Book Title: Avashyak Kriya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 7
________________ આવશ્યક ક્રિયા ૧૬૭ રંજક છે. “પ્રતિક્રમણનો અર્થ છે પાછા ફરવું એક સ્થિતિમાં જઈને વળી પાછી મૂળ સ્થિતિને પ્રાપ્ત કરી લેવી એ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણુના (૧) દેવસિક, (૨) રાત્રિક, (૩) પાક્ષિક, (૪) ચાતુર્માસિક અને (૫) સાંવત્સરિક-એ પાંચ ભેદ બહુ પ્રાચીન અને શાસ્ત્રસંમત છે, કારણ કે એને ઉલેખ શ્રી ભદ્રબાહુસ્વામીએ પણ કર્યો છે. કાળભેદે ત્રણ પ્રકારનું પ્રતિક્રમણ પણ કહ્યું છે : (૧) ભૂતકાળમાં લાગેલ દેષોની આલેચના કરવી, (૨) સંવર કરીને વર્તન માનકાળના દોષોથી બચવું અને (૩) પચ્ચખાણ કરીને ભવિષ્યકાળના દેશોને રોકવા, એ પણ પ્રતિક્રમણ છે. ઉત્તરોત્તર આત્માના વધુ ને વધુ શુદ્ધ સ્વરૂપમાં રહેવાની ભાવનાવાળા અધિકારીઓએ એ પણ જાણવું જોઈએ કે પ્રતિક્રમણ કેનું કેનું કરવું જોઈએ? . (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪) અપ્રશસ્ત યોગ, એ ચારનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અર્થાત મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યક્ત્વ મેળવવું જોઈએ, અવિરતિને ત્યાગ કરીને વિરતિનો સ્વીકાર કરવો જોઈએ; કાને દૂર કરીને ક્ષમા વગેરે ગુણ પ્રાપ્ત કરવા જોઈએ અને સંસારની વૃદ્ધિ કરનાર મન-વચન-કાયાની પ્રવૃત્તિને તજીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ. સામાન્ય રીતે પ્રતિક્રમણ (૧) દ્રવ્ય અને (૨) ભાવ, એવા બે પ્રકારનું છે. ભાવપ્રતિક્રમણ જ ઉપાદેય છે, દ્રવ્ય પ્રતિક્રમણ નહીં. દવ્યપ્રતિક્રમણ એ છે, જે દેખાવને માટે કરવામાં આવે છે. દોષોનું પ્રતિક્રમણ કર્યા પછી પણ, ફરી એ દેષનું વારંવાર સેવન કરવું, એ દ્રવ્યપ્રતિક્રમણ છે. આથી આત્મા શુદ્ધ થવાને બદલે ધષ્ટતાને લીધે દેષોનું વધારે પિષણ થાય છે. આવા દ્રવ્યપ્રતિક્રમણ માટે, કાંકરા મારી ૧. આવશ્યકનિયુક્તિ ગાય ૧૨૪૨. ૨. એજન ગાવ ૧૨૪૭. ૩. આવશ્યકવૃત્તિ ૫૦ ૫૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11