________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્તિ પ્રકાશ વિગેરે ગ્રંથો લખવાની સ્કૂરણા તથા પ્રવૃત્તિ ચાલુ હતી. આત્મશક્તિ પ્રકાશમાં જૈનશાસ્ત્રના વિરૂદ્ધ કંઈ પણું લખાયું હોય તે ગીતાર્થ સૂરિ વિગેરે ભૂલચૂકની શુદ્ધિ કરે, એવી પ્રાર્થના છે, તેમજ ભૂલ માટે શ્રી સંઘ પાસે માફી માગું છું. પેથાપુરમાં વિક્રમ સંવત ૧૯૬૫ તથા ૧૯૬૯ તથા ૧૯૭૦ માં શેષકાળમાં જવાનું થયું હતું તથા ૧૯૬૪ જવાનું થયું હતું તેમજ વિક્રમ સં. ૧૯૭૧નું તથા સં ૧૯૭૩ નું તથા સં. ૧૮૮૦ નું માસુ પેથાપુરમાં કર્યું. વિક્રમ સં. ૧૯૭૧ના ચોમાસા સુધીમાં સાગરગચ્છમાં બે તડ પડેલાં રહ્યાં હતાં તે દૂર કર્યા અને ઉપાશ્રય સંબંધી એક કમીટી નીમાઈ, તેની મારફત ઉપાશ્રય વહીવટ શરૂ થયું. શેઠ વર્ધમાનભાઈ તથા શેઠ છનાભાઇ જેઠાભાઈ તથા હકમચંદ સુરચંદ તથા શેઠ લાલીપારેખ તથા ગોવરધન પારેખ વિગેરે શ્રી રવિસાગર મહારાજના વખતમાં ઉપાશ્રયમાં આગેવાન ભક્ત શ્રાવકે ગણાતા હતા. હાલમાં શેઠ નાલચંદ ફતેચંદ, શા. કેશવલાલ મનસુખ, વકીલ નગીનદાસ તથા શા. માણેકચંદ ફતેચંદ, શા. માણેકચંદ ગોવરધન, રણછોડભાઈ કારભારી, શા. ચીમનલાલ સાંકળિચંદ. ગાંધી દલસુખભાઈ રવચંદ, શા. મણીલાલ હીરાચંદ..
www.kobatirth.org
For Private And Personal Use Only