Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવીનચંદ્ર જયંતિલાલ શાહ સ્વાશ્રય અને સુદઢતાથી આપબળે આગળ વધી રહેલ અધ્યાપક શ્રી નવીનચંદ્રભાઈને જન્મ ભાવનગરના સુપરિચિત નાણાવટી શ્રી જયંતિલાલભાઈ ભીખાભાઈને ત્યાં સં. ૧૯૭૯ના ભાદરવા શુદિ સાતમ એટલે કે ૧૭ ઓકટોબર ૧૯૨૩ના રોજ થયો. જીવનને દશ વર્ષને બાલ્યકાળ તે સાનુકૂળ સંગેમાં પસાર થયો, પણ ત્યારપછીના દિવસોમાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ. એટલે આપબળે જ પોતે પિતાને વિકાસ સાધવાને રહ્યો. બુદ્ધિની તેજસ્વિતાને લીધે ઈ. સ. ૧૯૪રમાં ભાવનગરરાજ્યના પ્રથમ સ્કેલ બની તેઓ વધુ અભ્યાસ માટે મુંબઈના મહાવીર જૈન વિદ્યાલયમાં જોડાયા અને બી. એસસી.માં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થયા અને ત્યારબાદ ૧લ્પ૩માં એમ. એસસી.ની પરીક્ષા પસાર કરી. અભ્યાસ પરિપૂર્ણ થયા પછી તેમણે પાલ આલ્કોહોલ ફેકટરી, ધળા સ્યુગર ફેકટરી, સોનગઢ ગુરુકુળ, હોમ સ્કુલ અને આલફેડ હાઈસ્કૂલ-ભાવનગર વગેરે સંસ્થાઓમાં પિતાની સેવાઓ યશસ્વી રીતે આપી છે. હાલ તેઓ ભાવનગરમાં સર પ્રભાશંકર પટ્ટણી ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં રસાયણ વિજ્ઞાનના અધ્યાપક તરીકે સુંદર સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે. તેમના લગ્ન ભાવનગરના શ્રી દીપચંદ જીવણલાલ શાહની સુપુત્રી મધુલતાબેન જેઓ મેટ્રીક પાસ છે તેમની સાથે થયેલ છે. બોદ્ધિક વિકાસની સાથે શારીરિક વિકાસ સાધવા માટે વ્યાયામને અભ્યાસ કરી શરીર નિરોગી અને સુદઢ તેમણે બનાવ્યું છે. એન. સી. સી.ની મિલિટરી તાલીમ લઈ હિંદ સરકારની સેકન્ડ લેફટનન્ટની પદવી તેમણે પ્રાપ્ત કરી અને ત્યારબાદ ચીની હુમલાની કટેકટીના સમયમાં ગુજરાત બેટેલિયન કમાન્ડીંગ ઓફીસર તરીકે સુંદર સેવા બજાવવા બદલ હિંદ સરકારે તેમને મેજરની પદવી એનાયત કરી છે. ગુજરાતમાં એક જૈન તરીકે આ રીતનું માન મેળવવા માટે સૌ પ્રથમ મૈશ કદાચ તેમના ફાળે જતે હશે. આજે પણ તેઓ એન.સી.સીના એફસર તરીકે સરસ કામગીરી બજાવી રહ્યા છે...' માતાની પ્રેરણાથી ધાર્મિક અભ્યાસ પણ સારે કર્યો છે. એજ્યુકેશન બોર્ડની તમામ ધામિક પરીક્ષાઓ તેમણે ઉચ્ચકક્ષા મેળવી પાસ કરી છે. અભ્યાસ અને આર્થિક ક્ષેત્રે આમ પ્રગતિ સાધવાની સાથે સાથે રાષ્ટ્ર અને સમાજ સેવાના કાર્યમાં તેઓ હંમેશાં ઉત્સુક રહે છે. ભાવનગર જૈન વિદ્યાર્થીગૃહ (દાદા સાહેબ બેડ ગ)ના માનદ્મંત્રી તરીકેની કામગીરી તાજેતરમાં શરૂ કરી છે. આવા પ્રગતિશીલ સેવાભાવી ગૃહસ્થનો પેન તરીકે સાથ મળે છે તે બદલ આ સભા પિતાને હર્ષ વ્યક્ત કરે છે અને વધુને વધુ સેવાને લાભ સભા અને સમાજ તથા રાષ્ટ્રને મળતા રહે એમ ઇરછે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21