Book Title: Avashyak Kriya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf
Catalog link: https://jainqq.org/explore/249515/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આવશ્યક ક્રિયા '. વૈદ્રિક સમાજમાં ‘સંધ્યા'નું, પારસીઓમાં “ ખેર દેહ અવસ્તા પ્રાથના 'નુ અને મુસલમાનામાં નું, યહૂદીઓ અને ક્રિશ્ચિયનેામાં 4 નમાજ'નું જેવું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ જૈન સમાજમાં 'આવશ્યક 'નુ' છે. 4 સાધુઓને તે સવાર-સાંજ અન્ને વખતે ‘આવશ્યક ’ અનિવાય રીતે કરવું જ પડે છે; કેમ કે શાસ્ત્રની એવી આજ્ઞા છે કે પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુઓ ‘આવશ્યક ' નિયમપૂર્વક કરે, તેથી જો તેઓ એ આજ્ઞાનું પાલન ન કરે તે એમને સાધુપદના અધિકારી જ ન લેખી શકાય. શ્રાવકામાં · આવશ્યક 'ને પ્રચાર વૈકલ્પિક ઐચ્છિક છે. એટલે જેઓ ભાવનાશીલ અને નિયમ પાળવાવાળા હોય છે, તેઓ એ અવશ્ય કરે છે; અને ખીજા શ્રાવકામાં આની પ્રવૃત્તિ ઐચ્છિક છે. આમ છતાં એટલું તે જોવામાં આવે છે કે જેઓ રેજ ‘ આવશ્યક ' ન કરતા હાય તેએ પણ પખવાડિયે, ચાર મહિને કે છેવટે વર્ષે તેા બનતાં સુધી એ જરૂર કરે છે. શ્વેતાંબર સપ્રદાયમાં ‘ આવશ્યક ક્રિયા ને એટલા બધા આદર છે કે જે વ્યક્તિ બીજા કાઈ સમયે ધર્મસ્થાનમાં ન જતી હોય એ, તેમ જ નાનાં-મોટાં બાલક-બાલિકાઓ પણુ, મોટે ભાગે સાંવત્સરિક Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણું પર્વના દિવસે “આવશ્યક ક્રિયા કરવા માટે ધર્મસ્થાનોમાં ભેગાં થઈ જ જાય છે, અને એ ક્રિયાને કરવામાં બધાં પિતાનાં અહોભાગ્ય માને છે. આના ઉપરથી એટલું તો સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે વેતાંબર સંપ્રદાયમાં “આવશ્યક ક્રિયાનું મહત્ત્વ કેટલું બધું છે ! આ કારણને લીધે જ બધા પિતાની સંતતિને ધાર્મિક શિક્ષણ અપાવતી વખતે સૌથી પહેલાં “આવશ્યક ક્રિયા ને અભ્યાસ કરાવે છે. આવશ્યક ક્રિયા એટલે શું? સામાયિક વગેરે પ્રત્યેક “આવશ્યક'. નું સ્વરૂપ શું છે? એમના ભેદક્રમનું સમર્થન કેવી રીતે થઈ શકે? “આવશ્યક ક્રિયાને આધ્યાત્મિક કેમ લેખવામાં આવે છે? વગેરે પ્રશ્નોને વિચાર કરવો જરૂરી છે. “આવશ્યક ક્રિયાની પ્રાચીન વિધ કયાં સચવાઈ રહી છે? પરંતુ આ સવાલને વિચાર કરીએ તે પહેલાં અહીં એક વાત જાણું લેવી જરૂરી છે કે “આવશ્યક ક્રિયા ની જે વિધિ ચૂર્ણિના સમય કરતાં પણ બહુ પ્રાચીન છે અને જેને ઉલેખ શ્રીહરિભદ્રસૂરિ જેવા પ્રતિષ્ઠિત આચાર્યો