________________
જૈનધર્મને પ્રાણ
“આવશ્યક ક્રિયા'ની આધ્યાત્મિકતા
જે યિા આત્માના વિકાસને અનુલક્ષીને કરવામાં આવે એ જ આધ્યાત્મિક ક્રિયા છે. આત્માના વિકાસને ઉદ્દેશ એના સમ્યક્ત્વ, ચેતન, ચારિત્ર વગેરે ગુણોની ક્રમે ક્રમે શુદ્ધિ કરવાનો છે. આ કસોટીએ કસતાં એ નિશ્ચિતપણે સિદ્ધ થાય છે કે “સામાયિક વગેરે થે
આવશ્યક આધ્યાત્મિક છે; કારણ કે સામાયિકનું ફળ પાપજનક પ્રવૃત્તિની નિવૃત્તિ છે, કે જે કર્મની નિર્જરા દ્વારા આત્માના વિકાસનું નિમિત્ત બને છે. ચતુર્વિશતિસ્તવને ઉદ્દેશ ગુણાનુરાગની વૃદ્ધિ કરીને ગુણોની પ્રાપ્તિ કરવી એ છે. એ પણ કમની નિર્જરા દ્વારા આત્માના, વિકાસનું સાધન બને છે. વંદનક્રિયાથી વિનયની પ્રાપ્તિ થાય છે, માનને નાશ થાય છે, ગુરુજનોની પૂજા-ભક્તિ થાય છે, તીર્થકરોની આજ્ઞાનું પાલન થાય છે, અને સુતધર્મની આરાધના થાય છે, જે આત્માના ક્રમિક વિકાસ દ્વારા મોક્ષનાં નિમિત્ત બને છે. વંદન કરનારાઓને નમ્રતાને લીધે શાસ્ત્રશ્રવણને લાભ મળે છે. શાસ્ત્રશ્રવણથી અનુક્રમે જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાઢવ, તપ, કર્મનાશ, અક્રિયા-અયોગ [-મન-વચન-કાયાની પ્રવૃત્તિનો અભાવ ] અને મોક્ષ-એ ફળ મળે છે. એટલા માટે વંદનક્રિયા આત્માના વિકાસનું અસંદિગ્ધ નિમિત્ત છે. ખરી રીતે આત્મા પૂર્ણ શુદ્ધ અને પૂર્ણ બળવાન છે, પણ જુદી જુદી વાસનાઓના અનાદિ પ્રવાહમાં પડવાને લીધે એ દોષોનાં અનેક પડે નીચે દબાઈ ગયો છે. તેથી જ્યારે એ ઊંચે ચડવાને પ્રયત્ન કરે છે ત્યારે એનાથી, અનાદિકાળના અભ્યાસને કારણે, ભૂલે થઈ જવી સ્વાભાવિક છે. જ્યાં સુધી એ ભૂલની શુદ્ધિ ન કરે ત્યાં સુધી અષ્ટસિદ્ધિ થઈ જ ન શકે. એટલા માટે ડગલે ને પગલે થયેલી ભૂલેને સંભારીને, પ્રતિક્રમણ દ્વારા ફરી એવી ભૂલ ન કરવાને એ નિશ્ચય કરી લે છે. આ રીતે પ્રતિક્રમણ-ક્રિયાને ઉદ્દેશ પહેલાંના દોષોને દૂર કરવાનો અને ફરી એવા દેષો ન થઈ જાય એ માટે આત્માને
૧. આવશ્યકનિયુક્તિ ગાઇ ૧૨૧૫ તથા એની વૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org