________________
(૧) અજ્ઞાન - વિપરીત બુદ્ધિ અને તેથી ઊંધી માન્યતા (ર) અવિરતિ – ઈન્દ્રિયો અને મન ઉપર આપણો કાબૂ ન હોવો (૩) કષાય - અંતરમાં સંયોગો અથવા પરિસ્થિતિના કારણે ઊઠતાં આવેગો (૪) પ્રમાદ - બેહોશી, અસાવધાની (૫) મન, વચન, કાયાની – શુભ અથવા અશુભ પ્રવૃત્તિ તે બંધના કારણોમાંથી છૂટવું હોય તો એક નિયમ સમજવો જરૂરી છે. (૧) આપણે બંધાયેલા છીએ, પણ કાયમ માટે બંધાયેલા નથી. (૨) બંધાયેલા રહેવું હોય તો ખુદ તીર્થકરો આવે તો પણ આપણને છોડાવી શકે નહીં. (૩) અને છૂટવું હોય તો કોઈ રોકી શકે નહીં.
આવો નિર્ણય થશે અને બંધન છોડવું હશે ત્યારે તમે છોડી શકશો, સ્વતંત્રતા તમારી પાસે છે.
આપ હી બાંધે, આપ હી છોડે,
નિજ મતિ શકિત વિકાસી
ચેતન જો તું જ્ઞાન અભ્યાસી.' - શ્રી ચિદાનંદજી મહારાજ આ પ્રમાણે તેઓ સમજાવે છે કે આપણને કોઈએ બાંધ્યા નથી - આ જૈનદર્શનની મૌલિક વાત છે.
જાતિ વેષનો ભેદ નહીં, કહ્યો માર્ગ જ હોય; - સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય. ગાથા નં. ૧૦૭
ઉપરોકત ગાથાનું માર્મિક વિવેચન કરતાં મહારાજશ્રી જણાવે છે કે મોક્ષની ઘટના તે શરીરમાં બનતી ઘટના નથી પણ આત્માની ઘટના છે. આ મોક્ષ જે થાય છે તે આત્માનો થાય છે.. પરમકૃપાળુદેવ કહે છે :
નિર્દોષ નરનું કથન માનો, તેહ જે ણે અનુભવ્યું. તેઓએ અનુભવ કરીને આપણને બોધ આપ્યો છે. જાતિ અને વેશથી મોક્ષ નથી પણ વિતરાગદશામાં જ મોક્ષ છે.
સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ગાથા નં. ૧૩૫
આ ગાથાનો ગૂઢ સિધ્ધાંત પણ પૂ. મહારાજશ્રીએ પોતાની સરળ શૈલીમાં રજુ કર્યો છે; જે દરેક સાધકને પ્રેરણા આપે છે. સત્તા અપેક્ષાએ દરેક જીવ સિધ્ધ સમાન છે પણ તે સિધ્ધત્વ ખીલવવા માટે શ્રી સદ્ગક્ની આજ્ઞા પ્રમાણે અવિરત પુરુષાર્થ કરવો પડશે. એ રીતે ઉપાદાનની મુખ્યતા હોવા છતાં નિમિત્તની અનિવાર્યતા પણ સ્વીકારી છે.
આ ત્રીજા ભાગની ૯૨ થી ૧૪૨ ગાથાઓ સાધના માટે ઘણી અગત્યની ગાથાઓ છે, તેમાં ઉપસંહારની ગાથાઓ તો આખા શાસ્ત્રનો સાર છે; જેનું મહારાજશ્રીએ ખૂબ સુંદર રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org