Book Title: Avashyak Kriya Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 4
________________ ૧૬૪ જૈનધર્મને પ્રાણ ઉપગપૂર્વક કરવામાં આવતી ક્રિયા છે. આ જ કર્મ આત્માને ગુણસંપન્ન કરનારું હોવાથી એ “આવાસક” પણ કહેવાય છે. વૈદિક દર્શનમાં “આવશ્યક' ગણવામાં આવતાં કર્મો માટે “નિત્યકર્મ” શબ્દ પ્રસિદ્ધ છે. જેના દર્શનમાં “અવશ્ય કર્તવ્ય', ધ્રુવ, નિગ્રહ, વિધિ, અધ્યયનલકવર્ગ, ન્યાય, આરાધના, માગ વગેરે અનેક શબ્દો એવા છે કે જે “આવશ્યક” શબ્દના સમાનાર્થક-પર્યાય છે. છ આવશ્યકનું સ્વરૂપ સ્થૂળ દૃષ્ટિએ “આવશ્યક ક્રિયાના છ ભેદ કરવામાં આવ્યા છે? (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિકમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન, (૧) સામાયિક –રાગ અને દ્વેષને તાબે ન થતાં સમભાવમધ્યસ્થ ભાવમાં રહેવું, અર્થાત્ બધાની સાથે આત્મતુલ્ય વ્યવહાર કરે, એ સામાયિક કહેવાય છે. એના (૧) સમ્યવસામાયિક, (૨) મૃતસામાયિક અને (૩) ચારિત્રસામાયિક એ ત્રણ ભેદ છે; કારણ કે સમ્યક્ત્વથી, મૃતથી કે ચારિત્રથી જ સમભાવમાં રહી શકાય છે. અધિકારીના ભેદે ચારિત્રસામાયિકના પણ બે ભેદ છે : (૧) દેશચરિત્ર અને (૨) સર્વચારિત્ર. દેશચારિત્ર-સામાયિક ગૃહસ્થોને અને સર્વચારિત્ર-સામાયિક સાધુઓને હોય છે. સમતા, સમ્યક્ત્વ, શાંતિ, સુવિહિત વગેરે શબ્દો સામાયિકના પર્યાય છે.* (૨) ચતુર્વિશતિસ્તવ—જેઓ સર્વગુણસંપન્ન આદર્શરૂપ છે, તે વીસ તીર્થકરોની સ્તુતિરૂપ છે. આના (૧) દ્રવ્ય (૨) ભાવ, એ બે ભેદ છે. ફૂલ વગરે સાવિક વસ્તુઓ દ્વારા તીર્થકરોની પૂજા કરવી, ૧. આવશ્યકવૃત્તિ પૃ૦ પ૩. ૨. આવશ્યકનિયુક્તિ ગા૦ ૧૦૩૨. ૩. આવશ્યકનિયુક્તિ ગા) ૭૯૬. • ૪. એજન ગા૦ ૧૦૩૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11