પિતાની આવશ્યકવૃત્તિ (પૃ. ૭૯૦)માં કર્યો છે, એ વિધિ ઘણેખરે અંશે કોઈ પણ જાતના ફેરફાર વગર, જેમની તેમ, જેવી કવેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચાલી આવે છે, એવી સ્થાનકવાસી સંપ્રદાયમાં નથી. આ વાત તપાગચ્છ, ખરતરગચ્છ વગેરે ગચ્છની સામાચારી જેવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. સ્થાનકવાસી સંપ્રદાયની સામાચારીમાં જેવી રીતે આવશ્યક ક્રિયામાં બેલાતાં કેટલાંય પ્રાચીન સુત્રોમાં–જેવાં કે, પુખરવરદીવ, સિદ્ધાણં બુદાણું, અરિહંતચેઈયાણું, આયરિયઉવજઝાએ, અભુદ્ધિહું વગેરે સુત્રોમાં–કાપકૂપ કરવામાં આવી છે, એવી જ રીતે એમાં પ્રાચીન વિધિની પણ કાપકૂપ કરાયેલી જોવામાં આવે છે. આથી ઊલટું તપાગચ્છ, ખરતરગચ્છ વગેરેની સામાચારીમાં “આવશ્યક”નાં પ્રાચીન સૂત્રો તથા એની પ્રાચીન વિધિમાં કોઈ ફેરફાર કર્યાનું જોવામાં નથી આવતું. અર્થાત “સામાયિક Page #3 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા ૧૬૩ ' આવશ્યક થી લઈ ને- એટલે કે પ્રતિક્રમણની સ્થાપનાથી શરૂ કરીને તે · પ્રત્યાખ્યાન-પચ્ચક્ખાણુ ' સુધીનાં યે આવશ્યકનાં સૂત્રોના તથા વચમાં વિધિ કરવાને ક્રમ મેટે ભાગે એ જ છે, જેના ઉલ્લેખ શ્રીહરિભદ્રસૂરિએ કર્યો છે. આવશ્યક ક્રિયા એટલે શુ? 1 " જે ક્રિયા અવશ્ય કરવા જેવી હાય એને જ આવશ્યક ' કહેવામાં આવે છે. આવશ્યક ક્રિયા ' બધાને માટે એક નથી; એ અધિકારભેદે જુદી જુદી છે. તેથી ‘ આવશ્યક ક્રિયા 'નું સ્વરૂપ જણાવતાં પહેલાં એ જણાવવું જરૂરી છે કે અહી` કેવા પ્રકારના અધિકારીઓના આવશ્યક ક”ને વિચાર થાય છે? સામાન્ય રીતે શરીરધારી પ્રાણીઓના એ વિભાગ છે : (૧) અહિદૃષ્ટિ અને (૨) અન્તર્દષ્ટિ. જેઓ અંતર્દષ્ટિ છે—જેમની દૃષ્ટિ આત્મા તરફ ઢળેલી છે, અર્થાત્ જેઓ સહજ સુખને પ્રગટ કરવાને વિચાર તથા પ્રયત્ન કરી રહ્યા છે—એમનાં જ · આવશ્યક કમ ના અહી વિચાર કરવાના છે. આ કથન ઉપરથી એક નિશ્ચિત થાય છે કે જેઓ જડ વસ્તુઓમાં પોતાની જાતને ભૂલી નથી ગયા—જેમની દૃષ્ટિને કાઈ પણ જડ વસ્તુનું સૌદ લોભાવી નથી શકતું એમનું ‘આવશ્યક ક’ એ જ હોઈ શકે કે જેને લઈ ને એમનો આત્મા સહજ સુખને અનુભવ કરી શકે. જ્યારે અતર્દષ્ટિ ધરાવતા આત્માઓના સમ્યક્ત્વ, ચેતના, ચારિત્ર વગેરે ગુણુ વ્યક્ત હોય ત્યારે જ તેઓ સહજ સુખને અનુભવ કરી શકે છે. તેથી જે ક્રિયાઓ સમ્યક્ત્વ વગેરે ગુણોના વિકાસમાં સહાયક થાય એ ક્રિયાઓને જ તેઓ ‘ આવશ્યક કર્માં ' સમજે છે. એટલે અહી ટૂંકાણમાં ‘ આવશ્યક ’ની વ્યાખ્યા એટલી જ સમજવી કે જે ક્રિયા જ્ઞાનાદિ ગુણને પ્રગટ કરવા માટે અવશ્ય કરવા જેવી હાય એ જ · આવશ્યક.’ . ' આવું ‘ આવશ્યક ’ જ્ઞાન અને ક્રિયા ઉભય પરિણામરૂપ અર્થાત્ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈનધર્મને પ્રાણ ઉપગપૂર્વક કરવામાં આવતી ક્રિયા છે. આ જ કર્મ આત્માને ગુણસંપન્ન કરનારું હોવાથી એ “આવાસક” પણ કહેવાય છે. વૈદિક દર્શનમાં “આવશ્યક' ગણવામાં આવતાં કર્મો માટે “નિત્યકર્મ” શબ્દ પ્રસિદ્ધ છે. જેના દર્શનમાં “અવશ્ય કર્તવ્ય', ધ્રુવ, નિગ્રહ, વિધિ, અધ્યયનલકવર્ગ, ન્યાય, આરાધના, માગ વગેરે અનેક શબ્દો એવા છે કે જે “આવશ્યક” શબ્દના સમાનાર્થક-પર્યાય છે. છ આવશ્યકનું સ્વરૂપ સ્થૂળ દૃષ્ટિએ “આવશ્યક ક્રિયાના છ ભેદ કરવામાં આવ્યા છે? (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિકમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન, (૧) સામાયિક –રાગ અને દ્વેષને તાબે ન થતાં સમભાવમધ્યસ્થ ભાવમાં રહેવું, અર્થાત્ બધાની સાથે આત્મતુલ્ય વ્યવહાર કરે, એ સામાયિક કહેવાય છે. એના (૧) સમ્યવસામાયિક, (૨) મૃતસામાયિક અને (૩) ચારિત્રસામાયિક એ ત્રણ ભેદ છે; કારણ કે સમ્યક્ત્વથી, મૃતથી કે ચારિત્રથી જ સમભાવમાં રહી શકાય છે. અધિકારીના ભેદે ચારિત્રસામાયિકના પણ બે ભેદ છે : (૧) દેશચરિત્ર અને (૨) સર્વચારિત્ર. દેશચારિત્ર-સામાયિક ગૃહસ્થોને અને સર્વચારિત્ર-સામાયિક સાધુઓને હોય છે. સમતા, સમ્યક્ત્વ, શાંતિ, સુવિહિત વગેરે શબ્દો સામાયિકના પર્યાય છે.* (૨) ચતુર્વિશતિસ્તવ—જેઓ સર્વગુણસંપન્ન આદર્શરૂપ છે, તે વીસ તીર્થકરોની સ્તુતિરૂપ છે. આના (૧) દ્રવ્ય (૨) ભાવ, એ બે ભેદ છે. ફૂલ વગરે સાવિક વસ્તુઓ દ્વારા તીર્થકરોની પૂજા કરવી, ૧. આવશ્યકવૃત્તિ પૃ૦ પ૩. ૨. આવશ્યકનિયુક્તિ ગા૦ ૧૦૩૨. ૩. આવશ્યકનિયુક્તિ ગા) ૭૯૬. • ૪. એજન ગા૦ ૧૦૩૩, Page #5 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા ૧૬૫ એ “દ્રવ્ય સ્તવ' છે. અને એમના વાસ્તવિક ગુણનું કીર્તન કરવું, એ “ભાવસ્તવ” છે. અધિકારી વિશેષ ગૃહસ્થને માટે “વ્યસ્તવ” કેટલું લાભકારક છે તે આવશ્યક નિયુક્તિ (પૃ. ૪૯૨-૪૯૩) માં જણાવ્યું છે. (૩) વંદન—પૂજ્ય પ્રત્યે બહુમાન દર્શાવતી મન, વચન, કાયાની પ્રવૃત્તિ, એ વંદન છે. શાસ્ત્રોમાં વંદનના ચિતિકર્મ, કૃતિકમ, પૂજાકમ વગેરે પર્યાયે જાણીતા છે. વંદનના યથાર્થ સ્વરૂપને જાણવા માટે વંઘ કેવા હોવા જોઈએ? એ કેટલા પ્રકારના છે? અવંઘ કોણ કોણ છે? અવંઘને વંદન કરવામાં શો દોષ છે ? વંદન કરતી વેળાએ કયા કયા દે દૂર કરવા જોઈએ ? વગેરે બાબતે જાણવા જેવી છે. