Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 7
________________ કરુણાવશ કરાવી છે. જીવન અભિમુખ અધ્યાત્મનો મંગલ ઉદ્ઘોષ કરતા એમના પ્રવચનો અધ્યાત્મ અભિમુખ પથિકોને પરમતત્ત્વની ઉપાસના તથા પ્રાપ્તિ અર્થે યથાર્થ માર્ગ ચીંધીને જીવન આનંદ, પ્રેમ અને ઉલ્લાસથી છલકાવી દે છે. સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણમાં માનવને માનવતાના અધિષ્ઠાન પર ઊભો કરવા શિક્ષણ, આરોગ્ય, ગૌશાળા, કૃષિક્ષેત્રે લોકહિતાર્થે જનકલ્યાણની ચાલતી વિવિધ સતપ્રવૃત્તિઓના પૂ.ગુરુજી પ્રેરક અને પ્રેરણાસ્રોત છે, એમની આત્મબોધમય અમૃતવાણીથી અનેક તત્ત્વ જિજ્ઞાસુ સાધકોએ સ્વઅધ્યયન તથા સ્વાનુભવાર્થે જીવન સાધનાના રહસ્યો જાણી સીમિતમાંથી અસમિતિમાં નિખરવાની ઉમદા તક પ્રાપ્ત કરી છે. પ.પૂ.ગુરુજીને સાંભળવા એ સ્વયં એક મધુરતમ ધ્યાન છે. સર્વના આત્મકલ્યાણાર્થે સર્વધર્મ સમભાવ અને સદ્ભાવના પાયા ઉપર પ.પૂ.ગુરુજીની ચૈતન્ય અનુભવી સત્યશોધક અમૃતવાણીમાં વીતરાગ પરમાત્માના વચનામૃતો, આગમોનું અમૃત, વેદોની વાણી, ઉપનિષદોનો ઉદ્ઘોષ, સંયમનો સાર અને જીવનની ચેતના છે. આ વિવેચનાત્મક પ્રવચનોમાં આધ્યાત્મિક રહસ્યોનો ઉઘાડ છે, માહિતીસભર વિશ્લેષણાત્મક આત્મલક્ષી પ્રવાહનો નિખાર છે, રોચક શૈલીમાં સચોટ દષ્ટાંતો અને વિવિધ શાસ્ત્રોના સુસંબંધ અવતરણો ટાંકીને પ.પૂ.ગુરુજી શબ્દસત્ત્વનો હાર્દ સમજાવે છે. પ્રત્યેક ગાથામાં નિહિત અર્થગંભીર શબ્દના દાર્શનિક અને તાત્ત્વિક પાસાને પૂ.ગુરુજી સરળ સુબોધ હૃદયસ્પર્શી વિવેચન દ્વારા ઉજાગર કરે છે. - શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી પૂ.ગુરુજીના પ્રવચનોની શબ્દશઃ હસ્તલિખિત નકલ તૈયાર કરવાના ભગીરથ કાર્ય પછવાડે અવશ્ય કોઈ દૈવી સંકેત હોવો જોઈએ. અમે ઋણ સ્વીકાર સહ એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. એમના દ્વારા સંકલિત “શબ્દાર્થ અધ્યયન કર્તાને ગાથાઓ સમજવા ઉપયોગી બનશે, એ હેતુસર એને પુસ્તકના અંતે પરિશિષ્ટમાં સમાવેલ છે. આ ગ્રંથ સંકલનના પુણ્યશાળી કાર્યમાં પ્રેમપૂર્વક પરિશ્રમ લઈ વિદ્વતાપૂર્ણ માર્ગદર્શન માટે સાધ્વી ભગવંતો સર્વ શ્રી પૂ.સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 490