________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રમેશ- ગુરુજી! અમારો રોજનો કાર્યક્રમ આપ જ બનાવી આપો. અમે આજથી
તે પ્રમાણે જ કાર્ય કરશું. શિક્ષક- પ્રત્યેક બાળકે સૂર્ય ઊગ્યા પહેલાં ઊઠી જવું જોઈએ. સૌથી પહેલાં નવ
વાર ણમોકાર મંત્રનો જાપ કરવો, પછી થોડીવાર આત્માના સ્વરૂપનો
વિચાર કરીને મનને શુદ્ધ કરવું. સુરેશ- શું મન પણ અશુદ્ધ થાય છે? શિક્ષક- હા, ભાઈ ! જેવી રીતે બાહ્ય અશુદ્ધિ આપણું શરીર અશુદ્ધ કરે છે, તેવી
જ રીતે રાગ-દ્વેષ-મોટું આદિ વિકારી ભાવોથી આપણું મન (આત્મા) અશુદ્ધ થાય છે. જેવી રીતે સ્નાન મંજન આદિથી આપણું શરીર સાફ થાય છે. તેવી જ રીતે આત્મા અને પરમાત્માના ચિંતનથી આપણું મન (આત્મા) પવિત્ર થાય છે.
રમેશ- શિક્ષક
આપણે અંદરની અને બહારની બંનેની પવિત્રતા તરફ ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી ! ત્યાર પછી શૌચ, દાતણ આદિથી નિવૃત્ત થઈને સ્નાન કરવું તથા શુદ્ધ ધોયેલાં કપડાં પહેરીને મંદિરજીમાં દેવદર્શન કરવા જવું જોઈએ.
૧૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com