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર, એ બન્ને પ્રકારના ચારિત્રધારી મુનિઓ વંઘ છે. ૩ વંદનને પાત્ર મુનિઓ (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક, (૪) સ્થવિર અને (૫) રાધિક–એટલે કે પિતાથી અધિક સમ્યગ્દર્શનાદિગુણયુક્ત મુનિ, એમ પાંચ પ્રકારના છે. જેમાં વ્યલિંગ કે ભાવલિંગ, એમાંનું એક પણ ન હોય તે અવંઘ છે. કાણુ વંદનીય અને કોણ અવંદનીય, એ સંબંધમાં સિક્કાની ચતુર્ભગી જાણીતી છે. ચાંદી શુદ્ધ હોય પણ ઉપરની છાપ બરાબર ન હોય તો એવા સિક્કાને કોઈ લેતું નથી. એ જ રીતે જેઓ ભાવલિંગ તે ધરાવે છે, પણ દ્રવ્યલિંગ વગરના છે, તે પ્રત્યેકબુદ્ધ વગેરેને વંદન કરવામાં નથી આવતું. જે સિક્કા ઉપર છાપ તે બરાબર ઊઠેલી હેય, પણ ચાંદી અશુદ્ધ હોય તો એ સિક્કાને પણ સ્વીકાર થતો નથી. એ પ્રમાણે દ્રવ્યલિંગધારી હોવા છતાં જેઓ ભાવલિંગ વગરના હોય તે ૧. આવશ્યક વૃત્તિ પૃ૪૯૨, ૨. આવશ્યક નિર્યુક્તિ ગાય ૧૧૦૩ ૩. આવશ્યક નિયુક્તિ ગા૧૧૦૬. ૪. એજન ગાલ ૯૫, Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ પાશ્વસ્થ-પાસા વગેરે પાંચ પ્રકારના કસાધુઓ અવંદનીય છે. જે સિકકામાં ચાંદી અને છાપ બને બરાબર ન હોય એને પણ કઈ લેતું નથી. એ પ્રમાણે જેઓ દ્રવ્ય અને ભાવ બને લિંગથી રહિત છે તેઓ વંદનીય નથી. વંદનને વેગ તે ફક્ત તેઓ જ છે, જેઓ શુદ્ધ ચાંદી અને શુદ્ધ છાપવાળા સિક્કાની જેમ દ્રવ્ય અને ભાવ બને પ્રકારનાં લિંગનાં ધારક હોય. જે વંદન કરવાને ગ્ય ન હોય એને વંદન કરવાથી વંદન કરનારને ન તે કર્મની નિર્જરા થાય છે કે ન તે કીર્તિ મળે છે કે અસંયમ વગેરે દોષોની અનમેદના કરવાથી કમબંધ થાય છે અવંઘને વંદન કરવાથી કેવળ વંદન કરનારને જ દેવું લાગે છે, એવું નથી, કિંતુ ગુણું પુરુષો પાસે પિતાનું વંદન કરાવવારૂપ અસંયમની વૃદ્ધિને કારણે અવંદનીય આત્માનો પણ અધ:પાત થાય છે. ૩ વંદન બત્રીશ ષોથી રહિત હોવું જોઈએ. “અનાદત” વગેરે બત્રીસ દેષ આવશ્યકનિર્યુક્તિની ૧૨૦૭–૧૨૧૧ ગાથાઓમાં વર્ણવ્યા છે. (૪) પ્રતિક્રમણ—પ્રમાદને કારણે શુભ ચોગથી નીચે પડીને અશુભ યોગ પ્રાપ્ત કરી લીધા પછી ફરીવાર શુભ યોગને પ્રાપ્ત કરે એનું નામ “પ્રતિક્રમણ” છે; તેમ જ અશુભ બને ત્યાગ કરીને ઉત્તરોત્તર શુભ ભેગમાં પ્રવૃત્ત થવું, એ પણ “ પ્રતિક્રમણ” છે. પ્રતિવરણ, પરિહરણ, કરણ, નિવૃત્તિ, નિંદા, ગહ અને શાધિ-આ બધા “ પ્રતિક્રમણના પર્યાય છે. આ શબ્દને ભાવાર્થ સમજાવવા માટે દરેક શબ્દની વ્યાખ્યા કરતાં એક એક દષ્ટાંત આપેલ છે, જે બહુ મને ૧. આવશ્યકનિર્યુક્તિ ગાત્ર ૧૧૩૮. ૨. એજન ગા૦ ૧૧૦૮. ૩ એજન ગાત્ર ૧૧૧૦, ૪. આવશ્યકસ પૃ. ૫૫૩. ૫. આવશ્યક નિર્યુક્તિ ના ૧૨૩:૩. Page #7 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા ૧૬૭ રંજક છે. “પ્રતિક્રમણનો અર્થ છે પાછા ફરવું એક સ્થિતિમાં જઈને વળી પાછી મૂળ સ્થિતિને પ્રાપ્ત કરી લેવી એ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણુના (૧) દેવસિક, (૨) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુર્માસિક અને (૫) સાંવત્સરિક-એ પાંચ ભેદ બહુ પ્રાચીન અને શાસ્ત્રસંમત છે, કારણ કે એને ઉલેખ શ્રી ભદ્રબાહુસ્વામીએ પણ કર્યો છે. કાળભેદે ત્રણ પ્રકારનું પ્રતિક્રમણ પણ કહ્યું છે : (૧) ભૂતકાળમાં લાગેલ દેષોની આલેચના કરવી, (૨) સંવર કરીને વર્તન માનકાળના દોષોથી બચવું અને (૩) પચ્ચખાણ કરીને ભવિષ્યકાળના દેશોને રોકવા, એ પણ પ્રતિક્રમણ છે. ઉત્તરોત્તર આત્માના વધુ ને વધુ શુદ્ધ સ્વરૂપમાં રહેવાની ભાવનાવાળા અધિકારીઓએ એ પણ જાણવું જોઈએ કે પ્રતિક્રમણ કેનું કેનું કરવું જોઈએ? . (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪) અપ્રશસ્ત યોગ, એ ચારનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અર્થાત મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યક્ત્વ મેળવવું જોઈએ, અવિરતિને ત્યાગ કરીને વિરતિનો સ્વીકાર કરવો જોઈએ; કાને દૂર કરીને ક્ષમા વગેરે ગુણ પ્રાપ્ત કરવા જોઈએ અને સંસારની વૃદ્ધિ કરનાર મન-વચન-કાયાની પ્રવૃત્તિને તજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ. સામાન્ય રીતે પ્રતિક્રમણ (૧) દ્રવ્ય અને (૨) ભાવ, એવા બે પ્રકારનું છે. ભાવપ્રતિક્રમણ જ ઉપાદેય છે, દ્રવ્ય પ્રતિક્રમણ નહીં. દવ્યપ્રતિક્રમણ એ છે, જે દેખાવને માટે કરવામાં આવે છે. દોષોનું પ્રતિક્રમણ કર્યા પછી પણ, ફરી એ દેષનું વારંવાર સેવન કરવું, એ દ્રવ્યપ્રતિક્રમણ છે. આથી આત્મા શુદ્ધ થવાને બદલે ધષ્ટતાને લીધે દેષોનું વધારે પિષણ થાય છે. આવા દ્રવ્યપ્રતિક્રમણ માટે, કાંકરા મારી ૧. આવશ્યકનિયુક્તિ ગાય ૧૨૪૨. ૨. એજન ગાવ ૧૨૪૭. ૩. આવશ્યકવૃત્તિ ૫૦ ૫૫૧. