Book Title: Avashyak Kriya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 5
________________ આવશ્યક ક્રિયા ૧૬૫ એ “દ્રવ્ય સ્તવ' છે. અને એમના વાસ્તવિક ગુણનું કીર્તન કરવું, એ “ભાવસ્તવ” છે. અધિકારી વિશેષ ગૃહસ્થને માટે “વ્યસ્તવ” કેટલું લાભકારક છે તે આવશ્યક નિયુક્તિ (પૃ. ૪૯૨-૪૯૩) માં જણાવ્યું છે. (૩) વંદન—પૂજ્ય પ્રત્યે બહુમાન દર્શાવતી મન, વચન, કાયાની પ્રવૃત્તિ, એ વંદન છે. શાસ્ત્રોમાં વંદનના ચિતિકર્મ, કૃતિકમ, પૂજાકમ વગેરે પર્યાયે જાણીતા છે. વંદનના યથાર્થ સ્વરૂપને જાણવા માટે વંઘ કેવા હોવા જોઈએ? એ કેટલા પ્રકારના છે? અવંઘ કોણ કોણ છે? અવંઘને વંદન કરવામાં શો દોષ છે ? વંદન કરતી વેળાએ કયા કયા દે દૂર કરવા જોઈએ ? વગેરે બાબતે જાણવા જેવી છે. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર, એ બન્ને પ્રકારના ચારિત્રધારી મુનિઓ વંઘ છે. ૩ વંદનને પાત્ર મુનિઓ (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક, (૪) સ્થવિર અને (૫) રાધિક–એટલે કે પિતાથી અધિક સમ્યગ્દર્શનાદિગુણયુક્ત મુનિ, એમ પાંચ પ્રકારના છે. જેમાં વ્યલિંગ કે ભાવલિંગ, એમાંનું એક પણ ન હોય તે અવંઘ છે. કાણુ વંદનીય અને કોણ અવંદનીય, એ સંબંધમાં સિક્કાની ચતુર્ભગી જાણીતી છે. ચાંદી શુદ્ધ હોય પણ ઉપરની છાપ બરાબર ન હોય તો એવા સિક્કાને કોઈ લેતું નથી. એ જ રીતે જેઓ ભાવલિંગ તે ધરાવે છે, પણ દ્રવ્યલિંગ વગરના છે, તે પ્રત્યેકબુદ્ધ વગેરેને વંદન કરવામાં નથી આવતું. જે સિક્કા ઉપર છાપ તે બરાબર ઊઠેલી હેય, પણ ચાંદી અશુદ્ધ હોય તો એ સિક્કાને પણ સ્વીકાર થતો નથી. એ પ્રમાણે દ્રવ્યલિંગધારી હોવા છતાં જેઓ ભાવલિંગ વગરના હોય તે ૧. આવશ્યક વૃત્તિ પૃ૪૯૨, ૨. આવશ્યક નિર્યુક્તિ ગાય ૧૧૦૩ ૩. આવશ્યક નિયુક્તિ ગા૧૧૦૬. ૪. એજન ગાલ ૯૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11