Book Title: Avashyak Niryukti Part 06 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit PathshalaPage 16
________________ ક્રિયાધિકાર ( પસિMાહ.સૂત્ર) ૩ परहस्तपारितापनिकी च, आद्या स्वहस्तेन परितापनं कुर्वतः, द्वितीया परहस्तेन कारयतः, गता चतुर्थी४, प्राणातिपातः-प्रतीतः, तद्विषया क्रिया प्राणातिपातक्रिया तया, असावपि द्विधास्वप्राणातिपातक्रिया परप्राणातिपातक्रिया च, तत्राऽऽद्याऽऽत्मीयप्राणातिपातं कुर्वतः, द्वितीया परप्राणातिपातमिति, तथा च कश्चिन्निर्वेदतः स्वर्गाद्यर्थं वा गिरिपतनादिना स्वप्राणातिपातं करोति, तथा क्रोधमानमायालोभमोहवशाच्च परप्राणातिपातमिति, क्रोधेनाऽऽक्रुष्टः रुष्टो वा 5 व्यापादयति, मानेन जात्यादिभि_लितः, माययाऽपकारिणं विश्वासेन, लोभेन शौकरिकः, मोहेन संसारमोचकः स्मार्तो वा याग इति, गता पञ्चमी ५ । क्रियाऽधिकाराच्च शिष्यहितायानुपात्ता अपि सूत्रे अन्या अपि विंशतिः क्रियाः प्रदर्श्यन्ते, तंजहा-आरंभिया१ परिग्गहिया२ मायावत्तिया३ मिच्छादसणवत्तिया४ अपच्चक्खाणकिरिया५ दिट्ठिया६ पुट्ठिया७ पाडुच्चिया८ सामंतोवणिवाइयाए પરહસ્તિપારિતાપનિકી. તેમાં પોતાના હાથે (=સ્વયં બીજાને કે પોતાને) દુઃખ ઉત્પન્ન કરનારને 10 પહેલી અને બીજાના હાથે દુઃખ ઉત્પન્ન કરાવનારને બીજીક્રિયા જાણવી. ચોથી ક્રિયા પૂર્ણ થઈ. પ્રાણાતિપાતક્રિયા : પ્રાણાતિપાત શબ્દનો અર્થ સ્પષ્ટ જ છે. તદ્વિષયક જે ક્રિયા તે પ્રાણાતિપાતક્રિયા. આ પણ બે પ્રકારે – સ્વપ્રાણાતિપાત અને પરપ્રાણાતિપાતક્રિયા. તેમાં પોતાના પ્રાણોનો નાશ કરનારને પ્રથમ અને બીજાના પ્રાણોને નાશ કરનારને બીજી પરપ્રાણાતિપાતક્રિયા જાણવી. જેમ કે, કોઈ જીવ સંસારમાં કંટાળવાથી અથવા સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે પર્વત ઉપરથી 15 પડવા વિગેરે દ્વારા પોતાના પ્રાણોનો નાશ કરે છે. તથા કોઈ જીવ ક્રોધ, માન, માયા, લોભ અને મોહને વશ થઈને બીજાના પ્રાણોનો નાશ કરે છે. તે આ પ્રમાણે – ક્રોધથી ક્રોધિત થયેલો અથવા રોષે ભરાયેલો બીજાને મારી નાખે, માનથી–જાતિ વિગેરેથી અપમાનિત થયેલો (જેમ કે તારી તો જાતિ હલકી છે વિગેરે બોલવા દ્વારા અપમાનિત થયેલો) બીજાને મારી નાખે. માયાથી પોતાની ઉપર વિશ્વાસ ઉત્પન્ન કરાવીને અપકારીને માયાથી મારી નાખે. લોભથી–કાલસૌકરિકનામના 20 કસાઈએ પાડાઓને મારી નાખ્યા. અજ્ઞાનથી–સંસારમોચકમત (જેમ કે, આ મતના અનુયાયીઓ એવું માને છે કે અસાધ્ય એવી પીડાથી રિબાતા મનુષ્યને મારી નાખતા પીડાથી છૂટકારો થતાં મારનારને પુણ્ય બંધાય. આવી અજ્ઞાનતાને કારણે તેઓ અન્યને મારી નાખે.) અથવા સ્મૃતિનામના જૈનેતર ગ્રંથમાં કહેવાયેલ યજ્ઞ (કે જેમાં સ્વર્ગાદિ સુખો માટે બલિ આપવામાં આવે છે. આ એમનું અજ્ઞાન છે. આવી અજ્ઞાનતાને કારણે પશુઓનો વધ કરે છે.) પાંચમી ક્રિયા કહેવાઈ ગઈ. 25 અહીં ક્રિયાનું પ્રકરણ હોવાથી સૂત્રમાં નહીં કહેવાયેલી એવી પણ બીજી વીસ ક્રિયાઓ શિષ્યના હિત માટે દેખાડાય છે. તે આ પ્રમાણે – (૧) આરંભિકી, (૨) પારિગ્રહિકી, (૩) માયાપ્રત્યયિકી, (૪) મિથ્યાદર્શનપ્રત્યયિકી, (૫) અપચ્ચખ્ખાણક્રિયા, (૬) દૃષ્ટિકો, (૭) સ્મૃષ્ટિકા, (૮) પ્રાતીત્યિકી, १. तद्यथा-आरम्भिकी पारिग्रहिकी मायाप्रत्ययिकी मिथ्यादर्शनप्रत्ययिकी अप्रत्याख्यानक्रिया दृष्टिका स्पष्टिका प्रातीत्यिकी सामन्तोपनिपातिकी 30Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 442