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈનધર્મને પ્રાણ મારીને કુંભારનાં વાસણેને વારંવાર ફેડી નાખીને ક્ષમા માંગનાર ક્ષુલ્લક સાધુનું દષ્ટાંત જાણીતું છે. (૫) કાર્યોત્સર્ગ–ધર્મ કે શુક્લ ધ્યાનને માટે એકાગ્ર થઈને શરીર ઉપરની મમતાનો ત્યાગ કરે, તે “કાયોત્સર્ગ–કાઉસગ. કાયોત્સર્ગ બરાબર કરી શકાય તે માટે એના દેશોને ત્યાગ કરે જોઈએ. એ ઘટક વગેરે દેષ સંક્ષેપમાં ઓગણસ છે. . કાઉસગ્ગથી દેહની અને બુદ્ધિની જડતા દૂર થાય છે અર્થાત વાત વગેરે ધાતુઓની વિષમતા દૂર થાય છે. અને બુદ્ધિની મંદતા દૂર થવાથી વિચારશક્તિને વિકાસ થાય છે. કાયોત્સર્ગથી સુખ-દુઃખતિતિસામાં–એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારના સાગમાં– સમભાવ રાખવાની શક્તિ પ્રગટે છે. ભાવના અને ધ્યાનનો અભ્યાસ કાયેત્સગથી પરિપુષ્ટ થાય છે. અતિચારનું ચિંતન પણ કાઉસગ્નમાં સારી રીતે થઈ શકે છે. આ રીતે જોતાં કાઉસગ્ગ એ બહુ મહત્વની ક્રિયા છે. કાઉસગ્ગ દરમ્યાન લેવાના શ્વાસોશ્વાસનું કાલમાન એક શ્લેકના એક ચરણના ઉચ્ચારણના કાલમાન જેટલું કહેવામાં આવે છે. () પ્રત્યાખ્યાન–ત્યાગ કરવાને “પ્રત્યાખ્યાન'–પચ્ચક્ખાણ કહે છે. બે જાતની વસ્તુઓનો ત્યાગ કરવાનું હોય છે(૧) દ્રવ્ય અને (૨) ભાવ. અન્ન, વસ્ત્ર વગેરે બાહ્ય વસ્તુઓ વ્યરૂપ છે; અને અજ્ઞાન, અસંયમ વગેરે વૈભાવિક–પુદ્ગલજન્ય આત્મપરિણામ ભાવરૂપ છે. અન્ન, વસ્ત્ર વગેર બાહ્ય વસ્તુઓનો ત્યાગ અજ્ઞાન, અસંયમ આદિને ત્યાગ કરીને ભાવત્યાગપૂર્વક અને ભાવત્યાગના ધ્યેયથી જ થવો જોઈએ. જે દ્રવ્યત્યાગ ભાવત્યાગપૂર્વક તથા ભાવત્યાગને માટે નથી કરવામાં આવતે તેથી આત્માને ગુણની પ્રાપ્તિ નથી થતી. જે પચ્ચખાણ (૧) શ્રદ્ધા, (૨) જ્ઞાન, (૩) વંદન, (૪) અનુરૂપ પાલન, (૫) અનુરૂપ સંભાષણ અને (૬) ભાવ આ છ શુદ્ધિઓ સાથે ૧. આવશ્યકનિયુક્તિ ગા૧૫૪૬-૪૭, Page #9 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા ૧૯ કરવામાં આવે તે શુદ્ધ પચ્ચકખાણ છે. પ્રત્યાખ્યાનનું બીજું નામ “ગુણધારણુ” છે, તે એટલા માટે કે એથી અનેક ગુણ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાનથી આમ્રવને નિરોધ એટલે કે સંવર થાય છે. સંવરથી તૃષ્ણાને નાશ, તૃષ્ણાના નાશથી અનુપમ સમભાવ પ્રગટે છે. અને એવા સમભાવથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ક્રમની સ્વાભાવિકતા અને ઉપપત્તિ જેઓ અંતર્દષ્ટિ ધરાવે છે, એમના જીવનનું મુખ્ય ધ્યેય સમભાવ-સામાયિક પ્રાપ્ત કરવાનું હોય છે. તેથી પ્રત્યેક પ્રવૃત્તિમાં સમભાવનું દર્શન થાય છે. અંતર્દષ્ટિવાળા જ્યારે કોઈને સમભાવની પૂર્ણતાને શિખરે આરૂઢ થયેલા જાણે છે ત્યારે તેઓ એમના વાસ્તવિક ગુણની સ્તુતિ કરવા લાગે છે. આ રીતે તેઓ સમભાવમાં રહેલા સાધુપુને વંદન-નમસ્કાર