________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ સારસ્વત કવીશ્વર ધનપાળ, બીજે દિવસે ધનપાળના જાણવામાં આવ્યું કે પોતાના પિતાએ પિતાના બંધુ શોભનને જૈનમુનિને આપી દીધું. આથી તેના મનમાં ભારે રોષ ઉત્પન થઈ આવ્યો. પિતે વેદ ધર્મને પૂર્ણ આસ્તિક હતે, તેથી તેના હૃદયમાં જૈન ધર્મ તરફ તિરસ્કાર હતું, તે રેષના આવેશથી પિતાના પિતાને કહ્યું—“પિતાજી, તમે બ્રાહ્મણ કુળમાં અવતાર લઈને ઘણું અનુચિત કાર્ય કર્યું છે. તમે દ્રવ્યના લેશે પુત્રને જૈનાચાર્યને વેચી દીધે, એ મહાન અનર્થ કયા છે. કઈ પણ બ્રાહ્મણ આવું ધર્મ અને લેક વિરૂદ્ધ કાર્ય કરે નહિ. પુત્રને વિક્રય કરનાર તમારા જેવા પાપી પિતાની સાથે રહેવું એ મને ઉચિત લાગતું નથી, માટે આજથી હું તમારાથી જુદે રહીશ.” - આ પ્રમાણે કહી ધનપાલ પિતાના પિતાથી જુદો રહ્યો. તેના હૃદયમાં ત્યારથી જૈન મુનિએ ઉપર દ્વેષ ઉત્પન્ન થયે એક દિવસે ધનપાલે પિતાને પણ આશ્રય આપનાર ભોજરાજાને આ પ્રમાણે કહ્યું,–“ મહારાજ, પાખંડી જૈન યતિઓ આપણા દેશમાં આવીને ભેળાદિલના લોકેને ભમાવે છે અને મુગ્ધ હૃદયના સ્ત્રીબાલકને ઠગે છે, માટે ધુર્તયતિઓને આપણે દેશમાં દાખલ થવા ન દેવા જોઈએ” ધનપાળની આ વાત જગજાને રૂચિકર થઈ. તરત જ તે મુગ્ધ રાજાએ એક આજ્ઞા પત્રિકા બાહેર કહીને પિતાના દેશમાં જૈન મુનિઓને વિહાર બંધ કરાવ્યા. રાજાની આવી આજ્ઞા પત્રિકાથી જૈન મુનિઓને વિહાર ભોજરાજાના દેશમાં બંધ રહ્યો. આવી અનુચિત આજ્ઞાથી તે દેશની જેન પ્રજાની લાગણી દુખાણી પણ રાજાના દુરાગ્રહથી તે વખતે જૈન પ્રા શાંત થઈ ને બેસી રહી હતી. એવી રીતે બાર વર્ષ સુધી માલવા દેશમાં જૈન મુનિઓને વિહાર બંધ રહયે હતે. - આ તરફ મહાબુદ્ધિવાન શોભનાચાર્યે મહેસૂરિના આશ્રય નીચે રહી સારા અભ્યાસ કર્યો. તેઓ પોતાની બુદ્ધિના બળથી જેને સિદ્ધાંતના પારગામી થયા. શોભન મુનિમાં સર્વ પ્રકારની છે. ચતા જોઈ મહાનુભાવ મહેંદ્રસૂરિએ તેમને આચાર્ય પદવી આપી,
For Private And Personal Use Only