________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ચોથો
દેવદર્શન
દિનેશ- જિનેશ ! એ જિનેશ !! કયાં જાવ છો? જિનેશ- મન્દિરજી. દિનેશ- કેમ? જિનેશ- જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા. દિનેશ- સારું, હું પણ આવું છું. જિનેશ- તમારે આવવું હોય તો આવો, પણ પહેલાં આ ચામડાનો પટ્ટો ઘેર
મૂકીને આવો. તમને ખબર નથી કે મંદિરમાં ચામડાની બનેલી વસ્તુઓ
લઈને ન જવું જોઈએ. દિનેશ- સારું, ભાઈ, હું હમણાં મૂકીને આવું છું.
(બન્ને મંદિર પહોંચે છે) જિનેશ- અરે ભાઈ ! કયાં ચાલ્યા જાવ છો? જોડા તો અહીં કાઢી નાખો. મંદિરમાં
ચંપલ કે જોડા પહેરીને ન જવાય. લાગે છે કે પહેલાં તમે કદી મંદિર
આવ્યા જ નથી. તેથી જ દર્શન કરવાની રીત પણ જાણતા નથી. દિનેશ- હા ભાઈ, નથી જાણતો, હવે તમે બતાવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com