કરવાનું પણ નથી ચૂકતા. અંતર્દષ્ટિ ધરાવનારાઓના જીવનમાં એવી સ્કૂતિ–અપ્રમત્તતા હોય છે કે કયારેક તેઓ પૂર્વવાસનાને લીધે કે ખરાબ સંસર્ગને પરિણામે સમભાવથી ચુત થઈ જાય તે પણ એ અપ્રમત્તાને લીધે, પ્રતિક્રમણ કરીને તેઓ પિતાની પહેલાંની સ્થિતિને ફરી પ્રાપ્ત કરી લે છે, અને ક્યારેક ક્યારેક તે પહેલાંની સ્થિતિથી આગળ પણ વધી જાય છે. ધ્યાન એ જ આધ્યાત્મિક જીવનના વિકાસની ચાવી છે. તેથી અંતર્દષ્ટિના ધરાવનાર વારંવાર ધ્યાન–કાઉસગ કરે છે. ધ્યાન દ્વારા ચિત્તશુદ્ધિ કરીને તેઓ આત્મસ્વરૂપમાં સવિશેષ નિમગ્ન થઈ જાય છે. એટલે જડ વસ્તુઓના ભાગને ત્યાગ–પચ્ચક્ખાણું પણ એમને માટે સહજ ક્રિયા બની જાય છે. આ રીતે એ સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે આધ્યાત્મિક પુરુષોના ઉચ્ચ તથા સ્વાભાવિક જીવનનું પૃથકકરણ, એ જ “આવશ્યક–ક્રિયા અને ક્રમને આધાર છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણ “આવશ્યક ક્રિયા'ની આધ્યાત્મિકતા જે યિા આત્માના વિકાસને અનુલક્ષીને કરવામાં આવે એ જ આધ્યાત્મિક ક્રિયા છે. આત્માના વિકાસને ઉદ્દેશ એના સમ્યક્ત્વ, ચેતન, ચારિત્ર વગેરે ગુણોની ક્રમે ક્રમે શુદ્ધિ કરવાનો છે. આ કસોટીએ કસતાં એ નિશ્ચિતપણે સિદ્ધ થાય છે કે “સામાયિક વગેરે થે આવશ્યક આધ્યાત્મિક છે; કારણ કે સામાયિકનું ફળ પાપજનક પ્રવૃત્તિની નિવૃત્તિ છે, કે જે કર્મની નિર્જરા દ્વારા આત્માના વિકાસનું નિમિત્ત બને છે. ચતુર્વિશતિસ્તવને ઉદ્દેશ ગુણાનુરાગની વૃદ્ધિ કરીને ગુણોની પ્રાપ્તિ કરવી એ છે. એ પણ કમની નિર્જરા દ્વારા આત્માના, વિકાસનું સાધન બને છે. વંદનક્રિયાથી વિનયની પ્રાપ્તિ થાય છે, માનને નાશ થાય છે, ગુરુજનોની પૂજા-ભક્તિ થાય છે, તીર્થકરોની આજ્ઞાનું પાલન થાય છે, અને સુતધર્મની આરાધના થાય છે, જે આત્માના ક્રમિક વિકાસ દ્વારા મોક્ષનાં નિમિત્ત બને છે. વંદન કરનારાઓને નમ્રતાને લીધે શાસ્ત્રશ્રવણને લાભ મળે છે. શાસ્ત્રશ્રવણથી અનુક્રમે જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, અનાઢવ, તપ, કર્મનાશ, અક્રિયા-અયોગ [-મન-વચન-કાયાની પ્રવૃત્તિનો અભાવ ] અને મોક્ષ-એ ફળ મળે છે. એટલા માટે વંદનક્રિયા આત્માના વિકાસનું અસંદિગ્ધ નિમિત્ત છે. ખરી રીતે આત્મા પૂર્ણ શુદ્ધ અને પૂર્ણ બળવાન છે, પણ જુદી જુદી વાસનાઓના અનાદિ પ્રવાહમાં પડવાને લીધે એ દોષોનાં અનેક પડે નીચે દબાઈ ગયો છે. તેથી જ્યારે એ ઊંચે ચડવાને પ્રયત્ન કરે છે ત્યારે એનાથી, અનાદિકાળના અભ્યાસને કારણે, ભૂલે