Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 11
________________ 10 પુરુષાર્થ પ્રેરક વિવેચન કર્યું છે. પૂજય મહારાજશ્રીએ ત્રણ વર્ષ દરમિયાનના તેમના સ્વાધ્યાયમાં – ખૂબ પ્રેમ પરિશ્રમ લઈને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની દરેક ગાથાનો શબ્દાર્થ, ભાવાર્થ-નયાર્થ, આત્માર્થ તથા પરમાર્થ સમજાવ્યો છે.. તે પ્રવચનોને આદ. બહેન શ્રી ભારતીબેન નિરંજનભાઈ મેહતાએ અથાગ મહેનત કરીને એક સુંદર ગ્રંથનું સ્વરૂપ આપ્યું છે તે માટે અંતરના ભાવથી તેમને અનેકશઃ ધન્યવાદ આપીએ છીએ તથા આ પ્રકાશન કાર્યમાં માર્ગદર્શન આપનાર સર્વ સાધ્વી મહારાજ સાહેબોને પણ સવિનય વંદન કરીએ છીએ. આ સન્શાસ્ત્રનું પ્રાગટ્ય પરમકૃપાળુદેવના પરમ સખા પૂજયશ્રી સોભાગભાઈની વિનંતીના ફળસ્વરૂપે થયેલ છે માટે આપણે સૌ તેમના પણ અત્યંત ઋણી છીએ. સર્વ સાધક-મુમુક્ષુ ભાઈ-બહેનો આ ગ્રંથનું રસપાન કરી, તેનો મર્મ સમજી આત્મસિદ્ધિનું પ્રથમ સોપાન સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તેવી મંગલ ભાવના. આ ગ્રંથના ત્રીજા ભાગનું વિમોચન-શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબામાં કરવા માટેની અમારી વિનંતી સ્વીકારી તે બદલ પૂજય મહારાજશ્રી તથા સર્વ ટ્રસ્ટીઓનો અંતરથી આભાર માનીએ છીએ. ગુરુપૂર્ણિમા, તા. ૨૨-૦૭- ૨૦૧૩ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના સંસ્થાપક અને પ્રેરણામૂર્તિ પૂજ્યશ્રી આત્માનંદજીને પશ્ચિમ ભારતની અને ખાસ કરીને ગુજરાતની જનતા એક મહાન આધ્યાત્મિક સંત તરીકે ઓળખે છે. બાળપણથી જ એકાંત-ચિંતન, યોગાભ્યાસ, ભજન-કીર્તન-સત્સંગ અને આધ્યાત્મિક વાચનના સંસ્કારવાળા પૂજ્યશ્રી આત્માનંદજી (મુકુંદભાઈ સોનેજી) નો જન્મ તા.૨-૧૨-૧૯૩૧ ના મંગળદિને અમદાવાદ મુકામે થયો હતો. તેમણે પરદેશની ઉચ્ચ મેડીકલ ડિગ્રીઓ પ્રાપ્ત કરેલ તથા ગીતા, ઉપનિષદ્, શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો, કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો, સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય આદિ શાસ્ત્રોનું ઊંડું અવગાહન કરેલ છે. ૯૬૯માં અસ્વસ્થ તબિયત દરમિયાન ગહન ચિંતન-મનના પરિપાકરૂપે તેમના જીવનમાં શુદ્ધ આત્મજ્ઞાન ઉદય પામ્યું. ઈ.સ.૧૯૭૬માં તેઓએ પૂજ્યશ્રી સહજાનંદજી મહારાજની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ય વ્રતને ગ્રહણ કર્યું. ઈ.સ. ૧૯૮૪માં ગિરનાર મુકામે પૂજ્ય આચાર્યશ્રી સમતભદ્ર મહારાજની આજ્ઞાથી ગૃહત્યાગ કરીને “આત્માનંદ નામ ધારણ કર્યું. વિદ્યાની બહુમુખી ઉપાસના, સત્સંગ-સ્વાધ્યાય, તીર્થયાત્રા, ગુણગ્રાહકતા, અનેકાંતદષ્ટિયુક્ત અનેકાંતદષ્ટિ ઇત્યાદિ આત્મસાધનાના વિવિધ અંગોનું આરાધન અને ભક્તિ-સંગીતના માધ્યમથી જીવનને પવિત્ર અને ઉર્ધ્વગામી બનાવવાનો તેમનો અભિગમ રહ્યો છે. નાની ઉંમરથી તેમણે લક્ષ બાંધી દીધેલ કે શાશ્વત સુખ અને આનંદ પ્રાપ્ત કરવા છે. તે માટે જીવન સદાચારી, સાદુ અને દિવ્ય બનાવવું. મુખ્ય સાધનો સત્સંગ, સેવા, ભક્તિ અને સંતોના સાન્નિધ્યને સફળ રીતે અપનાવ્યા. વાચન-ચિંતન-મનન-લેખનથી તેમણે ઈચ્છિત દિશા અને દશા પ્રગટાવ્યા. ટુંકમાં સાહેબજીનું જીવન ભક્તિપ્રધાન, અધ્યાત્મ પ્રયોગાત્મક અને પ્રેરણાદાયી છે. તેમની વાણી અનુભવાત્મક, ઉત્સાહપ્રેરક અને શુભ આશીર્વાદરૂપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 490