________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ ન પ્રકાશ
આવશે તે અપ સમયમાં આપણે જૈન કેમ સર્વ પ્રકારની ઉન્નતિ મેળવવાને ભાગ્યશાળી થઈ શકશે. ધાર્મિક કેળવણી અને શ્રાવક ક્ષેત્રની પુષ્ટિ કરવાથી આપણા ઉદયને સૂર્ય મધ્યાહુમાં આવી પ્રકા શશે એવી આશા રાખી શકાય છે. આહંત ધર્મના અધિષ્ઠાયક દેવતાઓ તે કાર્યમાં સહાય ભૂત થાઓ.
સિદ્ધ સારસ્વત કવીશ્વર ધનપાળ
( ગત કે પૃષ્ટ ૩૨૪ થી શરૂ. ) શેભનનાં આ વચન સાંભળી તેના પિતાએ આનંદપૂર્વક જ ણાવ્યું—“ પુત્ર, તારા વિચાર મને યોગ્ય લાગે છે. જેન મુનિઓની પ્રવૃત્તિ ઘણી ઉંચા પ્રકારની છે. તેઓના ઉત્તમ ધર્મના જ્ઞાનની આપણને પણ આ નિધાન દર્શનના ઉદાહરણથી પ્રતીતિ દૃષ્ટિગોચર થયેલી છે. ”
પિતાનાં આવાં વચન સાંભળી શેભનને આનંદ ઉત્પન્ન થઇ આવ્યું. તેણે પિતાના પિતાને જણાવ્યું કે, “ પુજ્ય પિતા તમે હવે નિશ્ચિત થઈ નિત્ય કર્મ કરી ભોજન કરી લે. પછી આપણે આપણું મનોભણ કાર્ય સિદ્ધ કરીએ. ”
પુત્રના વચનથી સર્વદેવે ભોજન કર્યું અને પછી તે તૈયાર થઈ પિતાના પુત્ર શોભનને સાથે લઈ મહેદ્રસૂરિની પાસે આવ્યું તેણે હદયમાં ઉમંગ લાવી તે પુત્રને આરાર્યજીના ઉત્સગમાં બેસાર્યા.
આચાર્યજી એ પુત્રનું દાન લઈ હૃદયમાં પ્રસન્ન થયા અને તેમણે સર્વદેવને ધર્મલાભ આશીષ આપી. સર્વદેવ બ્રાહ્મણની આજ્ઞાથી તેજ દિવસે શુભ મુહુર્ત તે મહા મુનિએ શોભનને દીક્ષા આપી. પછી લેક નિંદાના ભયથી તે મહાનુભાવ મહેસૂરિએ પ્રભાતકાળે પરિવાર સહિત વિહાર કર્યો, અને અનુક્રમે તેને અણહિલપુર પાટણમાં આવી પહોંચ્યા.
For Private And Personal Use Only