થઈ જવી સ્વાભાવિક છે. જ્યાં સુધી એ ભૂલની શુદ્ધિ ન કરે ત્યાં સુધી અષ્ટસિદ્ધિ થઈ જ ન શકે. એટલા માટે ડગલે ને પગલે થયેલી ભૂલેને સંભારીને, પ્રતિક્રમણ દ્વારા ફરી એવી ભૂલ ન કરવાને એ નિશ્ચય કરી લે છે. આ રીતે પ્રતિક્રમણ-ક્રિયાને ઉદ્દેશ પહેલાંના દોષોને દૂર કરવાનો અને ફરી એવા દેષો ન થઈ જાય એ માટે આત્માને ૧. આવશ્યકનિયુક્તિ ગાઇ ૧૨૧૫ તથા એની વૃત્તિ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક ક્રિયા 176 સાવધાન કરી દેવાનો છે, જેથી આત્મા દોષમુક્ત થઈને ધીમે ધીમે પિતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થઈ જાય. આટલા માટે પ્રતિક્રમણની ક્રિયા આધ્યાત્મિક છે કાઉસગથી ચિત્ત એકાગ્ર થાય છે, અને આત્માને પિતાના સ્વરૂપને વિચાર કરવાનો અવસર મળે છે, જેથી આત્મા. ભયમુક્ત બનીને પિતાના મુશ્કેલમાં મુશ્કેલ સાધ્યને પ્રાપ્ત કરી શકે છે. આ કારણે જ કાઉસગ્ગની ક્રિયા પણ આધ્યાત્મિક ક્રિયા છે. દુનિયામાં જે કંઈ છે એ બધું ન તો ભગવી શકાય છે કે ન તે ભોગવવાને યોગ્ય છે. અને વાસ્તવિક શાંતિ તે પાર વગરના ભાગે ભેળવીએ તોપણ મળી શકતી નથી. તેથી પ્રત્યાખ્યાન-ક્રિયા દ્વારા મુમુક્ષુઓ પિતાની જાતને નિરર્થક ભેગથી ઉગારી લે છે અને એમ કરીને ચિરકાલીન આત્મશાંતિ મેળવે છે. તેથી પ્રત્યાખ્યાનની ક્રિયા પણ આધ્યાત્મિક જ છે. પ્રતિક્રમણ શબ્દને રૂઢ અર્થ પ્રતિક્રમણ’ શબ્દની વ્યુત્પત્તિ વ્રત + મજા = પ્રતિકા” એ પ્રમાણે છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે એનો અર્થ “પાછા ફરવું એટલે જ થાય છે. પણ રૂટિને લીધે “પ્રતિક્રમણ શબ્દ ફક્ત ચોથા “આવશ્યકને તેમ જ છે આવશ્યકોના સમૂહનો સૂચક બની જાય છે. છયે આવસ્યકના સૂચક તરીકે એ શબ્દની પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ છે કે આજકાલ ‘આવશ્યક’ શબ્દનો પ્રયોગ કરવાને બદલે સૌ કોઈ યે “આવશ્યકોને માટે “પ્રતિક્રમણ' શબ્દનો ઉપયોગ કરે છે. આ રીતે વ્યવહારમાં અને અર્વાચીન ગ્રંથોમાં પ્રતિક્રમણ શબ્દ “આવશ્યક” શબ્દનો પર્યાય બની ગયેલ છે. પ્રાચીન ગ્રંથોમાં સામાન્ય “આવશ્યકતા. અર્થમાં પ્રતિક્રમણુ” શબ્દનો પ્રયોગ ક્યાંય જોવામાં નથી આવ્યો. પ્રતિક્રમણગર્ભ હેતુ,” “પ્રતિક્રમણવિધિ,” “ધર્મ સંગ્રહ વગેરે અર્વાચીન ગ્રંથોમાં પ્રતિક્રમણ શબ્દ સામાન્ય “આવસ્યકના અર્થમાં વપરાયે છે, અને સાધારણ જેમ જનતામાં સામાન્ય “આવશ્યકના અર્થમાં પ્રતિક્રમણ” શબ્દને એકધારો ઉપગ થતો હોય એમ દેખાય છે. [દઔચિં૦ . 2, 5, 174-1853