્રીજને દિવસે ઋષભ મુનિને રાજા શ્રેયાંસને ત્યાં સર્વપ્રથમ આહાર શેરડીના રસનો મળ્યો. તે જ દિવસથી અક્ષય ત્રીજનું
પર્વ શરૂ થયું. પુત્રી- શું તેઓ મુનિ થતાં જ સર્વજ્ઞ બની ગયા હતા? બા- ના, પુત્રી તેઓ એક હજાર વર્ષ સુધી બરાબર મૌન આત્મ-સાધના કરતા
રહ્યા. એક દિવસે આત્મતલ્લીનતાની દશામાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેઓ વીતરાગ સર્વજ્ઞ ભગવાન બની ગયા.
૧૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તથા તેમનો દિવ્ય ધ્વનિ દ્વારા તત્વનો ઉપદેશ થવા લાગ્યો, જેથી ભવ્ય
જીવોને મુક્તિના માર્ગનું જ્ઞાન થયું. પુત્રી- તો શું તમે તેમની જ સ્તુતિ કરો છો? હું પણ કરતી રહીશ, શું તેઓ મને
પણ મુક્તિનો માર્ગ બતાવશે? બા- જરૂર કરતી રહેજે. તેઓ તો કેટલાક દિવસ પછી મુક્ત થઈ ગયા હતા.
અર્થાત્ ધર્મસભા (સમવસરણ) આદિ પણ છોડીને સિદ્ધ થઈ ગયા. પણ તેમણે બતાવેલો મુક્તિનો માર્ગ તો આજ સુધી પણ જ્ઞાનીઓ દ્વારા આપણને મળેલો છે અને જે એમણે બતાવેલા મોક્ષના માર્ગે ચાલે છે તેઓ જ તેમના સાચા ભક્ત છે અને તે પોતે ભગવાન પણ બની શકે છે.
પ્રશ્ન
૧. ભક્તામર સ્તોત્રમાં કોની સ્તુતિ છે? ૨. ભગવાન આદિનાથનો સંક્ષિપ્ત પરિચય આપો. ૩. અક્ષય ત્રીજના પર્વ વિશે તમે શું જાણો છો? ૪. રાજા ઋષભદેવ ભગવાન આદિનાથ કેવી રીતે બન્યા તથા તેમને આદિનાથ શા
માટે કહેવામાં આવે છે? ૫. તેમને વૈરાગ્ય કેવી રીતે થયો? ૬. શું તેમણે બતાવેલો મુક્તિનો માર્ગ આપણે પ્રાપ્ત કરી શકીએ? જો હા, તો કેવી
રીતે ?
૨) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ આઠમો મેરા ધામ શુદ્ધાતમ હૈ મેરા નામ, માત્ર જાનના મેરા કામ; મુક્તિપુરી હૈ મેરા ધામ, મિલતા જહાં પૂર્ણ વિશ્રામ, જહાં ભૂખકા નામ નહીં હૈ, જહાં પ્યાસકા નામ નહીં હૈ ખાસી ઔર જુખામ નહીં હૈ, આધિ વ્યાધિ કા નામ નહીં હૈ, સત્ શિવમ સુન્દર મેરા ધામ, શુદ્ધાતમ હૈ મેરા નામ; માત્ર જાનના મેરા કામ. 1. સ્વપર-ભેદ વિજ્ઞાન કરેંગે. નિજ આતમકા ધ્યાન ધરેંગે; રાગ-દ્વેષકા ત્યાગ કરેંગે, ચિદાનન્દ રસ પાન કરેંગે. સબ સુખદાતા મેરા ધામ, શુદ્ધાતમ હૈ મેરા નામ; માત્ર જાનના મેરા કામ. 2. 1. નિવાસ, 2. માનસિક રોગ, 3. શારીરિક રોગ, 4. સાચું, 5. કલ્યાણકારી, 6. આત્માનો આનંદ. 21 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com