________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિષે પૂ.ગુરુજીના હૃદયમાંથી નીકળેલા ઉગારો
સંકલનઃ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા
“આત્મસિદ્ધિ શાસ્ત્ર એક ગંભીર સાગર છે. તે શબ્દોનો સાગર નથી, એ કલ્પનાઓનો સાગર નથી. એ વિચારો કે ભાવોનો સાગર નથી. એ વિકલ્પોનો નહિ પણ સમગ્ર અસ્તિત્વનો સાગર છે.” “આ આત્મસિદ્ધિના પ્રત્યેક શબ્દોમાં અનંત જ્ઞાનનો સાગર ભર્યો છે. આત્માની
સિદ્ધિ જેમાં કરવામાં આવી છે, તેવું જે શાસ્ત્ર તે આત્મસિદ્ધિ શાસ્ત્ર.” - “એવું એક દિવ્ય શાસ્ત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર ! જેમાં પ્રજ્ઞાની વાત કરી છે, જેમાં
ધ્યાનની, સમ્યજ્ઞાન, સમ્યદર્શનની, મોક્ષની, પરમ અનુભૂતિની અને પરમાત્માની તથા જીવોની ભૂલોની પણ વાત કરી છે.”
જ્યારે ધરતી પર આગમો નહિ હોય, ધરતી ઉપર શાસ્ત્રો નહિ હોય, અને આ ધરતી ઉપર એક માત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર હશે, તો બધા શાસ્ત્રો જીવિત થશે.”
આત્મસિદ્ધિ એ એક શાસ્ત્ર નથી, પણ શાસ્ત્રોની ખાણ છે.” સોનાની ખાણ છે. આમાં એકપણ શબ્દ વધારે નથી. આ સમગ્ર અધ્યાત્મનું સંગીત છે. રતનનો * ડાબલો છે.” ““આત્મસિદ્ધિ શાસ્ત્ર એ વહેતી પ્રચંડ નદી છે, કચરો તેમાં તણાઈ જાય. બધાં જ આપણા કચરા તાણી જશે, ખેંચી જશે.' આત્મસિદ્ધિ કોઈ વિચારોથી લખાઈ નથી, આત્મસિદ્ધિ કોઈ જ્ઞાનથી લખાઈ નથી, આત્મસિદ્ધિ લખાઈ જ નથી. આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે. જેમ દેવ અવતરે તેમ આત્મસિદ્ધિનું અવતરણ થયું છે.” “જાગૃતિક અવસ્થામાંથી આત્મસિદ્ધિનું અવતરણ થયું તેના માધ્યમ શ્રી
પરમકૃપાળુ દેવ થયા.” * “આત્મસિદ્ધિ શાસ્ત્ર એક અલૌકિક વસ્તુ છે, જેમાં દોઢ કલાકમાં તમામ શાસ્ત્રોનું
રહસ્ય પ્રગટ થયું !'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org