Book Title: Astittvani Adharshila Ahimsa
Author(s): Rajyashsuri
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ કહે છે કે જમીન જાય, ધન જાય, શરીર જાય તો પણ અહિંસાનો ઉપાસક એની પરવા કરે નહિ. આત્મબળ કેળવાય અભયથી. જગતના ઈતિહાસમાં મહાવીર, બુદ્ધ, રામ, ઈશુ ખ્રિસ્ત એ બધાને એમના જીવનની શૈલીમાં અભય પ્રગટ કર્યો હતો. ભય કે મૃત્યુ એમને ચલિત કરી શકે તેમ નહોતાં! અભય થયા વિના પૂર્ણ અહિંસાનું પાલન શક્ય નથી, કારણ કે અહિંસાની તાલીમ માટે મરવાની તાકાત જોઈએ. મરવાની ઈચ્છા જેટલી તીવ્ર, તેટલી મારવાની ઈચ્છા મોળી. માણસમાં મરવાની તાકાત પૂર્ણપણે આવી જાય તો તેને મારવાની ઈચ્છા થતી નથી અને માણસ કુણામય બનીને મરે છે ત્યારે મારનારનું દિલ પણ પલટાવી નાંખે છે. અહિંસાને પૂર્વ અને પશ્ચિમ એવો ભેદ નથી. અહિંસા આખી વિશ્વની છે અને સમગ્ર વિશ્વ મળીને પૃથ્વીના ગ્રહ પર માનવીનું જીવન સુખી બનાવવા પ્રયાસ કરવો પડશે. માનવજાતની વિવેકપૂર્ણ પ્રગતિ અને 29 એ મારો ઉદ્દેશ છે. અન્યાયની સામે પુરજોશથી લડતા છતાં સંપૂર્ણ પ્રેમભાવ રાખી શકાય એ મારી દેઢ પ્રતીતિ છે.’ ‘નઈ તાલીમ’ એ મહાત્મા ગાંધીજીની અનોખી - મૌલિક ભેટ છે. ૧૯૩૭માં (૨૨-૨૩ ઓક્ટોબર) સેવાગ્રામમાં તેમણે અખિલ ભારત કેળવણી પરિષદ બોલાવેલી. તેમાં તેમણે એક મહત્ત્વની વાત કરેલી. ‘મારા જીવનનું આ છેલ્લું કામ છે, જો ભગવાન એને પૂરું કરવા દેશે તો દેશનો નકશો જ બદલાઈ જશે.’ તેમને સતત જે ચિંતા રહેતી હતી કે ‘ભણેલાઓની સંવેદનહીનતા'ની. તેથી તેઓ કહેતા “આજની કેળવણી નકામી છે.’ અને ‘નઈ તાલીમ’ દ્વારા તેમણે કેળવણીનું સર્વાંગી દર્શન આપ્યું. તેમના અભિપ્રાય મુજબ કેળવણી એ ભવિષ્યના નાગરિકોને તૈયાર કરવાના છે, જે અહિંસક સમાજરચનામાં પોતાનો ભાગ ભજવી શકે. એટલે શાળામાં તેને તે અનુરૂપ શિક્ષણ આપવું જોઈએ. એવા ગુણોની 31 આધ્યાત્મિક ઊર્ધ્વગમનને માટે પ્રયાસ કરવો પડશે અને તેનું મુખ્ય પરિબળ અહિંસા બની રહેશે. અહિંસાએ ક્યારેય પ્રેમનો માર્ગ છોડવો નથી અને અન્યાયનો સામનો કરવામાં નિર્બળતા દાખવી નથી. આ જ અહિંસક અભિગમની સૌથી મોટી મહત્તા છે. – પદ્મશ્રી કુમારપાળ દેસાઈ નઈ તાલીમ અને અહિંસા ગાંધીજીને કોઈએ પૂછેલું : ‘અહિંસાનો તમારો મતલબ શો છે?’ ગાંધીજીએ જવાબમાં એક જ શબ્દ આપેલો : ‘પ્રેમ’, ‘અહિંસા એટલે મારે મન નિરવધિ પ્રેમ’. તેમણે કહેલું : ‘પરમસત્તા કેવળ પ્રેમમય છે. કેવળ શુભ છે. કારણ હું જોઉં છું કે મૃત્યુની વચ્ચે પણ જીવન કાયમ ટકી રહેલું છે.' ૧૯૨૦માં નવજીવનમાં તેમણે લખેલું : ‘આખી દુનિયાની સાથે મિત્રભાવે રહેવું 30 તેમને તાલીમ આપવી જોઈએ અને તે ગુણો નાગરિકતાના ગુણોનું આચરણ કરવાની તેને શાળામાંથી જ તક મળવી જોઈએ. શાળા પોતે પણ લોકશાહી નાગરિકતા કેળવનારો, ફળદાયી સર્જન પ્રવૃત્તિમાં લાગેલો એક સંગઠિત સમાજ હોવો જોઈએ. – રમેશ સંઘવી ગાંધીજીને કાશ્મીર સરહદે મોકલીએ તો?! આપણું લશ્કર હિંસામાં નથી માનતું એવું કહીએ તો હસવું આવે ને? પણ ખરેખર એવું છે. વિશ્વના અનેક યુદ્ધના ઇતિહાસ તપાસીએ તો એમાં લશ્કરે સિવિલીયન્સ પર હુમલા કર્યા હોય એવું બન્યું છે. અરે સ્ત્રીઓ પર સૈનિકોએ બળાત્કાર કર્યા હોવાના દાખલા છે, પણ ભારતીય લશ્કર ક્યારેય આ આચારસંહિતા ઓળંગ્યું નથી. ક્યારેય યુદ્ધના નિયમ નેવે મૂકીને વસ્યું 32

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18