Book Title: Atmasiddhishastra Part 03 Author(s): Shrimad Rajchandra, Bhanuvijay Publisher: Satshrut Abhyas Vartul View full book textPage 6
________________ પ્રકાશકીય ગત શતાબ્દિના દિવ્ય યુગાવતાર, સમર્થ જ્યોતિર્ધર પરમકૃપાળુદેવ, શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક અમરકૃતિ “આત્મસિદ્ધિશાસ્ત્ર” ઉપર પ.પૂ.ગુરુજી મુનિ શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, સાંતાક્રુઝ-પાર્લા, મુંબઈના ઉપક્રમે તા.૧૮-૧૦-૨૦૦૫ થી તા. ૧૯-૧-૨૦૦૯ દરમ્યાન આપેલ પ્રવચનો ઉપરથી પ્રવચનમાળાનો ત્રીજો અર્થાત્ છેલ્લો ભાગ પ્રકાશિત કરતાં સદ્ભુત અભ્યાસ વર્તુળ, સાગોડીયા, પાટણ ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. આત્મસિદ્ધિ પ્રવચનમાળા ભાગ-૩ માં કુલ ૧૪૨ ગાથામાંથી ગાથા ૯૨ થી ૧૪૨ ઉપરના પ્રવચનોનો સમાવેશ થાય છે. ગાથા ૧ થી ૪૨ ઉપરના પ્રવચનો આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ-૧' અને ગાથા ૪૩ થી ૯૧ ઉપરના પ્રવચનો “આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ-૨' તરીકે આ પહેલાં પ્રકાશિત થયેલ છે. સમાજ આજે ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર, આતંકવાદ, સંયમહીન સ્વચ્છંદી જીવનથી ત્રસ્ત છે. More and more and more and more, વધુ જોઈએ, હજુ વધુ જોઈએ. પૈસો વધુ, પદ ને પ્રતિષ્ઠા વધુ, Standard of living પણ વધુ ઐયાસીવાળી અને મોભાવાળી જોઈએ. પદ, પૈસો, પ્રતિષ્ઠા તથા સંગ્રહ, સત્તા ને સ્વામિત્વમાં માનવ દિન પ્રતિદિન કાદવની માફક વધુ ને વધુ અટવાતો જાય છે. ઇચ્છાઓ, વાસનાઓ, વાણી, મન અને શારીરિક વિકારોના ગુલામ માનવમાં માનવતાનું અધ:પતન પરાકાષ્ઠાએ પ્રસર્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં દિશાહીન, અર્થહીન અને આંધળી આથડકૂડમાં મૂંઝાયેલી માણસજાતને પ.પૂ.ગુરુજીએ વીતરાગ માર્ગ પ્રશસ્તા અનુપમ સશાસ્ત્ર આત્મસિદ્ધિશાસ્ત્ર' ઉપરની એમની અનૂઠી પ્રવચનમાળામાં મૂલગામી, સ્થાયી તેમજ અચૂક સમાધાન શોધવા અને સાધવા મુમુક્ષુઓને પવિત્ર આધ્યાત્મિક અમૃત યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 490