Book Title: Astittvani Adharshila Ahimsa
Author(s): Rajyashsuri
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ આ તો ઉત્કૃષ્ટ સમાજ અને જીવન પ્રાપ્ત થાય. મહાવીર ભગવાને “અહિંસા પરમો ધર્મ', ‘આત્મા એ જ પરમાત્મા’ એમ સમજાવ્યું અને મૂળ તો માણસે પોતાના સ્વભાવ પ્રમાણે જીવવું અને આચરણ કરવું જોઈએ, અને એ જ ધર્મ છે. અહિંસા અને સત્ય ભિન્ન નથી, પણ એકમેકના પૂરક છે. શ્રી મહાવીર સ્વામીનાં તત્કાલીન સમયમાં જીવહિંસાનું પ્રમાણ વધુ હતું. માનવહત્યા, પશુઓની બલિ વગેરે. ત્યારે તેમણે અહિંસાનો મંત્ર આપ્યો. નાની જીવાતોના રક્ષણ માટે રાત્રિ ભોજનની મનાઈ કરી. માત્ર એટલું જ નહીં પણ પ્રત્યેક ક્રિયા અંગે જાગૃતિ લાવવાનું કહ્યું. આત્માની અશુદ્ધિ માત્ર હિંસા છે. આ બાબતનું સમર્થન કરતા આચાર્ય અમૃતચંદ્ર એ લખ્યું છે : અસત્ય વગેરે વિકાર આત્મપરિણતિને બગાડે એવું છે, તેથી તે બધી હિંસા છે. અસત્ય વગેરે જે દોષ બતાવ્યા છે તે કેવળ “શિષ્યબોધાય” છે. સંક્ષેપમાં રાગદ્વેષનો તે અપ્રાદુર્ભાવ અહિંસા અને તેનો પ્રાદુર્ભાવ હિંસા છે. આ રાગદ્વેષરહિત પ્રવૃત્તિથી પ્રાણવધ થઈ જાય તો પણ નૈશ્ચયિક હિંસા ગણાતી નથી. જે રાગદ્વેષની પ્રવૃત્તિ કરે છે તે પણ હિંસા છે અને હિંસામાં પરિણત થવું પણ હિંસા છે. તેથી જ જ્યાં રાગદ્વેષની પ્રવૃત્તિ છે ત્યાં નિરંતર પ્રાણવધ થાય છે. દરેક વૃત્તિ અને તેની શુદ્ધિ અહિંસામાંથી જ જન્મે છે. માનવતા, કરુણા, અપરિગ્રહના મૂળ પણ અહીં છે. જીવદયા એક અત્યંત મહત્ત્વનું કર્તવ્ય છે, તે પણ અહિંસાની ભાવનાને દૃઢ કરે છે. મહત્તમ પાંજરાપોળ આજે જૈનો દ્વારા સંચાલિત છે. આ પૃથ્વીના સર્વ જીવનો સ્વીકાર અને તેમના અસ્તિત્વને હાનિ સહેજ પણ ન પહોંચાડવાની ભાવના એ અહિંસાનું એક પાસું છે, શરીરની ક્રિયા સાથે મનની ક્રિયા અને તે દ્વારા પણ જાતસંતોષ માટે માનસિક હિંસાને અહીં સ્થાન નથી. આજે અહિંસાનો વ્યાપકઅર્થમાં પ્રચાર થવો જરૂરી છે. આપણાં મનમાં ઉદ્ભવતા દુષ્ટ મનોભાવો એ તરંગ બને છે, તે પણ એક હિંસા જ છે. હાલનાં ભોગવાદી સમયમાં વ્યક્તિ લક્ષ્મી પાછળ Hi૩) [l4 ગાંડો થયો છે અને આ ગાંડપણમાં અનેક વ્યક્તિઓની જાણે-અજાણે વૈચારિક હિંસા થતી હોય છે. માણસો અહિંસાનો પણ ધૂળ અર્થ જ કરતા હોય છે, કોઈ જીવને મારવો નહીં, એટલો જ અહિંસાનો અર્થ કરે છે, તે અધૂરો અર્થ છે. કેવળ કોઈનો પ્રાણ ન લેવો એટલામાં અહિંસાની સાધના પૂરી થતી જ નથી. અહિંસા અને સત્ય બંને મનના ધર્મો છે, એટલે મનથી સત્ય અને અહિંસાનું પૂરેપૂરું પાલન થવું જ જોઈએ, તેનું નામ સત્ય અને અહિંસાની સાધના છે. સત્ય અને અહિંસાના સાધકના વર્તન વ્યવહારમાં અને આચરણમાં ક્યાંય પણ રાગ અને દ્વેષની, લાભ અને લોભની, સ્વાર્થની, અહંકારની, અજાગૃતતાની કર્તુત્વની ગંધ સરખી મનમાં હોય તો તે અહિંસા અને સત્યનો સાધક નથી. ટૂંકમાં અહિંસા અને સત્યનો સાધક સ્થિર હોવો જોઈએ, કારણ કે જ્ઞાની અને કર્તૃત્વરહિત માણસથી કદી પણ અસત્ય વ્યવહાર થતો જ નથી કે તેમના હાથે ક, હિંસા પણ થતી જ નથી. આ વિચારને જીવનના 15 છે પ્રયોગોમાં સાકાર કરતા જૈન ધર્મે ખૂબ જ બારીકાઈથી દર્શાવ્યું છે. નાનામાં નાના જીવનો સ્વીકાર અને તે પ્રત્યે પણ અનુકંપા ભાવ, એ જૈન ધર્મની સહુથી મોટી બાબત તો ખરી જ. પણ એથી આગળ જતાં વિચાર માત્રને હિંસામય પ્રકૃતિથી મુક્ત કરવા આવશ્યક છે. જીવે પોતાના વાણી-વર્તનને કેવા સ્થિર અને શુદ્ધ કરવા પડે છે. બહુ જ સ્થૂળ રીતે આ અર્થ ન જોતા સૂક્ષ્મરૂપે સમજવાનો છે. પ્રેમનું શુદ્ધ અને વ્યાપક સ્વરૂપ તે જ અહિંસા, જ્યારે પ્રેમમાં રાગ, દ્વેષ, મોહ અને અહંકારની ગંધ આવે ત્યારે હિંસા પ્રવેશે. એ સમજ કેળવાય અને શ્રાવક-શ્રાવિકા પોતાના કર્તવ્યને સમજે અને માનવીય ભવને ઉત્તમ રીતે ફરજ બજાવી પાર પાડે. - પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબે જ્યારે “અહિંસા વિશેષાંક' આધારિત પ્રબુદ્ધ જીવન’ની જ નાની આવૃત્તિ કરવાનું નિર્ધાર્યું; ત્યારે પ્રબુદ્ધ જીવન’ સામયિકના “અહિંસા વિશેષાંક'નું જ મહત્ત્વ સમજાયું. ગુરુદેવે આખા અંકમાંથી ચયન કરી 16E

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18