________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ સારસ્વત કવીશ્વર ધનપાળ, હા. શેભનાચાર્યે ઉપાશ્રયમાં વાસ કરીને મુનિઓને ધનપાળને ઘેર ભિક્ષા લેવાને મોકલ્યા. આ વખતે ધનપાળ સ્નાન કરવાની તૈયારી કરતે હતે. ભિક્ષા અર્થે જૈન મુનિઓને આવેલા જે ધનપાલે પિતાની સ્ત્રીને આજ્ઞા કરી કે, “ આ સાધુઓને જે શિક્ષા જોઈએ તે આપે; કારણ કે, ઘેર આવેલે ગમે તે અથી જે નિરાશ થઈ પાછા જાય તે અધર્મની પ્રાપ્તિ થાય છે. ” પતિની આજ્ઞાથી ધનપાળની સ્ત્રી ઘરમાંથી દહીં લઈને તે સાધુઓને આપવા માંડ્યું. તે જોઈ તે પવિત્ર સાધુઓએ પુછ્યું કે, “ આ દહીં કેટલા દિવસનું છે ?? મુનિઓનું આ પ્રશ્ન સનાન કરતાં ધનપાળના સાંભળવામાં આવ્યું, એટલે તેણે આવી મુનિઓને આક્ષેપથી પુછ્યું કે, “ એ દહીં ત્રણ દિવસનું છે, શું તેમાં કાંઈ જીવજંતું પડ્યા છે ? તમે તે કોઈ નવી જાતના દયાળુ લાગે છે. સાધુઓને વળી તેવા ફેલ કરવા શા કામના ? તમારે જોઈતું હોય તે ત્યા, નહીં તે તુરત ચાલતા થાઓ. ”
ધનપાળના આ વચન સાંભળી તે જૈન મુનિઓના હૃદયમાં કષાય ઉદિત થયે નહિં. તેઓ શાંતતાથી બેલ્યા–ભાઈ ધનપાળ અમારે તે પુછવાને ધર્મ છે, તમે આવા આક્ષેપથી કેમ બેલે છે? આ તમારા વચને અસૂયાને ઉપન્ન કરે છે. આવી અસૂયા કરવાથી મહાન દેષ પ્રાપ્ત થાય છે. અને અસૂયાને ત્યાગ કરી પ્રિય વાકય બલવાથી કીર્તિ વધે છે.
અમારા જ્ઞાની પુરૂએ પિતાના જ્ઞાનના બલથી કહ્યું છે, કે બે દિવસ પછી દહીંની અંદર જીવેની ઉત્પત્તિ થાય છે, “ અને તેમનું તે વચન મિથ્યા પણ નથી ” મુનિઓનાં આવા વચન સાંભળી ધનપાલે કહ્યું, “ તમારા જ્ઞાનીઓના વચન ઉપર મને પ્રતી. તિ નથી જે તે વચન સત્ય છે તે તમે મને આ દહીંની અંદર રહેલાં જંતુઓને બતાવી આપ” ધનપાલના કહેવાથી તે મુનિએ એ અળતાને રંગ મંગાવી તે દહીંની અંદર નખા, એટલે તત્કાળ તેની અંદર રહેલાં જતુઓ ઉપર તરી આવ્યા અને તરફડવા
For Private And Personal Use Only