Book Title: Atmanand Prakash Pustak 006 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનદ પ્રકાશ. શોભન મુનિ હવે શોભનાચાર્યના નામથી વિખ્યાત થયા. તેઓએ પિતાની વકતૃત્વ શક્તિથી સર્વ લેકેના મન હરી લીધા અને અન્ય હત ધર્મને મહાન ઉઘાત કર્યો. એક વખતે મહાનુભાવ શોભનાચાર્ય ને અવંતિ દેશના સંધની વિનંતિ આવી, એટલે તેમણે પિતાના ગુરૂને વિનયથી આ પ્રમાણે કહ્યું, “ ભગવન, જે આપ આજ્ઞા આપે તે હું અવતિ દેશ તરફ વિહાર કરું. મારે બંધુ ધનપાળ કે જે મિથ્યાત્વમાં મગ્ન થઈ રહેલ છે, તેને પ્રતિબોધ આપવાની મારી ઇચ્છા છે. ધારાનગરીમાં રાજ પ્રતિષ્ઠા પામી ગવષ્ટ થયેલા ધનપાળને પ્રતિ બોધ આપી આહુત ધર્મને ઉપાસક કરવાની મને હીંમત છે. ” પિતાના સમર્થ શિષ્યના આવા વચન સાંભળી ગુરૂ મહારાજે કહ્યું, “ ભદ્ર, હું તમને ખુશીથી આજ્ઞા આપું છું, પણ મને લાગે છે કે તમારે બધુ ધનપાળ પ્રતિબોધ પામ અશકય છે. જેના હૃદયમાં ગાઢ મિથ્યાત્વ લાગેલું છે, એવા ધનપાળને તમારા વચનની અસર શી રીતે થશે ? ” શોભનાચાર્ય વિનીત ભાવે જણાવ્યું , “મહાનુભાવ, તમારા પસાયથી એ કાર્ય સિદ્ધ કરવાની અને પુર્ણ આશા રહે છે. વળી તે દેશમાં રાજ્ય તરફથી જેન મુનિઓને વિહાર બંધ કરવામાં આવ્યું છે, તેથી ત્યાં જવાની મને વિશેષ ઇચ્છા થાય છે. જેને મુનિઓને માટે વિરૂદ્ધ થયેલા તે માર્ગને પાછે ખુલ્લે કરી તે દેશમાં જૈન ધર્મની વિજય પતાકા ફરકે ત્યારે જ મારા મનને શાંતિ મળે. દેવ અને ગુરૂના પસાયથી એ કાર્યની સિદ્ધિ કરવાને મને પુર્ણ ઉત્સાહ પ્રાપ્ત થયે છે. ” શેભનાચાર્યના આ વચને સાંભળી મહેદ્રસૂરિ વિશેષ પ્રસન્ન થયા પછી તેમણે પોતાના વિદ્વાન શિષ્યને આજ્ઞા આપી, એટલે નાચાર્ય કેટલાએક ગીતાર્થ મુનિઓ સહિત વિહાર કરી ધારાનગરીમાં આવ્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22