Book Title: Avashyak Kriya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 9
________________ આવશ્યક ક્રિયા ૧૯ કરવામાં આવે તે શુદ્ધ પચ્ચકખાણ છે. પ્રત્યાખ્યાનનું બીજું નામ “ગુણધારણુ” છે, તે એટલા માટે કે એથી અનેક ગુણ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાનથી આમ્રવને નિરોધ એટલે કે સંવર થાય છે. સંવરથી તૃષ્ણાને નાશ, તૃષ્ણાના નાશથી અનુપમ સમભાવ પ્રગટે છે. અને એવા સમભાવથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ક્રમની સ્વાભાવિકતા અને ઉપપત્તિ જેઓ અંતર્દષ્ટિ ધરાવે છે, એમના જીવનનું મુખ્ય ધ્યેય સમભાવ-સામાયિક પ્રાપ્ત કરવાનું હોય છે. તેથી પ્રત્યેક પ્રવૃત્તિમાં સમભાવનું દર્શન થાય છે. અંતર્દષ્ટિવાળા જ્યારે કોઈને સમભાવની પૂર્ણતાને શિખરે આરૂઢ થયેલા જાણે છે ત્યારે તેઓ એમના વાસ્તવિક ગુણની સ્તુતિ કરવા લાગે છે. આ રીતે તેઓ સમભાવમાં રહેલા સાધુપુને વંદન-નમસ્કાર કરવાનું પણ નથી ચૂકતા. અંતર્દષ્ટિ ધરાવનારાઓના જીવનમાં એવી સ્કૂતિ–અપ્રમત્તતા હોય છે કે કયારેક તેઓ પૂર્વવાસનાને લીધે કે ખરાબ સંસર્ગને પરિણામે સમભાવથી ચુત થઈ જાય તે પણ એ અપ્રમત્તાને લીધે, પ્રતિક્રમણ કરીને તેઓ પિતાની પહેલાંની સ્થિતિને ફરી પ્રાપ્ત કરી લે છે, અને ક્યારેક ક્યારેક તે પહેલાંની સ્થિતિથી આગળ પણ વધી જાય છે. ધ્યાન એ જ આધ્યાત્મિક જીવનના વિકાસની ચાવી છે. તેથી અંતર્દષ્ટિના ધરાવનાર વારંવાર ધ્યાન–કાઉસગ કરે છે. ધ્યાન દ્વારા ચિત્તશુદ્ધિ કરીને તેઓ આત્મસ્વરૂપમાં સવિશેષ નિમગ્ન થઈ જાય છે. એટલે જડ વસ્તુઓના ભાગને ત્યાગ–પચ્ચક્ખાણું પણ એમને માટે સહજ ક્રિયા બની જાય છે. આ રીતે એ સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે આધ્યાત્મિક પુરુષોના ઉચ્ચ તથા સ્વાભાવિક જીવનનું પૃથકકરણ, એ જ “આવશ્યક–ક્રિયા અને ક્રમને આધાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11