Book Title: Atmanand Prakash Pustak 006 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનન્દ પ્રકાશ, અત્યંત ખેદકારક મૃત્યુ શેઠ ચીમનભાઈ નગીનદાસ, આપણી કોન્ફરન્સના એક જનરલ સેક્રેટરી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વહીવટ કરનારી કમિટીના એક મેમ્બર શેઠ ચીમનભાઈ નગીનદાસ આસો સુદ 9 ના રોજ અમદાવાદ ખાતે પંચત્વ પામ્યા છે, એમના જેવા એક પ્રતિષ્ઠિત ગૃહસ્થના મૃત્યુથી આપણી કોમને એક ખોટ પડી છે. એમના કુટુમ્બપર આવી પડેલી આપત્તિમાં અમે પણ અન્તઃકરણ પૂર્વક ભાગ લઈએ છીએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. શેઠ વીરચંદ દીપચદ. સી. આઈ. ઈ. જે. પી. આપણે સમસ્ત જૈન કેમના પ્રથમ પંક્તિના આગેવાન અને-આછે પણ મહાન કેન્ફરન્સના એક સ્તંભ-શેઠ વીરચંદ દીપચંદ સી. આ. ઈ. કાર્તિક વદી ૮ના રોજ પિતાના અમદાવાદ ખાતેના બંગલામાં લગભગ પાસે વર્ષની વૃદ્ધ વયે કાળ ધર્મ પામ્યા છે એમના મરણથી આપણે જોન કેમે એક નરરત્ન ગુમાવ્યું છે. , એક સાદામાં સાદી જદગીથી શરૂઆત કરી આમ પ્રયાસ થી વધતાં વધતાં મુંબઈ ખાતે મોટા મીલ-એજ ટના વ્યાપારી ધંધા માં જોડાઈ દ્રવ્ય ઉપાર્જન કરી પુનઃ તે વાપરી પણ જાણ્યું હતું-બનારસ પાઠશાળાના એક આગેવાન સહાયક હતા, આપણી કેન્ફરન્સના એક અગ્રેસર હતા. વૃદ્ધાવસ્થા છતાં એ મહાન સંસ્થાનું હિત હદયમાં રાખી–એના પ્રેસીડેટ તરીકે પણ એક વખતે એમણે કારભાર કરેલ છે. લોકોમાં સન્માન પામેલા હતા એમ સરકારમાં પણ એમની પ્રતિષ્ઠા હતી. નામદાર સરકારે સને ૧૮૯૬-૯૭ની સાલમાં દુષ્કાળ સમયે એમણે કરેલી સખાવતો પીછાણીને એમને સી. આઇ. ઇ. નો - માનવતે ઈલ્કાબ બક્ષીસ કર્યો હતે. એમના સુપુત્ર એ શિર છત્ર ગુમાવ્યું છે, એમને અને એમના અન્ય કટુંબી જનોને અમે દીલાસે આપતાં ઈચ્છીએ છીએ કે એમણે | પણ પોતાના ગુરૂજનનું અનુકરણ કરવું, મહેમના આત્માને શાન્તિ મળો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22