Book Title: Avashyak Kriya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 2
________________ જૈનધર્મને પ્રાણું પર્વના દિવસે “આવશ્યક ક્રિયા કરવા માટે ધર્મસ્થાનોમાં ભેગાં થઈ જ જાય છે, અને એ ક્રિયાને કરવામાં બધાં પિતાનાં અહોભાગ્ય માને છે. આના ઉપરથી એટલું તો સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે વેતાંબર સંપ્રદાયમાં “આવશ્યક ક્રિયાનું મહત્ત્વ કેટલું બધું છે ! આ કારણને લીધે જ બધા પિતાની સંતતિને ધાર્મિક શિક્ષણ અપાવતી વખતે સૌથી પહેલાં “આવશ્યક ક્રિયા ને અભ્યાસ કરાવે છે. આવશ્યક ક્રિયા એટલે શું? સામાયિક વગેરે પ્રત્યેક “આવશ્યક'. નું સ્વરૂપ શું છે? એમના ભેદક્રમનું સમર્થન કેવી રીતે થઈ શકે? “આવશ્યક ક્રિયાને આધ્યાત્મિક કેમ લેખવામાં આવે છે? વગેરે પ્રશ્નોને વિચાર કરવો જરૂરી છે. “આવશ્યક ક્રિયાની પ્રાચીન વિધ કયાં સચવાઈ રહી છે? પરંતુ આ સવાલને વિચાર કરીએ તે પહેલાં અહીં એક વાત જાણું લેવી જરૂરી છે કે “આવશ્યક ક્રિયા ની જે વિધિ ચૂર્ણિના સમય કરતાં પણ બહુ પ્રાચીન છે અને જેને ઉલેખ શ્રીહરિભદ્રસૂરિ જેવા પ્રતિષ્ઠિત આચાર્યો પિતાની આવશ્યકવૃત્તિ (પૃ. ૭૯૦)માં કર્યો છે, એ વિધિ ઘણેખરે અંશે કોઈ પણ જાતના ફેરફાર વગર, જેમની તેમ, જેવી કવેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચાલી આવે છે, એવી સ્થાનકવાસી સંપ્રદાયમાં નથી. આ વાત તપાગચ્છ, ખરતરગચ્છ વગેરે ગચ્છની સામાચારી જેવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. સ્થાનકવાસી સંપ્રદાયની સામાચારીમાં જેવી રીતે આવશ્યક ક્રિયામાં બેલાતાં કેટલાંય પ્રાચીન સુત્રોમાં–જેવાં કે, પુખરવરદીવ, સિદ્ધાણં બુદાણું, અરિહંતચેઈયાણું, આયરિયઉવજઝાએ, અભુદ્ધિહું વગેરે સુત્રોમાં–કાપકૂપ કરવામાં આવી છે, એવી જ રીતે એમાં પ્રાચીન વિધિની પણ કાપકૂપ કરાયેલી જોવામાં આવે છે. આથી ઊલટું તપાગચ્છ, ખરતરગચ્છ વગેરેની સામાચારીમાં “આવશ્યક”નાં પ્રાચીન સૂત્રો તથા એની પ્રાચીન વિધિમાં કોઈ ફેરફાર કર્યાનું જોવામાં નથી આવતું. અર્થાત “સામાયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11