________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનચંદ- જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, અજીવમાં સુખ દુઃખ
હોતાં નથી. હું અને તમે સુખ-દુ:ખનો અનુભવ કરીએ છીએ તેથી આપણે જીવ છીએ. ટેબલ, ખુરશી સુખદુઃખનો અનુભવ કરતાં નથી તેથી તે અજીવ છે.
આ (ટેબલ અને શરીર) અજીવ છે. હીરાલાલ- આંખો જુએ છે, કાન સાંભળે છે, શરીરમાં સુખ-દુઃખ થાય છે. તો
આપણું શરીર તો જીવ છે ને? જ્ઞાનચંદ- ના, ભાઈ ! આંખો ઓછી જ જુએ છે? કાન ઓછા જ સાંભળે છે?
જોનાર અને સાંભળનાર એમનાથી જુદો કોઈ જીવ (આત્મા) છે. જો આંખ દેખતી હોય અને કાન સાંભળતા હોય તો મડદા (મરેલ શરીર) ને પણ દેખાવું-સંભળાવું જોઈએ. માટે તો કહ્યું છે કે શરીર અજીવ છે
અને આંખ, કાન આદિ શરીરના જ ભાગ છે, તેથી તે પણ અજીવ છે. હીરાલાલ- ઠીક, ભાઈ જ્ઞાનચંદ,
હવે હું સમજી ગયો કે :હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી.
હું જીવ છું,
૧૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com