Book Title: Avashyak Kriya Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 8
________________ ૧૬૮ જૈનધર્મને પ્રાણ મારીને કુંભારનાં વાસણેને વારંવાર ફેડી નાખીને ક્ષમા માંગનાર ક્ષુલ્લક સાધુનું દષ્ટાંત જાણીતું છે. (૫) કાર્યોત્સર્ગ–ધર્મ કે શુક્લ ધ્યાનને માટે એકાગ્ર થઈને શરીર ઉપરની મમતાનો ત્યાગ કરે, તે “કાયોત્સર્ગ–કાઉસગ. કાયોત્સર્ગ બરાબર કરી શકાય તે માટે એના દેશોને ત્યાગ કરે જોઈએ. એ ઘટક વગેરે દેષ સંક્ષેપમાં ઓગણસ છે. . કાઉસગ્ગથી દેહની અને બુદ્ધિની જડતા દૂર થાય છે અર્થાત વાત વગેરે ધાતુઓની વિષમતા દૂર થાય છે. અને બુદ્ધિની મંદતા દૂર થવાથી વિચારશક્તિને વિકાસ થાય છે. કાયોત્સર્ગથી સુખ-દુઃખતિતિસામાં–એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારના સાગમાં– સમભાવ રાખવાની શક્તિ પ્રગટે છે. ભાવના અને ધ્યાનનો અભ્યાસ કાયેત્સગથી પરિપુષ્ટ થાય છે. અતિચારનું ચિંતન પણ કાઉસગ્નમાં સારી રીતે થઈ શકે છે. આ રીતે જોતાં કાઉસગ્ગ એ બહુ મહત્વની ક્રિયા છે. કાઉસગ્ગ દરમ્યાન લેવાના શ્વાસોશ્વાસનું કાલમાન એક શ્લેકના એક ચરણના ઉચ્ચારણના કાલમાન જેટલું કહેવામાં આવે છે. () પ્રત્યાખ્યાન–ત્યાગ કરવાને “પ્રત્યાખ્યાન'–પચ્ચક્ખાણ કહે છે. બે જાતની વસ્તુઓનો ત્યાગ કરવાનું હોય છે(૧) દ્રવ્ય અને (૨) ભાવ. અન્ન, વસ્ત્ર વગેરે બાહ્ય વસ્તુઓ વ્યરૂપ છે; અને અજ્ઞાન, અસંયમ વગેરે વૈભાવિક–પુદ્ગલજન્ય આત્મપરિણામ ભાવરૂપ છે. અન્ન, વસ્ત્ર વગેર બાહ્ય વસ્તુઓનો ત્યાગ અજ્ઞાન, અસંયમ આદિને ત્યાગ કરીને ભાવત્યાગપૂર્વક અને ભાવત્યાગના ધ્યેયથી જ થવો જોઈએ. જે દ્રવ્યત્યાગ ભાવત્યાગપૂર્વક તથા ભાવત્યાગને માટે નથી કરવામાં આવતે તેથી આત્માને ગુણની પ્રાપ્તિ નથી થતી. જે પચ્ચખાણ (૧) શ્રદ્ધા, (૨) જ્ઞાન, (૩) વંદન, (૪) અનુરૂપ પાલન, (૫) અનુરૂપ સંભાષણ અને (૬) ભાવ આ છ શુદ્ધિઓ સાથે ૧. આવશ્યકનિયુક્તિ ગા૧૫૪૬-૪૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11