Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 9
________________ પ્રસ્તાવના પૂજ્ય શ્રી આત્માનંદજી તત્ સત્ શ્રી મહાવીરાય નમઃ શ્રી સગુરુદેવાય નમઃ શ્રી પરમકૃપાળુદેવાય નમઃ પરમ કૃપાળુદેવના હૃદયમંદિરમાંથી પ્રગટ થયેલ આ સત્કૃત – શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સર્વ આગમોનો સાર છે, જેમાં સર્વનયોનો સૂત્રાત્મક રીતે સમન્વય થયેલ છે. દરેક ગાથામાં કૃપાળુદેવના હદયની વિશાળતા તથા અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિ ઝળકે છે. ગાથા નં. ૯૨ થી ગાથા નં. ૧૪૨માં નિશ્ચય અને વ્યવહારનો સુભગ સમન્વય કરીને તેઓએ મોક્ષનો માર્ગ પ્રત્યક્ષરૂપે પ્રશસ્ત કરી આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે. પૂજયશ્રી ભાનુવિજયજી મહારાજને આશરે ત્રીસેક વર્ષ પહેલાં સૌ પ્રથમ મહેસાણામાં એક શ્રાવકના નિવાસ સ્થાને મળવાનું બન્યું હતું, ત્યારથી તેઓની સાથે સધર્મના નાતે અંતરનો પ્રેમ બંધાઈ ગયો છે, જે વર્ષો જતાં ધીરે ધીરે વધતો રહ્યો છે. તેમનો સર્વદર્શનો પ્રત્યે ઉદાર ભાવ તથા સાપેક્ષ દૃષ્ટિ હૃદયને સ્પર્શી જાય છે. તેઓ સૌના હૃદયને જોડવા માટે ઘણો પ્રેમપરિશ્રમ કરી રહ્યા છે. કોઈ પણ વિષયને તેઓ સરળ આગવી શૈલીમાં સમજાવે છે; જેથી સાધક મુમુક્ષુઓ સહેલાઈથી ગ્રહણ કરી શકે. તેમની પાસે અખૂટ શબ્દભંડોળ છે; જેનો તેમના પ્રવચનમાં આપણને અનુભવ થાય છે. પૂજય મહારાજશ્રીએ “મોક્ષનો ઉપાય છે તે પદની તથા ઉપસંહારની ગાથાઓ જેમાં નિશ્ચય અને વ્યવહારનો સુંદર સમન્વય છે તથા જયાં સાધકને તે ગ્રહણ કરવા માટે ગુડ્ઝમની અનિવાર્યતા છે - તે ગાથાઓને અત્યંત સરળ ભાષામાં સમજાવી છે, જે વિચારતાં આપણને પરમ કૃપાળુદેવ પ્રત્યે અપૂર્વ અહોભાવ આવે છે, ગાથાઓનો મર્મ અંતરમાં આલ્વાદ આપે છે અને સાધના કરવા માટે સાચું પાથેય પ્રાપ્ત થાય છે. મોક્ષનો ઉપાય છે - તે પદમાં જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છે દક દશા, મોક્ષપંથ ભવઅંત. ગાથા નં. ૯૯ ઉપરોકત સૂત્રાત્મક ગાથાને મહારાજશ્રીએ સરળ ભાવે સમજાવી છે. બંધના કારણો કહ્યાં છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 490